Only Gujarat

National

પ્રખ્યાત જાદુગરે ગુજરાન ચલાવવા માટે શરૂ કરી શાકભાજીની લારી, કહ્યું- ‘આમા કંઈ ખોટું નથી’

જયપુર: કોરોના મહામારીના કહેરે લોકોના જીવન ધોરણ પર સંપૂર્ણ રીતે બ્રેક લગાવી દીધી છે. વેપારી હોય કે રોજીંદા મજુર બધાને મોટો આર્થિક ફટકો પડ્યો છે. સામાન્ય નાગરિકોની વચ્ચે મનોરંજનના સાધન હતા તેમના પર પણ બ્રેક લાગી ગઇ છે. પોતાની આંગળી અને હાથની સફાઇથી હૈરતઅંગેજ કરતબો દેખાડી લોકોને આશ્ચર્યચકિત કરનારા જાદુગર આરજે સમ્રાટની જાદુગરીને લોકડાઉને ખતમ કરી નાખી છે. હવે તેઓ રેકડી લગાવી શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે.

જાદુગર આર જે રાતના સમયે જ શાકભાજી વેચે છે. આ અંગે જ્યારે મીડિયાવાળા જાદુગર આરજે પાસે પહોંચ્યા તો તેઓએ કહ્યું કે જો મને ઓળખી જશે તો કહેશે કે એક જાદુગરને પણ શાકભાજી વેચવી પડી રહી છે. જાદુગરનો એવો ક્રેઝ હોય છે કે લોકો અમારા શોને જોયા બાદ હકીકતમાં આવો જાદુ કરી ચમત્કાર કરનારા સમજે છે પરંતુ આ માત્ર વિજ્ઞાન અને હાથની આંગળીની કઠોર પ્રેક્ટિસ હોય છે.

જવાહર કોલોની ધોલપુરમાં રહેતા જાદુગર આરજે સમ્રાટ એટલે કે રાજુ મહૌર અત્યારસુધીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશમાં 400થી વધુ શો કરી ચૂક્યા છે. આજના સમયમાં તે કોઇ મેળામાં શો કરવાને સફળ ગણે છે. જાદુગર આરજે સમ્રાટની ટીમમાં 13થી 14 વ્યક્તિનો સ્ટાફ હતો. લોકડાઉનના કારણે અત્યારે બધા પોતાના ઘરે ગયા છે અને મારી જેમ પાર્ટટાઇમ ધંધો કરી ગુજરાન ચલાવી રહ્યાં છે.

સમ્રાટે કહ્યું કે મેં ત્રણ-ચાર દિવસથી જ શાકભાજી વેચવાનું શરૂ કર્યું છે કારણ કે એવી સ્થિતિ છે કે અત્યારે કોરોના મહામારીના કારણે લોકડાઉન ખુલશે નહીં. જો આવી જ રીતે બેસી રહીશું તો ઘરનું ગુજરાન કેવી રીતે થશે. આવો વિચાર કરી રોજ માર્કેટમાંથી શાકભાજી લાવી લારી ચલાવી રહ્યો છું. જીવનમાં પ્રથમ વખત જાદુ સિવાય બીજું કામ કર્યું છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે અત્યારે બીજો કોઇ ઉપાય ન દેખાયો અને એક દિવસ શાકભાજી વેચવાનો વિચાર આવ્યો જેમાં કંઇ ખોટું પણ નથી.

સમ્રાટે જણાવ્યું કે છેલ્લા શોમાં ભિંડમાં હતો અને હજુ સામાન પણ ત્યાંજ પડ્યો છે. સ્ટાફને ઘર ખર્ચ મોકલી દીધો છે. ભિંડમાં મેજિક શો લગાવવાનો હતો કે લોકડાઉન લાગુ થઇ ગયું જેના કારણે અમારો સામાન પણ ત્યાં જ પડ્યો છે. મારા શોમાં 20 આઇટમ છે અને મેળામાં થતા મેજિક શો એક કલાક આસપાસ હોય છે. આ પ્રકારનો શો કોઇ શહેરમાં થાય તો દોઢથી બે કલાકનો શો થાય છે. મોટાભાગે અમે મેળામાં જ શો કરીએ છીએ. સમ્રાટે જણાવ્યું કે તેઓ 15 વર્ષથી શો કરી રહ્યાં છે. એક દિવસમાં અંદાજે 8થી 10 શો કરે છે અને દોઢ કલાકના પ્રોગ્રામમાં 2થી 3  શો હોય છે.

You cannot copy content of this page