Only Gujarat

FEATURED International

યુવતીએ કોન્ડોમમાં છૂપાવ્યું હતું ડ્રગ્સ, પાર્ટીમાં પહોંચતા જ થયા એવા હાલ કે….

સિડનીઃ ડ્રગ્સનો નશો ખૂબ જ ખતરનાક હોય છે પરંતુ કેટલાક લોકો તેને છૂપાવી બહાદૂરી બતાવવાના પ્રયાસમાં ઘણીવાર મુસીબતમાં ફસાઇ જાય છે. આવું જ કંઇક એક 19 વર્ષીય હેર ડ્રેસરે સિડનીના એક ફેસ્ટિવલમાં કર્યું. જ્યારે તે પકડાઇ તો તેણે કબૂલ્યું હતું કે તેણે જ આ ડ્રગ્સ છૂપાવ્યું હતું. જોકે, તેની ડ્રગ્સ છૂપાવવાની રીત ગજબની હતી. આ યુવતીએ કોન્ડોમની અંદર કોકેઇન અને કેટામાઇની ટેબલેટ્સ પોતાના અંડરવિયરમાં છૂપાવીને રાખી હતી.

આ હેરડ્રેસરનું નામ છે તાયા ક્રોથર છે. 19 વર્ષીય તાયા ક્રોથરે આ વાત પોલીસ અને કોર્ટ સમક્ષ સ્વીકારી કે તેણે અંડરવિયરની અંદર કોન્ડોમમાં કોકેઇન અને કેટામાઇન છૂપાવ્યું હતું.

સિડનીમાં ફિલ્ડ ડે ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો અને આમાં આ ઘટના બની હતી. તાયા ક્રોથર પોતાના બોયફ્રેન્ડની સાથે આ ફેસ્ટિવલમાં આવી હતી. ત્યાં તેણે અંડરવિયરમાં એક કોન્ડોમમાં આ બંને પ્રતિબંધિત ડ્રગ્સ છૂપાવીને રાખ્યા હતા.

તાયાને ફેસ્ટિવલમાં પોલીસે તલાશી લેવા માટે રોકી હતી. બાદમાં તેને એક પ્રાઇવેટ ટેન્ટમાં લઇ જવામાં આવી. જ્યાં મહિલા પોલીસ ઓફિસરોએ તેના કપડાં ઉતારી તપાસ કરી તો તેના અંડરવિયરમાંથી કોન્ડોમ નીકળ્યા. આ કોન્ડોમમાં ડ્રગ્સ છૂપાવીને રાખ્યું હતું.

ત્યારબાદ પોલીસે તેને ગોસફોર્ડ લોકલ કોર્ટમાં રજૂ કરી, કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તાયા ક્રોથર સિડનીના એક જાણીતા સલૂનમાં ચીફ હેરડ્રેસર તરીકે કામ કરે છે.

કોર્ટમાં તાયા ક્રોથરે જણાવ્યું હતું કે તેણે ભૂલથી બીજું કોન્ડોમ ઉઠાવી લીધું. કારણ કે તેના બોયફ્રેન્ડે કોન્ડોમમાં બે બેગ્સ કોકેન અને અને એક બેગ કેટામાઇન રાખ્યું હતું.

પોલીસે ગોસફોર્ડ લોકલ કોર્ટમાં જજને જણાવ્યું હતું કે તાયા ક્રોથરે તપાસમાં પૂરતો સહકાર આપ્યો હતો અને તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. સોલિસિટર જનરલે પણ કહ્યું હતું કે તાયા ક્રોથરે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી.

બાદમાં ગોસફોર્ડ લોકલ કોર્ટના મેજિસ્ટ્રેટ એલેન રેલટને કહ્યું હતું કે તાયા ક્રોથરનો કેસ ખૂબજ ચર્ચાસ્પદ છે. આ કેસની મીડિયામાં ઘણી જ ચર્ચા થઈ હતી. તાયાએ પોતાની ભૂલ પણ સ્વીકારી હતી.

કોર્ટે ત્યારબાદ તાયા ક્રોથરને કમ્યુનિટી સર્વિસની સજા ફટકારી અને સાથે જ સૂચના આપી કે તે અહીં 12 મહિના સુધી સારો વ્યવહાર કરશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page