Only Gujarat

Business FEATURED

વિદેશમાં લાખોની કમાણી છોડીને ભારતમાં આવીને શરૂ કર્યો ચાનો બિઝનેસ

ભારતમાં ચા સૌથી વધારે પસંદ કરવામાં આવતુ પીણું છે. ભારતમાં ખાસ પ્રકારની ઉગાડવામાં આવતી ચા આજે આખા વિશ્વમાં ઓળખ છે. પરંતુ હવે દેશમાં કેટલાક સ્ટાર્ટઅપ્સ આ ચાને નવા રંગો અને સ્વાદ સાથે લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે, જેને મોટા પાયે પણ પસંદ કરવામાં આવી રહી છે. દિલ્હીમાં રહેતા એનઆરઆઈ જગદીશ કુમારે આવું જ કંઈક કર્યું છે, જેમણે ઘણા નવા ફ્લેવર્સની સાથે લોકોને ચાની રજૂઆત કરી છે. એટલું જ નહીં, જગદીશે ચા વેચીને લગભગ 8 મહિનામાં 1.2 કરોડનો નફો કમાયો છે.

જગદીશે ભોપાલની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટમાંથી સ્નાતક થયા છે. તેઓ થોડા વર્ષો બદ ન્યુઝીલેન્ડ જતા રહ્યા હતા. જગદીશ કુમાર ન્યુઝીલેન્ડના હોસ્પિટલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા. ત્યાં લાખોમાં પગાર હતો, તેમણે ત્યાં 15 વર્ષ કામ કર્યું અને પછી વર્ષ 2018માં તે ભારત આવી ગયા હતા. ભારત આવ્યા પછી, જગદીશે મહારાષ્ટ્રના નાગપુરમાં તેમનો વ્યવસાય શરૂ કર્યો.

મેક ઈન ઈન્ડિયાથી પ્રભાવિત થયા જગદીશ
જે સયે જગદીશ ન્યૂઝીલેન્ડમાં વ્યવસાય કરી રહ્યા હતા. ત્યારે તેમી પાસે ત્યાં ગ્રીન કાર્ડ પણ હતુ.પરંતુ તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમે એટલાં પ્રભાવિત કર્યા કે, તેમણે પોતાના દેશમાં જ સ્ટાર્ટઅપ શરૂ કરવાનો વિચાર કર્યો હતો અને આજે તેઓ પોતાના વ્યવસાાયમાં નવી ઉંચાઈને સ્પર્શી રહ્યા છે.

નિરાશાથી જાગી નવી આશાજગદીશ લગભગ એક વર્ષ બાદ જ્યારે ન્યૂઝીલેન્ડથી બારત પાછો ફર્યો ત્યારે તેણે પોતાની ચાની સાથે નાગપુરની કોર્પોરેટ ઓફિસમાં એન્ટ્રી મેળવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ જગદીશે ચા બનાવવાનાં જરૂરી સામાનને એકત્ર કરીને કોર્પોરેટ ઓફિસની બહાર જ ચાની દુકાન લગાવવાનું શરૂ કર્યુ હતુ. આ ચાને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી હતી, પછી જગદીશે તેની ચાની દુકાન ઉપર ‘NRI ચાયવાલા’નું બેનર લગાવ્યુ. જો લોકોને ખૂબજ પસંદ આવ્યુ હતુ. લોકોનો રસ જગદીશ અને તેમની દુકાન બંને પ્રત્યે વધવા લાગ્યો હતો. આ દરમ્યાન લોકોએ તેમને આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.

ઘણા પડકારોનો સામનો કર્યો
જગદીશ એક નિમ્ન-મધ્યમ વર્ગના કુટુંબના છે, જ્યાં પહેલાં ક્યારેય કોઈએ ધંધો કર્યો નથી. તેમના કહેવા મુજબ, તેણે શરૂઆતથી જ પોતાના નિર્ણયો લેવાના હતા, કેમ કે તેમનું માર્ગદર્શન આપવા માટે કોઈ ન હતું. શરૂઆતના દિવસોમાં જગદીશે હોટલ મેનેજમેંટમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો, ત્યારબાદ તેની નોકરી તેના ઘરથી 5 કિ.મી.ના અંતરે આવેલા પીવીઆરમાં સારા પગાર સાથે મળી હતી, પરંતુ મેં તેને ઠુકરાવીને ફક્ત 34 સો રૂપિયાની બીજી નોકરી લીધી. કેમ કે મને ત્યાં શીખવાનું ઘણું મળતું હતું.

ચાની સાથે ઈનોવેશન
NRI ચાવાળાએ ઘણી અનોખી રીતે તેની અલગ અલગ ફ્લેવર્સવાળી ચાનાં નામ રાખ્યા છે. મમ્મીના હાથવાળી ચા, પ્યાર મોહબ્બતવાળી ચા અને ઉધારવાળી ચા આ કેટલાક ફ્લેવરના અનોખા નામ છે, જે તેમના નામ પ્રમાણે તૈયાર કરાયા છે. ચાની આ બધી જાતોમાં કેટલાક વિશેષ મસાલા પણ ઉમેરવામાં આવે છે, જે જગદીશ અનુસાર ‘સિક્રેટ’ છે.

આ સાથે જગદીશ હવે ભારતમાં અને વૈશ્વિક બજારમાં ચાને લોન્ચ કરવા તરફ આગળ વધી રહ્યા છે. સ્ટાર્ટઅપ દ્વારા તૈયાર કરાયેલી યોગ માયા ચામાં 35 પ્રકારની ઔષધિઓ અને મસાલાઓનો ઉમેરો થયો છે, આ સાથે સ્ટાર્ટઅપમાં બાળકો માટે હેલ્ધી ટી અને કિડ્સ ટી પણ વિકસાવી છે. જગદીશે દાવો કર્યો છે કે આ ચા લોકોને શારીરિક લાભ આપવા માટે તૈયાર કરવામાં આવી છે.

You cannot copy content of this page