Only Gujarat

FEATURED National

રાત્રે મહિનાની દીકરીને માતા કરાવતી’તી બ્રેસ્ટ ફીડિંગ, સવારે જે બન્યું તે સપનેય નહોતું વિચાર્યું

લંડનઃ કહેવાય છે કે, મા બનાવાનું સુખ દરેક ખુશીની તુલનામાં ઉત્કૃષ્ટ હોય છે પરંતુ આ સાથે મહિલા પર બહુ બધી જવાબદારી પણ આવી જાય છે. માને બાળકની સુરક્ષા માટે નાની નાની વાતોનું ધ્યાન રાખવું પડે છે. નહિ તો એક નાનકડી ભૂલ જિંદગીભર માટે પસ્તાવો આપી જાય છે. યૂકેમાં રહેતી એક મા સાથે પણ કંઇક આવી જ ઘટના બની. આ મહિલા માત્ર 18 વર્ષની ઉમેરે જ મા બની ગઇ. હવે 20 વર્ષની ઉંમરે આ મહિલાએ તેમના ભૂતકાળની એ કરૂણ ઘટના અન્ય પેરેન્ટસ સાથે શેર કરી છે. આ ઘટના શેર કરીને તે અન્ય પેરેન્ટસને પણ સાવધાન કરવા માંગે છે કે તે તેમની જિંદગીમાં આવી ભૂલ ન કરે. મહિલાએ ખુદ જણાવી દુર્ઘટનાની રાતની એક દુ:ખદ દાસ્તાન

યૂકેમાં રહેતી શૈનન માઉન્ડે તેમનો કડવો અનુભવ લોકો સાથે શેર કર્યો. શૈનન 18 વર્ષની ઉંમરે જ મા બની ગઇ હતી. ત્યારબાદ તે તેની દીકરીનો ખૂબ ખ્યાલ રાખતી હતી. પરંતુ તેને ક્યાં ખબર હતી કે તેમની એક ભૂલ તેને આટલી મોટી સજા મળશે.

માત્ર 17 વર્ષની હતી ત્યારે તેને ખબર પડી કે તે પ્રેગ્નન્ટ છે. આટલી નાની ઉંમરમાં સિંગલ માની જવાબદારી ઉઠાવવી કંઇ સરળ નહોતુ. પરંતુ શૈનની માએ તેને સપોર્ટ કર્યો. ત્યારબાદ 2018માં શૈનને તેમની દિકરીને જન્મ આપ્યો. તેનું નામ “લીલા રે” રાખ્યું. આટલી નાની ઉંમરમાં શૈનન પર બહુ બધી જવાબદારી આવી ગઇ હતી.


શૈનન તેમની દીકરી લીલા રેને સાથે લઇને જ સૂતી હતી. જુલાઇ 2018માં તે તેની દીકરી સાથે તેમના રૂમમાં સૂતી હતી. અચાનક ઊંઘમાં જ લીલા રે રડવા લાગી. શૈનને તેને ઉઠાવી અને છાતીથી લગાવીને દૂધ પીવડાવવા લાગી. બાળકી હજુ બ્રેસ્ટ ફીડીંગ કરતી હતી અને શૈનનને ઊંઘ આવી ગઇ. જ્યારે બાળકીના માોમાં સ્તન હતું. આ કારણથી થોડા સમય બાદ બાળકીનો શ્વાસ ઘૂંટાવવા લાગ્યો અને શ્વાસ ના લેવાતા બાળકીનું મોત થઇ ગયું.

સવારે જ્યારે શૈનને તેમની દીકરીને જોઇ તો તેના શ્વાસ બંધ હતા. તેનો ચહેલો પીળો પડી ગયો હતો. હોઠ બ્લૂ થઇ ગયા હતા. તેમની બાળકીનો આવો હાલ જોઇને શૈનન ખૂબ જ ભાંગી પડી. શૈનનને તેની એક ભૂલના કારણે તેની દીકરીને ગુમાવી દીધી.

લોકો સાથે આ વાત શેર કરતાં શૈનને જણાવ્યું કે, દીકરીને ગુમાવવાની વેદના તો હતી જ પરંતુ આસપાસના લોકોએ દુ:ખમાં સાંત્વના આપવાના બદલે આ પીડાને વધારવાનું કામ કર્યું. લોકોએ બેબી કિલરનું નામ આપી દીધું. લોકો તેમની તકલીફ સમજવાની બદલે વધુ માનસિક ત્રાસ આપ્યો.

શૈનને તેની કરૂણ ઘટના લોકો સાથે શેર કરતા જણાવ્યું કે, મેં કરી એવી ભૂલ આપ ક્યારેય ન કરશો. દુર્ઘટના કોઇ પણ સાથે થઇ શકે છે.

You cannot copy content of this page