Only Gujarat

Bollywood National

સુશાંતસિંહ રાજપુતના આપઘાતની કડીઓ જોડતાં કંઈક આવું ચિત્ર થાય છે સ્પષ્ટ

34 વર્ષનાં રાઈઝિંગ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી? શું તે ડિપ્રેશનમાં હતો કે તેને આવું કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો? આ ગુત્થીનો ઉકેલ લાવવા માટે પોલીસે તપાસ તેજ કરી દીધી છે. સુશાંતનાં પરિવારનાં લોકો અને શુભચિંતકોનું માનવું છેકે, તે આત્મહત્યા કરનારા લોકોમાંથી ન હતો. તેને ઉશ્કેરીને આવું કરવા માટે મજબૂર કરવામાં આવ્યો છે. હવે તેને ન્યાય અપાવવા માટે ઓનલાઈન પિટીશન ચાલી રહી છે. અને કેસ પણ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ લીડર સંજય નિરૂપમ એવા પહેલા વ્યક્તિ હતા જેમણે સુશાંત પાસેથી ફિલ્મો છીનવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ, મંત્રી જીતેન્દ્ર આવ્હાડ, ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ બધા વચ્ચેની લિંક્સને જોડવાના પ્રયાસમાં, ઘટનાઓ, નિવેદનો, ઉદ્યોગના નિષ્ણાતો અને સુશાંતને નજીકથી જાણનારા લોકો સાથે વાત કરીને રિપોર્ટ બનાવવામાં આવ્યો છે.

પહેલો આરોપ: યશરાજ અને ભણસાલી જેના કારણે સુશાંતે મૂવીઝ છોડી
આદિત્ય ચોપડાની યશરાજ ફિલ્મ્સે સુશાંત સિંહ રાજપૂતની સાથે ત્રણ ફિલ્મોનો કરાર કર્યો હતો. આ ફિલ્મોમાં વ્યોમકેશ બક્ષી, શુદ્ધ દેશી રોમાંસ અને શેખર કપૂરની પાણી હતી. શેખર કપૂરની ફિલ્મ પછી અસલી સમસ્યા શરૂ થઈ. શેખર કપૂર પહેલા તેને હોલીવુડ માટે બનાવવાનાં હતા, પરંતુ બાદમાં તેને ભારત માટે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે ફિલ્મનું બજેટ ખૂબ વધી ગયું ત્યારે યશરાજે હાથ પાછા ખેંચી લીધા હતા. અહીંથી સુશાંત અને યશરાજ ફિલ્મ્સ વચ્ચેનો સંબંધ વણસ્યો હતો.

બીજો આરોપ: યશરાજે તાકાત બતાવીને સુશાંતની જગ્યા રણવીરને અપાવી
ઈન્ડ્સ્ટ્રીનાં સૂત્રો કહે છે કે સુશાંતે પાણી ફિલ્મ માટે ઘણી ફિલ્મોનું બલિદાન આપ્યું હતું, પરંતુ જ્યારે પાણી ન બની ત્યારે સુશાંતે અન્ય બેનરની ફિલ્મો કરવાનું શરૂ કર્યું. તેણે સંજય લીલા ભણસાલી સાથે ‘ગોલિયોં કી રાસલીલા- રામ-લીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’ માટે કરાર કર્યો હતો. આરોપ છે કે યશરાજે પોતાની શક્તિનો ઉપયોગ કરીને સુશાંતને બહાર કઢાવીને અને રણવીરને ભણસાલી સાથે કરાર કરાવ્યો હતો. તે બાદ કરણ જોહરની સાથે મળીને પ્લાનિંગથી સુશાંતને ધર્માની તરફથી ફિલ્મ ડ્રાઈવ અપાવી દીધી હતી. પરંતુ તેને બે વર્ષ સુધી થિયેરમાં રિલીઝ થવા દીધી ન હતી. ફિલ્મમી ક્વોલિટી પર કામ કરવામાં આવી રહ્યુ છે એવું કારણ દર્શાવવામાં આવ્યુ હતુ. જોકે, બાદમાં તેને બે વર્ષ પછી નેટફ્લિક્સ પર વેચી દેવામાં આવી હતી.

ત્રીજો આરોપ: કરણે તેને દરેક જગ્યાએથી હટાવી દીધો હતો. સાજીદે છિછોરે બાદ આગળ કામ આપ્યું ન હતું
એક્શન થ્રીલર ફિલ્મ ડ્રાઇવ લટકી ગયા બાદ સુશાંતે કરણ જોહરનો વિરોધ શરૂ કર્યો હતો. સમાચાર આવ્યા કે તેણે નક્કી કર્યું હતુ કે, તે હવે પ્રોડ્યૂસર્સની સાથે એજ શરતે કામ કરશે જ્યારે ફિલ્મ પહેલાંથી સિનેમાઘરોમાં રિલીઝ થવાનું સુનિશ્ચિત હશે. તેની ઉપર કરણનો ઈગો હર્ટ થયો હતો અને તેણે સુશાંતને ઈન્ડ્સ્ટ્રીના મજબૂત કેમ્પોમાંથી બહાર કરવાનું કામ શરૂ કર્યુ હતુ. તેણે તેને પાર્ટી-એવોર્ડ સેરેમનીમાં બોલાવવાનું બંધ કર્યુ હતુ. શોઝમાં પોતાના કેંપનાં એક્ટર્સની પાસે તેને નીચા દેખાડવાનું શરૂ કર્યુ હતુ. કંગનાએ તેના વિશે આલિયાને ખરું-ખોટું સંભળાવ્યુ હતુ. આગમાં ઘી નાખવાનું કામ સાજીદ નડિયાદવાલાએ ફિલ્મ છિછોરેથી કર્યુ હતુ. આ ફિલ્મ 153 કરોડની કમાણી સાથે સફળ રહી હતી. પરંતુ સાજીદે સુશાંતની સાથે આગળ નવી ફિલ્મો કરવાનો કરાર કર્યો નહી. જેથી યશરાજ, કરણ જોહર અને પછી સાજીદ નડિયાદવાલાની ગુડ બુકમાંથી બહાર થવાના ડરે સુશાંતના ડિપ્રેશનને વધારી દીધુ હતુ.

