Only Gujarat

Bollywood

હોટ અંદાજમાં આ એક્ટ્રેસનો જુઓ જલવો, બોલ્ડ તસવીરોથી રહે છે ચર્ચામાં

મુંબઈઃ ટીવીનો સૌથી પૉપ્યુલર અને વિવાદસ્પદ રિઆલિટી શો ‘બિગ બૉસ 2020’ ઑક્ટોબરથી શરૂ થઈ શકે છે. શોની જાહેરાત બાદ જ શોના ચાહકોને તેમાં કોણ હશે તે જાણવાની આતુરતા વધી છે. અત્યાર સુધીમાં અનેક સેલેબ્સના નામ સામે આવી ચુક્યા છે. રિપોર્ટ્સના પ્રમાણે ગઈ સિઝનમાં જોવા મળેલા પારસ છાબડાની એક્સ ગર્લફ્રેન્ડ પવિત્રા પુનિયા આ વર્ષે બિગ બૉસમાં જોવા મળી શકે છે.

હાલમાં જ આવેલા અહેવાલો અનુસાર, પવિત્રા પુનિયા ‘બિગ બૉસ 2020’માં નજર આવશે. ટીવી શો ‘યે હૈ મોહબ્બતે’, ‘નાગિન 3’ અને ‘ડાયન’માં નજર આવી ચુકેલી પવિત્રાએ આ શો માટે કોન્ટ્રાક્ટ સાઈન કરી લીધો છે.

આ શોમાં આવતા પહેલા જ પવિત્રાએ પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું છે. પવિત્રાએ હાલમાં જ કેટલાક ફોટોસ શેર કર્યા છે, જેમાં તે મરૂન કલરની શિમરી સાડી અને બેકલેસ અવતારમાં નજર આવે છે.

ટેટૂની શોખીન પવિત્રાએ પોતાના ખભા પર ખૂબસૂરત ટેટૂ બનાવડાવ્યું છે. પવિત્રા ઘણીવાર બોલ્ડ ફોટોશૂટ કરાવતી નજરે આવે છે. તેણે ‘નાગિન 3’માં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેના માટે તેની પ્રશંસા પણ થઈ હતી.

કહેવામાં આવે છે કે તે ‘બિગ બૉસ’માં પોતાના એક્સ બૉયફ્રેન્ડ પારસ છાબડા સાથે જ આવવાની હતી, પરંતુ એવું ન થયું. જો કે આ સિઝનમાં તેનું સપનું પુરું થવા જઈ રહ્યું છે.

આમ તો, પવિત્રાનું સાચું નામ નેહા સિંહ છે. પરંતુ તે હવે પોતાના સ્ટેજ નામથી ઓળખાય છે. બાગપત, યૂપીની પવિત્રાનું સ્કૂલિંગ રોહિણી, દિલ્લીમાં થયું હતું. તે પહેલા આઈપીએસ અધિકારી બનવા માંગતી હતી. તેણે હૉસ્પિટાલિટીમાં ડિપ્લોમાં પણ કર્યું છે.

પવિત્રાએ કરિયરની શરૂઆત એમટીવી ‘સ્પ્લિટ્સવિલા’થી કરી હતી. જે બાદ તે ‘ગીત હુઈ સબસે પરાયી’, ‘પ્રીતો’, ‘હોંગે જુદા ના હમ’, ‘ડર સબકો લગતા હૈ’, ‘યે હૈ મોહબ્બતે’, ‘કવચ’, ‘ગંગા’, ‘કલીરેં’, ‘નાગિન 3’, ‘ડાયન’, ‘બાલવીર રિટર્ન્સ’ અને ‘અલાદીન’ જેવા ટીવી શોમાં કામ કરી ચુકી છે.

નોંધનીય છે કે પવિત્રા સિવાય આ સિઝનમાં નિયા શર્મા, વિવિયન ડીસેના, હર્ષ બેનીવાલ, નેહા શર્મા, સુગંધા મિશ્રા, જય સોની, કરણ કુંદ્રા, અલિશા પનવર, શગુન પાંડે, સાક્ષી ચોપડા અને આરુષિ દત્ત આવે તેવી ચર્ચા છે. કુલ 16 પ્રતિસ્પર્ધી હશે જેમાંથી 13 સેલેબ્સ અને 3 કૉમનર્સ હશે.

You cannot copy content of this page