Only Gujarat

National TOP STORIES

મોટો દાવો: દેશમાં 100 દિવસમાં ખતમ થઈ જશે કોરાનાનો કહરે પણ…..

દેશમાં ફેલાઇ રહેલ કોરોના સંક્રમણ વચ્ચે લોકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, સપ્ટેમ્બરના મધ્યકાળ સુધીમાં કોરોના ખતમ થઈ શકે છે. આ દાવો આરોગ્ય મહાનિર્દેશાલયના ઉપ-મહાનિર્દેશક (પબ્લિક હેલ્થ) ડૉ. અનિલ કુમાર અને સહ ઉપ-મહાનિર્દેશક (લેપ્રોસી) ડૉ. રૂપાલી રૉયે મેથ્સના બેલી મૉડેલના આધારે રિસર્ચ કર્યા બાદ કર્યો છે. આ સ્ટડી રિપોર્ટ એપિડેમીલૉજી ઈન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત થયો છે. રિપોર્ટ અનુસાર રવિવાર 7 જૂનથી મંગળવાર 15 સપ્ટેબર 2020 સુધીમાં 100 દિવસમાં કોરોના વાયરસ ખતમ થઈ જશે. જોકે આ પહેલાં એમ્સના જાણકારોએ કહ્યું હતું કે, જૂન-જુલાઇમાં કોરોના સંક્રમણ ચરમ સીમાએ પહોંચશે.

સંક્રમિત અને ઠીક થનાર દરદીઓની સંખ્યા સરખે-સરખી
આ અધ્યયનમાં મેથેમેટિક બેઝ્ડ બેલી મૉડલને આધાર માનવામાં આવ્યું છે, આ આનુસાર કોઇપણ સંક્રમણ ત્યારે ખતમ થઈ જાય છે, જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા બીમારીથી ઠીક થનાર લોકોની સંખ્યા બરાબર થઈ જાય અથવા તેમનું મૃત્યુ થઈ જાય. એટલે કે, સંક્રમિત લોકોની સંખ્યાના બરાબર સામે તેનાથી ઠીક થનાર લોકોની સંખ્યા કે તેનાથી મૄતકોની સંખ્યા અને ઠીક થનાર દર્દીઓની મળીને થતી સંખ્યા બરાબર થાય.

આ વૈશ્વિક મહામારીના આકલન માટે બૈલી મૉડલ રિલેટિવ રિમૂવલ રેટ એટલે કે બીએમઆરઆરઆર કાઢવામાં આવે છે. એટલે બીમારીથી ઠીક થનાર અને મૃત્યુ પામનાર લોકોની સંખ્યાના આધારે નક્કી થાય છે.

50% પહોંચ્યો બીએમઆરઆરઆર
સંશોધનમાં 19 મે સુધીના આંકડા દર્શાવવામાં આવ્યા છે. ત્યારે દેશમાં 1,06,475 લોકો સંક્રમિત હતા, જેમાં 42,306 લોકો ઠીક થઈ ચૂખ્યા હતા. મૃતકોની સંખ્યા 3,302 હતી. આ પ્રમાણે બીએમઆરઆરઆર રેટ 42% હતો. ડૉ. અનુલ જણાવે છે કે, આ સંક્રમણ ત્યાં સુધી ખતમ નથી થતો જ્યાં સુધી આ બીએમઆરઆરઆર 100% થઈ જાય.

અત્યારે બીએમઆરઆરઆર 50% ટકા સુધી પહોંચી ગયો છે. આ ગણતરી અનુસાર સપ્ટેમ્બરના મધ્યકાળ સુધીમાં તે 100% સુધી પહોંચી જશે. એટલે આ સંક્રમણ ખતમ થઈ જશે.

“100% ગેરંટી નથી આ પરિણામોની”
ડૉ. અનિલ જણાવે છે કે, યૂરોપના ઘણા દેશોમાં બેલી મૉડેલના આધારે આકલન કરવામાં આવ્યું છે. તેનાં પરિણામ એકદમ સટિક નીકળ્યાં છે. જોકે આ ગણતરી સફળ થવા પાછળ બીજા ઘણા કારકોનો પ્રભાવ રહે છે, એટલે આ પરિણામોની સો ટકા ગેરંટી નથી હોતી.

જૂન-જુલાઇથી સંક્રમણ પીક પર રહેશે
બેલી મોડેલના દાવા પહેલાં એમ્સ ન્યૂ દિલ્હીના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ દાવો કર્યો હતો કે, જૂન-જુલાઇમાં કોરોના સંક્રમણ ભારતમાં પીક પર રહેશે, ત્યારબાદ સંક્રમણની અસર ઘટવા લાગશે. ડૉ. રણદીપનો આ અંદાજો યોગ્ય લાગવા લાગ્યો છે. જૂન શરૂ થતાં જ સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધવા લાગી છે.

દેશમાં કોરોનાની પરિસ્થિતિ
દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 લાખ 46 હજાર 600 ને પાર થઈ ગઈ છે. 1 લાખ 700 આસપાસ લોકો ઠીક પણ થઈ ગયા છે. સંક્રમણના શિકાર 7000 આસપાસ લોકોનાં મૃત્યુ પણ નીપજી ચૂક્યાં છે. દર એક દિવસમાં દસ હજાર આસપાસ નવા કેસ સામે આવે છે અને ત્રણસો આસપાસ લોકોનાં મૃત્યુ નીપજે છે.

મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત થયું છે. અહીં સંક્રમિત દર્દીઓની સંખ્યા 83 હજાર કરતાં પણ વધી ગઈ છે. જ્યારે 3000 આસપાસ લોકોનાં મૃત્યુ નીપજી ચૂક્યાં છે.

You cannot copy content of this page