Only Gujarat

Bollywood FEATURED

અમે બંને અલગ થઈ ગયા: હદથી વધારે મોંઘા છે બોલિવૂડના આ 10 છૂટાછેડા

મુંબઈઃ ફિલ્મ સ્ટાર્સના લગ્ન અને પાર્ટી હંમેશા ચર્ચામાં રહે છે પણ શું તમે જાણો છો કે, જે રીતે સ્ટાર તેમના ગ્રાન્ડ મેરેજમાં પાણીની જેમ રૂપિયા ખર્ચે છે, તે રીથે તેમની છૂટાછેડા પણ સૌથી મોંઘા થતાં હોય છે. કેટલાંક એક્ટર્સના છૂટાછેડામાં ખર્ચ એટલો વધારે હતો કે, તે ખર્ચમાંથી કેટલાય લોકોના લગ્ન થઈ જાય. તમે તમને જણાવીએ એવ એક્ટર વિશે જેમના છૂટાછેડામાં સૌથી વધુ ખર્ચ થયો હતો.


કરિશ્મા કપૂર અને સંજય કપૂર
90ના દશકની ફેમસ એક્ટ્રસ કરિશ્મા કપૂરે 11 વર્ષના લગ્નજીવન પછી વર્ષ 2016માં છૂટાછેડા લીધા હતાં. છૂટાછેડા દરમિયાન કરિશ્મા અને તેમના પતિ સંજય વચ્ચે 14 કરોડ રૂપિયાનો એગ્રિમેન્ટ સાઇન થયો હતો. આ મુજબ બિઝનેસમેન સંજય દર મહિને 10 લાખ રૂપિયા ભરણપોષણ માટે કરિશ્માને આપે છે. આ રૂપિયા કરિશ્માના બે બાળકોની સારસંભાળમાં ખર્ચ કરવામાં આવે છે.


ફરહાન અખ્તર અને અધુના
ફરાહન અને અધુનાનાં છૂટાછેડા લગ્નજીવનના 16 વર્ષ પછી થયાં હતાં. આ પહેલાં ફરહાન અને અધુનાનાં કોઈ અફેરની ચર્ચા નહોતી. એવામાં બંનેના છૂટાછેડા થતાં લોકો શોક્ડ હતાં. છૂટાછેડા પછી અધુના મુંબઈ સ્થિત બંગલો પાસે રાખવાની માગ કરી હતી આ ઉપરાંત ફરાહન તેમની દીકરીની સારસંભાળની માટે દર મહિને મોટી રકમ આપે છે.


રિતિક રોશન અને સુઝેન ખાન
રિતિક અને સુઝેવવા છૂટાછેડા માત્ર દેશ નહીં પણ વિશ્વમાં સૌથી મોંઘા છૂટાછેડા કહી શકાય છે. બંનેએ વર્ષ 2000માં લગ્ન કર્યા હતા અને અફેરના સમાચારને લીધે બંનેના છૂટાછેડા થયા હતા. એક રિપોર્ટ મુજબ, સુઝેને અલિમનીના રૂપમાં 400 કરોડ રૂપિયાની માગ કરી હતી જેમાંથી તેમને 380 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતાં.


સૈફ અલી ખાન અને અમૃતા સિંહ
લગ્નની જેમ સૈફ અને અમૃતાના છૂટાછેડા પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતાં. 13 વર્ષ મોટી અમૃતા સાથે લગ્નના 13 વર્ષ પછી સૈફે છૂટાછેડા લીધા હતા. એક ઇન્ટર્વ્યૂમાં સૈફે કહ્યું હતું કે, ‘અમૃતાએ છૂટાછેડા વખતે 5 કરોડ રૂપિયાની માગ કરી હતી, જેમાંથી તેમણે 2.5 કરોડ રૂપિયા આપી ચૂક્યા હતા.’ સાથે જ દર મહિને બાળકોની સારસંભાળ માટે મહિને 1 લાખ રૂપિયા પણ અમૃતાને આપે છે.


