Only Gujarat

Bollywood FEATURED

સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, સ્ટાર્સમાં મચી ગયો ખળભળાટ

કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે બોલિવૂડ જગતમાં પણ એક પછી દુ:ખદ ઘટનાનો પ્રકાશમાં આવી રહી છે. બુધવારે સવારે સાઉથની 28 વર્ષની જાણીતી અભિનેત્રી વીજે ચિત્રાનો હોટલના રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ સમાચાર સાંભળીને અભિનેતા અને અભિનેત્રીઓ ચોંકી ગયા હતાં. આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે, વીજે ચિત્રાની સગાઈ ચેન્નાઈના જાણીતા બિઝનેસમેન હેમંત રવિ સાથે કરવામાં આવી હતી.

બુધવારે સવારે હોટલનની રૂમમાંથી સાઉથની જાણીતી અભિનેત્રી વીજે ચિત્રાનો મૃતદેહ મળી આવ્યો હતો. ચેન્નાઈના નસરપેટમાં આવેલી એક હોટલની રૂમમાં 28 વર્ષની અભિનેત્રીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી તેવું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. ચિત્રા ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરીને મોડી રાતે ફાઈલ સ્ટાર હોટલમાં પહોંચી હતી. તે અહીં મંગેતર સાથે રહેતી હતી. આત્મહત્યા કરતાં પહેલાં અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં પોતાનો ફોટો શેર કર્યો હતો તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. અભિનેત્રીના મોતના સમાચાર મળતાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે, વીજે ચિત્રા EVP ફિલ્મ સિટીમાં શૂટિંગ પૂર્ણ કરીને ફાઈવ સ્ટાર હોટલના રૂમમાં અઢી વાગે પરત ફરી હતી. તે અહીં પોતાના મંગેતર હેમંત સાથે રહેતી હતી. હોટલ મેનેજરે સાડા ત્રણ વાગે 100 નંબર પર ફોન કરીને ચિત્રાના મોત અંગેની પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને હાલ પોલીસ સમગ્ર મોત અંગે તપાસ કરી રહી છે.

 

પોલીસને આપેલા નિવેદન પ્રમાણે, તેણે દાવો કર્યો હતો કે ચિત્રા શૂટિંગ પૂર્ણ કરી હોટલની રૂમમાં આવી હતી. ચિત્રાએ તેને કહ્યું હતું કે, નાહીને રૂમમાં આવે છે. જોકે, તે લાંબા સમય સુધી રૂમમાં ના આવતાં હેમંતે હોટલના સ્ટાફને બોલાવ્યો હતો. અને ડુપ્લિકેટ ચાવીથી રૂમનો દરવાજો ખોલવડાવ્યો હતો જ્યાં અભિનેત્રી પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. ચિત્રાએ સાડીથી ગળેફાંસો ખાધો હતો. ચિત્રાના ચહેરા તથા ગળા પર લોહીના નિશાન મળી આવ્યા હતાં. પોલીસે ચિત્રાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. આ દ્રશ્યો જોઈને મંગેતર હેમંત શોક્ડ થઈ ગયો હતો અને આંખમાં આસું વહેવા લાગ્યા હતાં.

અભિનેત્રી વીજે ચિત્રાએ મરતા પહેલાં પોતાના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. મહત્વની વાત એ છે કે, ચિત્રા ટીવી સિરિયલ ‘પાંડિયન સ્ટોર્સ’ને કારણે લોકપ્રિય થઈ હતી. આ સિરિયલમાં તે મુલઈનો રોલ પ્લે કરતી હતી.

 

પરિવારના સભ્યો ચેન્નાઈમાં જ રહે છે. પોલીસે પરિવારને પણ સૂચના આપી છે. ચિત્રા ચેન્નાઈના કોટ્ટુપુરમમાં રહેતી હતી. ચિત્રાએ ઓગસ્ટમાં જ બિઝનેસમેન હેમંત સાથે સગાઈ કરી હતી. ચિત્રાએ તાજેતરમાં જ તમિળ ફિલ્મ સાઈન કરી હતી. આ ફિલ્મમાં તેનો મહત્ત્વનો રોલ હતો.

You cannot copy content of this page