Only Gujarat

FEATURED Sports

આ છે પાર્થિવ પટેલની પત્ની અવની ઝવેરી, ભાગ્યે જ લાઈમલાઈટમાં મળે છે જોવા

ટીમ ઈન્ડિયાના વિકેટકિપર પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. 17 વર્ષની ઉંમરમાં ક્રિકેટ ડેબ્યૂ કરનાર પાર્થિવની કરિયર 18 વર્ષ સુધી લાંબી ચાલી હતી. પાર્થિવે પોતાના રિટાયરમેન્ટની માહિતી સોશિયલ મીડિયામાં આપી હતી. તો પાર્થિવની પત્ની અવની પટેલે પણ સોશિયલ મીડિયામાં પતિનો ઉત્સાહ વધારતી પોસ્ટ શૅર કરી હતી.

શું કહ્યું અવની પટેલે? પાર્થિવની પત્ની અવનીએ કહ્યું હતું, ‘ડિયર હસબન્ડ, મને વિશ્વાસ નથી થતો કે આ દિવસ આવી ગયો. મને ખ્યાલ છે કે આપણાં માટે ક્રિકેટને અલવિદા કહેવું કેટલું મુશ્કેલ છે. અમને ગર્વ છે કે તમે જે પણ કામ કર્યું, તમારા વ્યક્તિએ જે ફરક લાવ્યા. હું આશા કરું છું કે આ નવી સફરમાં તમને સફળતા તથા ખુશીઓ મળે. તમારી જે ઈચ્છા છે જે કરવા માટે, તે માટે તમને અનેક તક મળે. તે વીકેન્ડ તથા રજાઓની રાહ જોઈ રહી છું, જે આપણે સાથે પસાર કરવાના સપના જોયા હતા. હું દરેક નિર્ણય તથા દરેક લક્ષ્યમાં તમારી સાથે છું.’

2002માં ક્રિકેટ ડેબ્યૂ કર્યું હતું: પાર્થિવે 2002માં ઈંગ્લેન્ડમાં 17 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારત માટે 25 ટેસ્ટ, 38 વન ડે તથા બે ટી-20 મેચ રમ્યો છે. તે અંતે 2018માં જોહનિસબર્ગમાં ભારતીય ટીમ માટે રમ્યો હતો. આ મેચમાં ભારત જીત્યું હતું. ભારત જ્યારે 2018-19માં ઓસ્ટ્રેલિયામાં પહેલી જ વાર ટેસ્ટ સિરીઝ જીત્યું ત્યારે પણ પાર્થિવ ટીમમાં હતો.

ડોમેસ્ટિક ક્રિકેટમાં વર્ચસ્વઃ ભારત ઉપરાંત પાર્થિવે ગુજરાતને 2015માં વિજય હજારે ટ્રોફી અપાવી હતી. ફાઈનલમાં દિલ્હી વિરુદ્ધ સદી ફટકારી હતી. રણજી ટ્રોફી ફાઈનલમાં મુંબઈ વિરુદ્ધ 143 રનનો લક્ષ્યાંક પાર કરીને ગુજરાતને સૌથી મોટી જીત અપાવી હતી. 194 વન ડે મેચમાં 11 હજારથી વધુ રન બનાવ્યા, જેમાં 27 સદી તથા 67 ફિક્ટી છે.

આઈપીએલની સફરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પાર્થિક કુલ છ ફ્રેન્ચાઈઝ માટે રમ્યો છે, જેમાં તે ત્રણવાર વિનર ટીમમાં સામેલ હતો. ચેન્નઈ સુપરકિંગ્સની સાથે 2010માં, મુંબઈ ઈન્ડિયન્સની સાથે 2015 તથા 2017માં સામેલ હતો. આઈપીએલમાં પાર્થિવે 139 મેચ રમી હતી. આઈપીએલમાં પાર્થિવે 2848 રન બનાવ્યા હતા, જેમાં 13 ફિક્ટી સામેલ છે. તે આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો હિસ્સો હતો પરંતુ તે એક પણ મેચ રમ્યો નહોતો.

You cannot copy content of this page