Only Gujarat

FEATURED International

આ ઈસ્લામિક દેશના કડક કાયદાઓ વચ્ચે આ મહિલાઓ આ રીતે મનાવે છે વેલેન્ટાઈન ડે

શારજહાંઃ સામાન્ય રીતે મુસ્લિમ દેશમાં કાયદા ઘણાં જ કડક હોય છે. આ ઇસ્લામિક દેશમાં યુવતીઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો છે. અહીં પરાયા પુરુષ સાથે રસ્તા પર જો કોઇ મહિલા વાત પણ કરી લે તો તેને જાહેરમાં કોરડા ફટકારવામાં આવે છે. આટલું જ નહીં જો મહિલાઓને લગ્ન પહેલા સંબંધ બાંધ્યા હોય અને આ વાતની જાણ થઈ જાય તો તેને મોતની સજા મળે છે. આજે અમે એ જણાવીશું કે આ મહિલાઓ કેવી રીતે વેલેન્ટાઇન ડે પર પોતાના પ્રેમીઓને શોધે છે.

ઇસ્લામિક દેશ સાઉદી અરેબિયામાં પ્રેમને જાહેરમાં દર્શાવવા પર પ્રતિબંધ છે.

ભારતમાં જેમ તમામ પાર્કમાં પ્રેમી યુગલ જોવા મળે છે, તેવું સાઉદી અરેબિયામાં કર્યું તો સીધી મોતની સજા મળે છે.

સાઉદી અરેબિયામાં ઇસ્લામિક કાયદો લાગુ છે, જેના કારણે જો પ્રેમી યુગલને સાર્વજનિક સ્થાન પર પકડવામાં આવે તો તેમને કડક સજા ફટકારવામાં આવે છે.

આવું વર્ષોથી ચાલતું આવે છે, જેના કારણે મહિલા પ્રેમ અને ઇશ્કબાજીથી દૂર જ રહતી હતી. પરંતુ જ્યારથી સાઉદી અરેબિયાના રાજકુમાર મોહમ્મદ બિલ સલમાને અહીં સોશિયલ મીડિયાને થોડી આઝાદી આપી છે. ત્યારથી આ મામલે થોડી રાહત મળતી દેખાઇ છે.

હવે આ દેશમાં મહિલાઓ સોશિયલ મીડિયા પર પ્રેમ શોધી રહી છે. સોશિયલ મીડિયા આવવાથી અનેક એપ્સ આવી ગયા છે. જેની મદદથી મહિલાઓ પ્રેમીની શોધ કરે છે.

અનેક પ્રકારની ડેટિંગ એપ્સ પર યુવક-યુવતીઓ મળી રહ્યાં છે. મહિલાઓ પોતાના પ્રેમી સાથે વાતચીત કરે છે.

જોકે, હજુ પણ લોકો જાહેરમાં મળતા અચકાઇ રહ્યાં છે. કારણ કે જૂના નિયમ પ્રમાણે તેઓ પકડાય તો મોતની સજા મળે છે.

એક યુવકે જણાવ્યું કે આ દેશમાં ખુલ્લેઆમ ગુલાબ વેચવું ડ્રગ્સ વેચવા બરાબર છે. આવું કરવા પર પણ મોતની સજા મળે છે.

મહિલાઓ હવે ઓનલાઇ જ યુવકોને મળે છે અને પ્રેમભરી વાતચીત કરે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page