Only Gujarat

Bollywood

હેમાની પાછળ પડી ગયો હતો આ અભિનેતા, ધર્મેન્દ્ર આવી ગયો હતો ગુસ્સો અને…

મુંબઇઃ દુનિયાભરમાં કોરોનાના કારણે ડરનો માહોલ છે. ભારતમાં 3 મે સુધી લોકડાઉન છે. એવામાં બોલિવૂડ સેલેબ્સ પોતાના ઘરમાં કેદ છે. પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. એવામાં બોલિવૂડ સેલેબ્સ સાથે જોડાયેલો એક કિસ્સો અહી વર્ણવામાં આવ્યો છે. આ કિસ્સો હેમા માલિની, ધર્મેન્દ્ર અને સંજીવ કુમાર સાથે જોડાયેલો છે. સંજીવની એક હરકતના કારણે હેમા અને ધર્મેન્દ્ર ગુસ્સે થઇ ગયા હતા. હેમાએ ના પાડતા સંજીવનું દિલ તૂટી ગયું હતું અને તેમણે લગ્ન કર્યા નહોતા.

તમામ લોકો જાણે છે કે પરિણીત છતાં ધર્મેન્દ્ર હેમા માલિની પર દિલ આવી ગયું હતું. બંન્નેએ અનેકવાર ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. 70ના દાયકામાં આ બંન્નેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવતી હતી. બંન્ને એકબીજાના પ્રેમમાં હતા પરંતુ સંજીવ કુમાર વચ્ચે આવી ગયા હતા.


વાસ્તવમાં સંજીવ કુમાર હેમાને પ્રેમ કરવા લાગ્યા હતા. સંબંધોને લઇને તેમની મા પાસે પહોંચી ગયા હતા પરંતુ હેમાની માતાએ એમ કહીને ના પાડી દીધી હતી કે તે દીકરીના લગ્ન સમાન જ્ઞાતિમાં કરશે અને તેમણે છોકરો શોધી લીધો હતો.


પહેલા તો હેમા માલિની સંજીવ કુમાર સાથે લગ્ન કરવા તૈયાર હતી પરંતુ બાદમાં માએ સમજાવતા તેમણે ના પાડી દીધી હતી. સંજીવ અને હેમા વચ્ચે સંબંધોમાં કડવાહટ આવી ગઇ હતી. સંબંધો તૂટતા સંજીવ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા.


બાદમાં હેમા અને સંજીવ સાથે ફિલ્મ શોલેમાં કામ કર્યું પરંતુ સ્ક્રીન પર બંન્ને એક પણ સીનમાં સાથે જોવા મળ્યા નહોતા. વાસ્તવમાં શોલેના સેટ પર સંજીવે ફરીવાર હેમાને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. આ સાંભળીને હેમા અને ધર્મેન્દ્ર બંન્ને ગુસ્સે થઇ ગયા હતા કારણ કે તે સમયે હેમા અને ધર્મેન્દ્ર એકબીજાને ડેટ કરી રહ્યા હતા.


ધર્મેન્દ્ર ગુસ્સામાં ડિરેક્ટર રમેશ સિપ્પી પાસે પહોંચી ગયા હતા અને ડિરેક્ટર સામે શરત રાખી હતી કે હેમાનો કોઇ પણ સીન સંજીવ કુમાર સાથે હોવો જોઇએ નહીં. કારણ કે ધર્મેન્દ્ર તે સમયે સુપરસ્ટાર હતો રમેશ સિપ્પી તેમની વાત ટાળી શકે તેમ નહોતા. ફિલ્મ શોલેમાં હેમા અને સંજીવનો એક પણ સીન સાથે રાખ્યો નહોતો. ધર્મેન્દ્ર પરણિત હતા અને બે બાળકોના પિતા હતા જેથી શરૂઆતમાં હેમાએ તેમનામાં રસ દાખવ્યો નહોતો પરંતુ ધર્મેન્દ્રએ હેમાને ઇમ્પ્રેસ કરવામા કોઇ કસર છોડી નહોતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page