Only Gujarat

FEATURED National

કાળ બનીને ત્રાટકી પોલીસની નવી કાર, આંખના પલકારામાં પરિવાર વેરવિખેર

આષ્ટાઃ મધ્ય પ્રદેશમાં હાલમાં જ એક રૂંવાડા ઊભા કરી દેતી એક ઘટના સામે આવી છે. અહીંયા કારની ટક્કરને કારણે પોલીસવાળાનો પરિવાર આંખના પલકારામાં વેર વિખેર થઈ ગયો. અકસ્માતમાં પોલીસની પત્ની, દીકરાનો ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું. જ્યારે બીજો દીકરો જીવન અને મોત સામે ઝઝૂમી રહ્યો છે.

ગામડેથી પરત ફરતો હતો પરિવાર ને સાફ થઈ ગયોઃ આ ગમખ્વાર અકસ્માત બુધવાર, 9 ડિસેમ્બરના રોજ આષ્ટાની પાસે થયો હતો. અહીંયા કોઈ અજાણ્યા વાહને વિભ્વેશ કુમાર શુક્લની કારને ટક્કર મારી હતી. પોલીસ કર્મી રજા પર હતો અને પત્ની ખુશી, બે દીકરાઓ અનુજ તથા દક્ષની સાથે સતનાની નિકટ આવેલા ગામમાં ગયો હતો. ગામડેથી પરત ફરીને ઉજ્જૈન આવી રહ્યો હતો. આ દરમિયાન એક ટર્ન આગળ કોઈક વાહને ટક્કર મારી દીધી હતી.

નવી કાર બની કાળઃ ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મી ઉજ્જૈનના માધવનગર પોલીસ સ્ટેશનમાં 100 નંબરમાં કાર્યરત હતો. તે છેલ્લા એક મહિનાથી રજા પર હતો. પૂરો પરિવાર ઉજ્જૈનમાં રહેતો હતો. કેટલાંક દિવસ પહેલાં જ તેણે નવી કાર લીધી હતી. તેને સપનેય ખ્યાલ નહોતો કે આ નવી કાર તેના માટે કાળમુખી સાબિત થશે અને પરિવારને છિનવી લેશે.

કારનું છાપરું ઉડી ગયું, ખરાબ રીતે ફસાયેલી હતી ડેડબૉડીઃ અકસ્માતને નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું આખું છાપરું ઉડી ગયું હતું અને માતા તથા દીકરા અનુજની લાશ લોહીથી લથબથ પડી હતી. તેમને ઓળખવા મુશ્કેલ બન્યા હતા. પોલીસે માંડમાંડ કારમાંથી ડેડબોડી કાઢી હતી.

You cannot copy content of this page