Only Gujarat

FEATURED National

મંદિરની નજીક મળી એક રહસ્યમયી ગુફા, અંદર જઈને જોયું તો ગામવાસીઓ હેરાન

ઉત્તરાખંડના પિથૌરગઢના કનાલીછીના વિકાસખંડના બારમૌ ગામમાં ચાર મીટર લાંબી ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતી ગુફા મળી આવી છે. ગુફાની અંદર શિવલિંગ, પંચનાગ સહિતની ધાર્મિક આકૃતિઓવાળી કલાકૃતી બનેલી છે. બાબા કટારમલના મંદિરની તળેગીમાં ગુફા મળવાને લીધે લોકો તેને આસ્થા સાથે જોડી રહ્યા છે. જેને લીધે ભવિષ્યમાં આ વિસ્તાર પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની આશા વધી ગઈ છે.

જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર સ્થિત બારમૌ ગામમાં રૉડ કટિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન પહાડમાં આ ગુફા જોવા મળી હતી. ગુફા ચાર મીટર પહોળી છે. આ પછી વધારે સાંકડી હોવાથી આગળ જવું સંભવ નથી. ગુફાની અંદર વિભિન્ન આકૃતિઓ પણ બનેલી છે.

ગામ લોકોનું કહેવું છે કે, દશકો સુધી માગ કર્યા બાદ રોડની સુવિધા મળી અને સાથે પ્રકૃતિ અને પ્રાકૃતિક ગુફાના રૂપમાં એક ઉપહાર પણ મળ્યો છે. ગુફાની અંદર શિવલિંગ, પંચનાગની આકૃતિઓ મળવી તે શુભ છે.

ગુફાની અંદર મળેલી કલાકૃતિ જિલ્લાનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વનું પાતાળ ભુવનેશ્વર ગુફાને મળતી આવે છે. ગામ લોકોનું કહેવું છે કે, ‘આ ગુફાનું સૌંદર્યીકરણ કરવાથી વિસ્તારના પર્યટન વધવાની આશા છે.

બારમૌ ગામમા મળેલી ગુફાની માહિતી ગામલોકોએ તંત્રને આપી નથી. ગામના પ્રધાન વિશ્વામ રામનું કહેવું છે કે, ‘આની માહિતી તરત જ તંત્ર અને પર્યટન વિભાગને આપવામા આવશે. ગુફા મળ્યાની માહિતી મેળતા બીજા ગામના લોકો ગુફા જોવા આવી રહ્યાં છે.

બારમૌ ગામમા ગુફા મળ્યાની માહિતી અત્યારસુધી અમને મળી નથી. ગુફાનું નિરીક્ષણ કરવામાં આવશે. આ પછી આગળ કાર્યવાહી કરાશે. -અમિત લોહની, જિલ્લા પર્યટન વિભાગ પિથૌરાગઢ

ઉલ્લેખનીય છે કે, કનાલીછીના વિકાસખંડના ખનપર ગામમનાં થોડાં દિવસ પહેલાં મંદિરના સૌંદર્યીકરણ દરમિયાન કરવામાં આવેલા ખોદકામ દરમિયાન પણ એક ગુફા મળી હતી.

આ ગુફા 15 મીટર લાંબી અને 10 મીટર પહોળી હતી. આ ગુફાની અંદર પણ શિવલિંગની આકૃતિ સફેદ પથ્થર, જલધારા સહિત અનેક કલાકૃતિઓ મળી હતી.

You cannot copy content of this page