અંતમાં રૂમી જાફરીની ફિલ્મો લોકડાઉનમાં ફસાઈ ગઈ
ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી તમામ વાતની વચ્ચે સુશાંતે બાઉન્સ બેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે આ વર્ષે ડિરેક્ટર રૂમી જાફરીની ફિલ્મ સાઈન કરી હતી અને મે મહિનામાં તેનું શૂટિંગ શરૂ થવાનું હતું, પરંતુ લોકડાઉનને કારણે તારીખો આગળ વધી ગઈ. રૂમી કહે છે, “સુશાંતે એકવાર મને કહ્યું હતું કે તે ફિલ્મોમાં વધારે કામ કરવા માંગતો નથી. તે અભિનય છોડી દેવા માંગે છે. તે હંમેશાં મને કહેતો કે મારે ખેતી કરવી છે. હું આખા દેશમાં એક લાખથી વધુ વૃક્ષો વાવવા માંગુ છું. સાયન્ટિસ્ટની જેમ હું પણ કંઈક નવું શોધવાની ઇચ્છા રાખું છું.” 8 મી જૂને, તેની એક્સ મેનેજર દિશા સલિયનની આત્મહત્યાના સમાચાર સાંભળીને રૂમીએ 12 જૂને સુશાંતને ફોન કર્યો હતો. રૂમીએ કહ્યું, “મેં સુશાંતને પોતાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું, જેમાં તેણે મને વોઇસ નોટ મોકલીને કહ્યું કે તે પોતાનું ધ્યાન રાખશે. રૂમીએ કહ્યુ, ‘ મને તે વાતનો જરાય પણ અંદાજ ન હતો તે આવું ખતરનાક પગલું ભરશે અને આપણને હંમેશા માટે છોડીને જતો રહેશે”.

ભણસાલીની સ્પષ્ટતા: 4 ફિલ્મો ઓફર કરી હતી પરંતુ તારીખોના ચક્કરમાં બની શકી નહી
સુશાંતના મામલે ભણસાલીએ કહ્યુ હતુકે, તેની અને સુશાંતની વચ્ચે કોઈ ઝગડો ન હતો. ભણસાલીએ સુશાંતને ચાર ફિલ્મો ઓફર કરી હતી. પરંતુ તારીખોને કારણે તે ફિલ્મો બની શકી ન હતી. બંને વચ્ચે બહુજ રિસ્પેક્ટ હતુ. ભણસાલી પર જ્યારે કરણી સેનાએ હુમલો કર્યો હતો ત્યારે સુશાંતે પોતાની રાજપૂત સરનેમને ડ્રોપ કરી દીધી હતી.

આરોપ: મહેશ ભટ્ટે રિયાને સુશાંતથી દૂર કરી દીધી
ફિલ્મ મેકર મહેશ ભટ્ટની સાથે કામ કરતી લેખિકા સુહ્રતા સેનગુપ્તાએ સનસનીખેજ ખુલાસો કરતાં જણાવ્યુ હતુકે, મહેશે સુશાંતની બગડેલી માનસિક સ્થિતીને જોઈને કહ્યુ હતુકે, તે પરવીન બાબીની જેમ બની રહ્યો છે. મહેશે જ સુશાતંની ફ્રેન્ડ રિયાને સલાહ આપી હતીકે, તે સુશાંતનો સાથ છોડી દે.

કરણ જોહરે ઈમોશનલ પોસ્ટ કરીને માફી માંગી, 5 દિવસથી કશું જ લખ્યું નથી
યશરાજ ફિલ્મ્સે જરૂરી કોન્ટ્રાક્ટનાં દસ્તાવેજો પોલીસને સોંપી દીધા છે, પરંતુ આ મામલે મૌન ધારણ કર્યું છે. કરણ જોહરે પોતાની વાત સોશિયલ મીડિયા પર ગુસ્સો કરીને નહી, પરંતુ દોસ્તોને અનફોલો કરીને દર્શાવી છે. સુશાંતના મૃત્યુ પછી કરણ જોહરે તેની સાથે એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે, “હું છેલ્લા એક વર્ષથી તમારી સાથે સંપર્કમાં ન હતો તે માટે હું મારી જાતને જવાબદાર માનું છું.”

મને ઘણીવાર એવું લાગ્યું કે, તને કોઈની જરૂર છે. જેની સાથે તું તારી વાતો શેર કરી શકે, પરંતુ કદાચ મેં ક્યારેય એવું વિચાર્યું ન હતું. આપણે ઘણીવાર ઘોંઘાટની વચ્ચે જીવી લઈએ છીએ પરંતુ અંદરથી તો એકલા જ હોઈએ છીએ.

You cannot copy content of this page