Only Gujarat

Bollywood FEATURED

સંજુબાબાની હાલત દિવસ ને દિવસે લથડતી જાય છે, કેન્સરની સારવાર દરમિયાન આટલો નબળો જોવા મળ્યો

મુંબઈ: સંજય દત્ત હાલનાં દિવસોમાં ફેફસાંના કેન્સર સામે લડી રહ્યો છે. તેને ચોથા તબક્કાનું કેન્સર છે. થોડા દિવસો પહેલા તે તેની પત્ની માન્યતા દત્ત સાથે તેમના બંને બાળકોને મળવા દુબઇ ગયો હતો. દુબઈમાં બાળકો સાથે સમય વિતાવ્યા બાદ તે તાજેતરમાં જ મુંબઈ પરત ફર્યો છે. જણાવી દઈએ કે તેની બે કીમોથેરેપી થઈ ગઈ છે. અને હવે ત્રીજી કીમોથેરાપી કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં શરૂ થઈ છે. તાજેતરમાં હોસ્પિટલમાંથી સંજયના કેટલાક ફોટા બહાર આવ્યા છે. આ ફોટા જોઈને તેના પરિવારજનો જ નહીં પરંતુ ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જણાવી દઈએકે, દિવસ-દિવસે તેની તબિયત બગડી રહી છે.

સંજય દત્ત ફોટામાં અશક્ત દેખાઈ રહ્યો છે. આ ફોટો હોસ્પિટલના સ્ટાફમાંથી કોઈએ તેની સાથે ક્લિક કર્યો છે. આ વાયરલ ફોટામાં સંજયની હાલત ખૂબ નાજુક લાગે છે.

જે ફોટો સામે આવ્યા છે તેમાં સંજયનાં વજન નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ફોટોમાં તેનો લુક બદલાયેલો દેખાઈ રહ્યો છે. ચાહકો તેની રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા ફોટામાં સંજય લાઇટ બ્લુ કલરની ટી-શર્ટ અને ડાર્ક બ્લુ કલરના જીન્સમાં જોવા મળી રહ્યો છે. તેણે ચહેરા પર માસ્ક લગાવવાને બદલે, તેને તેના હાથમાં પકડી રાખ્યું છે.

સંજયનાં ખભા પર એક બેગ પકડી રાખી છે, અને તેના ચહેરા પર ઉદાસી અને ગાલ બેસેલાં દેખાઈ રહ્યા છે.

કીમોથેરાપી પછી સંજય દત્ત વધુને વધુ નબળો પડી રહ્યો છે. ડોક્ટરો કહે છે કે, તેને હજી કેટલી વધુ કીમોથેરપીની જરૂર પડશે, તે કહેવું મુશ્કેલ છે.

સંજયની સારવાર ડો.જલીલ પારકર કરી રહ્યા છે. કીમોથેરાપીનો પહેલો તબકકો પુરો થતાં, ડૉ.જલીલે કહ્યું હતું કે કીમોથેરાપી સરળ નથી અને ફેફસાના કેન્સર સાથે સંજયની લડાઇ પણ ખૂબ મુશ્કેલ છે. તેની ઘણી આડઅસર દેખાય છે.

જણાવી દઈએ કે,સારવાર દરમિયાન, લીલાવતી હોસ્પિટલના ડોકટરોએ તેમના ફેફસામાંથી લગભગ 1.5 લિટર પ્રવાહી કાઢ્યું હતું. સમાચાર અનુસાર, તેમના ફેફસામાં પ્રવાહી એકઠું થઈ રહ્યું છે.

ભલે સંજય ફેફસાંના કેન્સર સામે લડી રહ્યો છે, તેમ છતાં, તેણે આ રોગને તેના કામને આડે આવવા ન દીધો. તે સારવારની સાથે સાથે તેમની નવી ફિલ્મ શમશેરાના શૂટિંગ પર પણ ધ્યાન આપી રહ્યો છે. જો કે, મેકર્સ ઇચ્છે છે કે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થાય અને પછી કામ પર પાછા ફરે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સંજયની આગામી ફિલ્મોમાં શમશેરા, કેજીએફ ચેપ્ટર 2, પૃથ્વીરાજ, ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા અને તોરબાઝનો સમાવેશ થાય છે. આમાંની કેટલીક ફિલ્મ્સ પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે કેટલીક ફિલ્મોમાં થોડું કામ બાકી છે.

You cannot copy content of this page