સંજય દત્ત અને રિયા પિલ્લઈ
રિયા પિલ્લઈ સંજયની બીજી પત્ની હતી. સંજય રિયાને ખૂબ જ પ્રેમ કરતો હતો છૂટાછેડા પછી ઘણાં સમય સુધી રિયાનો ખર્ચો પણ ઉઠાવ્યો હતો. ભરણપોષણ માટે તેમણે રિયાને કેટલા રૂપિયા આપ્યા, તેનો ખુલાસો ઓફિશિયલ કર્યો નથી. રિપોર્ટ મુજબ, સંજયે રિયાને 4 કરોડ રૂપિયા આપ્યા હતા. આ સાથે જ મોંઘી કાર પણ આપી હતી.


લિન્ડર પેસ અને રિયા પિલ્લઈ
સંજય દત સાથે તલાક પછી રિયાએ ટેનિસ પ્લેયર લિન્ડર પેસ સાથે લગ્ન કર્યા હતાં, પણ બંનેનો સંબંધ વધુ ટક્યો નહોતો અને બંનેએ છૂટાછેડા લઈ લીધા હતાં. રિયાએ ભરણપોષણ માટે દરમિહિને 4 લાખ રૂપિયાની માગ કરી હતી જેમાંથી 3 લાખ તેમને અને તેમની દીકરીની સ્ટડી માટે લગભગ 90 હજાર રૂપિયા માગ્યા હતાં.


આદિત્ય ચોપડા અને પાયલ ખન્ના
ફેસમ ફિલ્મ પ્રોડ્યુસર અને એક્ટ્રસ રાની મુખર્જીના પતિ આદિત્ય ચોપડાએ પણ તેમની પહેલી પત્ની પાયલ સાથે છૂટાછેડા માટે 50 રૂપિયા આપ્યા હતા. આ સાથે જ આદિત્યના છૂટાછેડા સૌથી મોંઘા છૂટાછેડામાં સામેલ થયા હતાં.


પ્રભુ દેવા અને રમલથ
મલ્ટીટેલેન્ટેડ પ્રભુદેવાએ વર્ષ 2011માં રમલથ સાથે છૂટાછેડા લીધા હતાં. તેમણે એલિમની માટે રોકડા 1 લાખ રૂપિયા આપ્યા હતા પણ, તેની સાથે 20થી 25 કરોડ રૂપિયાની પ્રોપર્ટી પણ રમલથને આપી હતી. આ કારણે પ્રભુદેવા અને રમલથના છૂટાછેડા દુનિયાના મોંઘા છૂટાછેડા બન્યા હતાં.


આમિર ખાન અને રીના દત્તા
આમિર ખાને તેમના માતા-પિતા વિરુદ્ધ જઈ 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા પણ, થોડાં વર્ષ પછી બંને એક બીજાથી દૂર થવા લાગ્યા હતા. વર્ષ 2002માં બંનેએ છૂટાછેડા લીધા હતા. આમિર ખાનને આ છૂટાછેડા ભારે પડ્યા હતાં. રિપોર્ટ્સ મુજબ આમિરે ભરણપોષણ માટે 50 કરોડ રૂપિયા આપ્યા હતાં.


અરબાજ ખાન અને મલાઇકા અરોરા
ક્યારેક બોલિવૂડના હોટ કપલ તરીકે જાણીતા અરબાઝ ખાન અને મલાઇકા અરોરાએ લગ્નના થોડાં વર્ષ પછી છૂટાછેડા લીધા હતાં. બંનેના છૂટાછેડાના એલિમનીનો કોઈ ઓફિશિયલ ખુલાસો કરવામાં આવ્યો નથી પણ, રિપોર્ટ મુજબ મલાઇકાએ ભરણપોષણ માટે 15 કરોડ રૂપિયાની માગ કરી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page