Only Gujarat

Gujarat

સગીરાને ઉંઘની દવા પીવડાવી હવસનો શિકાર બનાવી, લોકોમાં આરોપીઓ સામે ભારે રોષ

ઉત્તરપ્રદેશના હાથરસ ગામમાં 19 વર્ષની યુવતી પર ગેંગરેપ અને હત્યાની ઘટનાથી દેશભરમાં આક્રોશ વ્યાપ્યો છે ત્યારે જામનગરમાં આવી જ એક ધ્રૃણાસ્પદ ઘટના સામે આવી છે. જામનગરના યાદવનગરમાં રહેતી 17 વર્ષની સગીરા પર ચાર નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચર્યુ હતું.

બનાવની જાણ પોલીસને થતા જ ઘટનાસ્થળે દોડી જઈ પરિવારજનોના નિવેદન નોંધી ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. ચોંકાવનારી વાત એ છે કે સગીરાને ઊંઘની દવા પીવડાવી ચાર હરામખોરોએ હવસની શિકાર બનાવી હતી. આ ઘટનાને લઈને જામનગરના લોકોમાં આરોપીઓ સામે ભારે રોષ વ્યાપ્યો છે.

આ બનાવ બન્યો છે જામનગરની ખોડિયાર કોલોની વિસ્તારના મહાદેવ નગરમાં. 28 સપ્ટેમ્બરના રોજ બનેલી આ ઘટના અંગે 2 ઑક્ટોબરના રોજ ફરિયાદ નોંધાઈ છે. પોલીસનું માનીએ તો પીડિતા સગીરા સાથે એક આરોપીને સંબંધ હતો. ત્યારબાદ આરોપીના ત્રણ મિત્રોએ પણ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ તે પહેલા સગીરાને ઊંઘની દવા આપી દીધી હતી. ત્યારબાદ આ હવસખોરોએ તેને પીંખી નાખી હતી.

આરોપીઓએ શરમજનક કરતૂતનો આરોપીઓ વીડિયો પણ બનાવ્યો. દુષ્કર્મ આચર્યા બાદ ચારેય યુવાનો ફરાર થઈ ગયા હતા. આ મામલે પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે દર્શન ભાટિયા, મીલન ભાટિયા, દેવકરણ ગઢવીની ધરપકડ કરી છે, જયારે મોહિત ભાટિયા નામનો આરોપી ફરાર છે. જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી છે.

ઝડપાયેલા ત્રણેય આરોપી મહાદેવનગર વિસ્તારના જ છે. આ કેસમાં ઈપીકો કલમ 376 ડી, પોક્સો એક્ટ 4, 5,6 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ પરિવારજનોએ સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી છે. હાલમાં જામનગર મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ તપાસ ચલાવી રહ્યા છે. લોકો ચારેય શખ્સો પર ફિટકાર વરસાવી રહ્યા છે.

You cannot copy content of this page