Only Gujarat

FEATURED National

આ મહિલા પર તૂટ્યો દુઃખોનો પહાડ, સગાંઓ પણ થયા દૂર, સંતાનો માટે ભીખ માગવા મજબૂર થઈ

લોકડાઉન દરમિયાન, દેશભરમાંથી ઘણી માર્મિક વાર્તાઓ સામે આવી છે. જેમાં કોઈની નોકરી જતી રહી તો કોઈને બે ટંક ખાવાના ફાફા થઈ ગયા હતા. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના ખાંડવા જિલ્લાની છે. જ્યાં મહિલાના જીવનમાં દુ: ખનો પહાડ તૂટી પડ્યો હતો. સ્થિતિ એવી હતી કે મહિલાએ ભીખ માંગીને પોતાના નિર્દોષ બાળકોનું પેટ ભરવું પડ્યુ હતુ. પરંતુ તેના સાસરાવાળાઓને દયા ન આવી.

લોકડાઉનમાં ભૂખે મરતા છોડી ગયો પતિ
વાસ્તવમાં, ખાંડવાના રહેવાસી ગુલનાઝ સિદ્દીકીના લગ્ન 8 વર્ષ પહેલા ઝાંસીના અઝહરની સાથે થયા હતા. પરંતુ લગ્નના બે-ત્રણ વર્ષ બાદ બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો. મામલો તો ત્યાં સુધી પહોંચ્યો કે પતિ તેની પત્ની સાથે રહેવા તૈયાર ન હતો. 6 મહિના પહેલા જ્યારે લોકડાઉન થયું ત્યારે યુવક પોતાનો પરિવાર છોડીને ક્યાંક જતો રહ્યો હતો. એકાદ-બે મહિના પછી ઘરનું તમામ રાશન અને પૈસા ખતમ થઈ ગયા. ત્યારે પરિસ્થિતી એવી ઉભી થઈ કે, મહિલાએ બાળકોનું પેટ ભરવા માટે ભીખ માંગવાની નોબત આવી ગઈ હતી.

સાસરીનાં લોકોને પણ ન આવી દયા
ઘણા દિવસો સુધી પતિ પાછો ફરે તેની રાહ જોઈ, પરંતુ તે પાછો ફર્યો ન હતો. મહિલા જ્યારે સાસરીએ ગઈ અને તેમની સામે આજીજી કરવા માંડી ત્યારે તેણે ઘરનો દરવાજો ખોલ્યો નહીં અને તેમને દયા પણ ન આવી. આવા સંજોગોમાં યુવતી પોતાના બાળકો સાથે ખંડવા આવી ગઈ હતી.

સાસરીનાં લોકોને પણ ન આવી દયા
ઘણા દિવસો સુધી પતિ પાછો ફરે તેની રાહ જોઈ, પરંતુ તે પાછો ફર્યો ન હતો. મહિલા જ્યારે સાસરીએ ગઈ અને તેમની સામે આજીજી કરવા માંડી ત્યારે તેણે ઘરનો દરવાજો ખોલ્યો નહીં અને તેમને દયા પણ ન આવી. આવા સંજોગોમાં યુવતી પોતાના બાળકો સાથે ખંડવા આવી ગઈ હતી.

પતિને કોઈ અફસોસ નહોતો
કાયદેસર રીતે ત્રણવાર છૂટાછેડા આપ્યા બાદ પોલીસે તાત્કાલિક પગલા લીધા અને પતિની ધરપકડ કરી. આ સિવાય મુસ્લિમ મેરેજ પ્રોટેક્શન એક્ટ 2019 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી પણ, યુવકના ચહેરા પર કોઈ પસ્તાવો ન હતો.

ભૂખ્યા મરતા રહ્યા, પરંતુ કોઈ પાસે આવ્યુ નહી
મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે લગ્ન કર્યા પછી તેના સાસરિયાના લોકો અને પતિએ તેની પાસેથી દહેજની માંગ કરવાનું શરૂ કરી દીધું હતું. ઘણી વખત પિતાએ મારું ઘર વસે તે માટે પૈસા આપ્યા હતા. પરંતુ તેમનો લોભ ઓછો થવાને બદલે વધતો રહ્યો. ઘણી વાર પતિએ મને ઘરમાંથી હાંકી કાઢવાની ધમકી પણ આપી હતી. પરંતુ તે એવું કરી શક્યો નહીં. લોકડાઉન સમયે તે ઘર છોડીને જતો રહ્યો હતો. અમે ભૂખે મરતા રહ્યા પરંતુ સાસરીવાળાઓએ અમારું ધ્યાન રાખ્યું નહીં.

બાળકો માટે બધું સહન કરતી રહી હતી
પીડિતાએ જણાવ્યું કે મારી સાથે એટલા જુલમ થયા પછી પણ હું મારા સંતાનો ખાતર પતિની સાથે રહેવા સંમત થઈ હતી. તેથી સમાધાન માટે મહિલા પરામર્શ કેન્દ્રમાં ગઈ હતી. જ્યાં પતિ પણ આવ્યો હતો, પરંતુ તેણે અમારી વાત સાંભળી નહી અને પોલીસની સામે તલાક-તલાક કહીને તલાક આપી દીધા હતા.

You cannot copy content of this page