Only Gujarat

Bollywood FEATURED

ડિલિવરીના આઠ જ દિવસમાં એક્ટ્રેસનું સપાટ પેટ જોઈને ચાહકોની આંખો થઈ પહોળી

મુંબઈઃ ટીવી સીરિયલ ‘મેરી આશિકી તુમસે હી’ની એક્ટ્રસ સ્મૃતિ ખન્નાએ ગત 15 એપ્રિલે દીકરીને જન્મ આપ્યો હતો. માતા-પિતા બન્યા પછી સ્મૃતિ અને તેના પતિ ગૌતમ ગુપ્તા ખૂબ જ ખુશ છે. મા બન્યા પછી સ્મૃતિએ હોસ્પિટલથી ઘરે આવી તેની દીકરી સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો, જેમાં તે ખૂબ જ ફિટ જોવા મળી હતી. ડિલીવરીના 8 દિવસ પછી સ્મૃતિએ બીજો ફોટો શેર કર્યો છે, જેમાં તેનું બેલી ફેટ જરા પણ દેખાતું નથી.

આ ફોટોમાં સ્મૃતિ ખૂબ જ સ્લિમ-ટ્રિમ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ ખન્નાનો આ ફોટો વર્કઆઉટ દરમિયાનનો છે. આ ફોટોમાં સ્મૃતિના એબ્સ જોવા મળી રહ્યાં છે. ફોટોમાં તેમનું ફેટ જરા પણ દેખાતું નથી. સ્મૃતિએ આ ફોટો શેર કરતાં લખ્યું કે, ‘Postpartum Day-6’

ફોટોમાં સ્મૃતિએ બ્લેક ટ્રેક પેન્ટ્સ, સ્પોર્ટ્સ બ્રા અને બ્લેક શ્રગ પહેરેલું છે. સ્મૃતિ ખન્નાની આ મિરર સેલ્ફી અને ફ્લેટ ટમીએ ફેન્સને વિચારતાં કરી દીધા છે.

ડિલીવરી પછી ઘરે આવીને સ્મૃતિ ખન્નાએ ફરી એકવાર એક્સરસાઇઝ શરૂ કરી દીધી છે. પ્રેગ્નન્સી દરમિયાન સ્મૃતિ ઘણીવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હતી. તેણે બેબી બમ્પ સાથે પણ અનેક ફોટો શેર કર્યા હતાં.

સ્મૃતિના પતિ ગૌતમે જણાવ્યું હતું કે લૉકડાઉન દરમિયાન તે ખુદ કાર ડ્રાઇવ કરી હોસ્પિટલ સુરક્ષિત પહોંચી ગયાં હતાં. તે ખુશ છે કે બધાં સુરક્ષિત અને સ્વસ્થ છે. ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ અને ગૌતમના 2017માં લગ્ન થયાં હતાં.

સ્મૃતિ ખન્નાને સેલેબ્સ અને ફેન્સ મા બનવાની શુભેચ્છા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક્ટ્રસે તેમનો પ્રેગ્નન્સી સમય ખૂબ જ એન્જોય કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં સ્મૃતિએ તેની પ્રેગ્નન્સીની માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. સ્મૃતિ ખન્નાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે ‘નાદાનિયાં’, ‘યે હૈ આશિકી’, ‘બાલિકા વધૂ’, ‘કસમ તેરે પ્યાર કી’ અને ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂં’ જેવી ટીવી સીરિયલોમાં કામ કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page