Only Gujarat

National

આ રાજ્યમાં કોરોના સંક્રમિતોની ખાનગી હોસ્પિટલોમાં કરાશે ફ્રીમાં સારવાર

કોલકાતા: કોરોનાની સામે ચાલી રહેલાં યુદ્ધની વચ્ચે પશ્વિમ બંગાળમાં મમતા સરકારે મોટું પગલું ભર્યુ છે. હવે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર થશે. સારવાર દરમ્યાન જે પણ ખર્ચ આવશે, તેને રાજ્ય સરકાર ચૂકવશે.

બંગાળમાં અત્યાર સુધીમાં 334 એક્ટિવ કેસ છે, જ્યારે 15 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 58 લોકોનાં કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તાજેતરમાં સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ટર મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમ (IMCT) ને કોરોના સંદર્ભે મોકલવાનો વિરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને અપીલ કરે છે કે કેન્દ્ર ટીમ મોકલવાનો આધાર જણાવે નહી, ત્યાં સુધી તેઓ આ દિશામાં આગળ કોઈ પગલું લઈ શકશે નહીં. મમતાએ કેન્દ્રના આ પગલાને દેશની સંઘીય ભાવનાની વિરુદ્ધ ગણાવી હતી.

મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળમાં હવે કોરોના વાયરસનું રાજકારણ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. આ રાજકીય યુદ્ધમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ પણ કૂદી પડ્યા હતા. રાજ્યપાલ જગદીપ ધનખડેએ કહ્યું હતું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી બંધારણમાં વિશ્વાસ નથી કરતા, અને તેઓ પોતાને કાયદો માને છે.

CMCના ડોક્ટરોએ લગાવ્યો હતો આરોપ
કલકત્તા મેડિકલ કોલેજ (CMC) ના 7 ડોકટરો કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યા બાદ, તેઓએ તેમની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ખુલ્લા પત્રમાં બુધવારે CMCના 200 થી વધુ જુનિયર ડોકટરોએ કોવિડ -19 શંકાસ્પદ લોકોને લઈને ખરાબ સંચાલનનો આરોપ લગાવ્યો હતો. એશિયાની આ પ્રથમ મેડિકલ કોલેજમાં કાર્યરત જુનિયર તબીબોએ જણાવ્યું હતું કે પરિસ્થિતિને નબળી રીતે સંચાલિત કરવાને કારણે આ સંસ્થા આરોગ્ય કર્મચારીઓ અને દર્દીઓ માટે જોખમી ક્ષેત્ર બની ગઈ છે.

You cannot copy content of this page