Only Gujarat

International

એક જ જગ્યાએ વાંચો વિશ્વમાં બનતી 7 વેક્સિન વિશેની લેટેસ્ટ જાણકારી, ક્લિક કરો

નવી દિલ્હીઃ કોરોના વાઈરસની વેક્સિન અંગે જેમ-જેમ એહવાલ સામે આવતા હોય છે તેમ લોકોમાં આશા વધે છે. વર્તમાન સમયે 150 વેક્સિન એવી છે જેની ટ્રાયલ ચાલી રહી છે. આ વેક્સિનમાંથી 6 તો અંતિમ તબક્કાની ટ્રાયલમાં છે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વર્ષના અંતસુધીમાં લોકોને એક અસરકારક વેક્સિન મળી જશે. અમે તમારી સમક્ષ આ તમામ વેક્સિન સંદર્ભે માહિતી રજૂ કરી રહ્યાં છીએ.’

1.મૈસાચુસેટ્સ સ્થિત બાયોટેક કંપની અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાથે મળીને નવી પદ્ધતિથી વેક્સિન બનાવવા પર કામ કરી રહી છે. આ વેક્સિન વાઈરસના જીનેટિક મટેરિયલ, મેસેન્જર આરએનએ (mRNA)પર કામ કરે છે. અન્ય વેક્સિનની જેમ આ વાસ્તવિક વાઈરસ પર કામ નથી કરતી પરંતુ તે એક વાઈરલ પ્રોટીન તૈયાર કરે છે જે વાઈરસની નકલ કરે છે. આ એક પ્રકારની નવી ટેકનોલોજી છે. જો તેને મંજૂરી મળી જાય છે તો mRNA-1273 આ પ્રકારની પ્રથમ વેક્સિન બનશે. આ વેક્સિનની કિંમત 32-37 ડૉલર (2388-2761 રૂપિયા જેટલી) હશે.

2. ન્યૂયોર્ક સ્થિત ફાઈઝર (Pfizer) જર્મન બાયોટેક કંપની BioNTech સાથે મળી વેક્સિન પર કામ કરી રહી છે. આ વેક્સિન પણ mRNA પ્લેટફોર્મ પર આધારિત છે. આ જર્મન કંપની અગાઉ પણ કેન્સર સંબંધિત વેક્સિન બનાવી ચૂકી છે. ફાઈઝરે અમેરિકન સરકાર સાથે મળી લગભગ 195 કરોડ વેક્સિનનો જથ્થો પૂરો પાડવાનો કરાર પણ કરી લીધો છે. આશા છે કે આ વેક્સિનને ઓક્ટોબર 2020 સુધીમાં રેગ્યુલેટરી મંજૂરી મળી જશે. આ વેક્સિનની કિંમત 19.50 ડૉલર (1454 રૂપિયા) જેટલી રહેશે.

3. ઓક્સફોર્ડે ChAdOx1 nCoV-19 વેક્સિન માટે એસ્ટ્રાજેનેકા સાથે ભાગીદારી કરી છે. આ વેક્સિન અંતિમ તબક્કાની ટ્રાયલ હેઠળ છે. જો આ વેક્સિન સફળ થશે તો આશા છે કે આ સપ્ટેમ્બર મહિના સુધી માર્કેટમાં આવી જશે. આ વેક્સિનની કિંમત 4 ડૉલર (297 રૂપિયા) જેટલી રહેશે.


4. ચાઈના નેશનલ બાયોટેક ગ્રૂપ (CNBG)ની સિનોફાર્મ કંપનીનું કહેવું છે કે તેમની વેક્સિન ડિસેમ્બર સુધીમાં બજારમાં આવી જશે. કંપનીના સીઈઓએ જણાવ્યું કે, વેક્સિનના 2 ડોઝ 1000 યુઆન (10,853 રૂપિયા)થી ઓછી રકમ આપવી પડશે. આ વેક્સિન માટે પણ ત્રીજા તબક્કાની અંતિમ ટ્રાયલ અબુધાબી, યુએઈમાં 15000 વોલેન્ટિયર્સ પર કરવામાં આવી રહી છે.

5.સિનોવેક બાયટેકની કોરોનાવેક વેક્સિન એક ઈનએક્ટિવેટેડ વેક્સિન છે એટલે કે વેક્સિન નિષ્ક્રિય વાઈરસ પર આધારિત છે. તેના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે 9000 લોકોની ભરતી કરવામાં આવી રહી છે, જેમાં મોટાભાગના હેલ્થ વર્કર્સ લોકો જોડાયેલા રહેશે. ત્રીજા તબક્કાની ટ્રાયલ બાઝિલમાં પણ ઘણા સ્થળે કરવામાં આવી રહી છે. જોકે હાલ તેની કિંમત નક્કી કરવામાં નથી આવી.

6. Ad5-nCoV વેક્સિનને ચીનમાં સૈન્ય માટે ઉપયોગની મંજૂરી મળી ચૂકી છે. CanSinoBIOની આ વેક્સિન એડિનોવાઈરસ આધારિત વાઈરલ વેક્ટર ટેક્નિક પર બની છે, તેને બેઈજીંગ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેકનોલોજીના સહયોગથી બનાવવામાં આવી છે. 29 જૂન 2020ના ચીનના સેન્ટ્રલ આર્મી કમિટીએ Ad5-nCoVને ચીની સૈન્યમાં એક વર્ષ સુધી ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે.

7. ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ કંપની વિશ્વની સૌથી મોટી વેક્સિન મેન્યુફેક્ચરર કંપની છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટે કરોડોની સંખ્યામાં વેક્સિન બનાવવા માટે ડીલ કરી છે. કંપનીના ચેરમેન સાઈરસ પૂનાવાલાએ કહ્યું કે, તેમની વેક્સિનની કિંમત 1000 રૂપિયા રહેશે પરંતુ જો સરકાર ઈચ્છશે તો તેઓ પોતાના નાગરિકોને તે નિઃશુલ્ક પણ આપી શકે છે. SIIના કાર્યકારી ડિરેક્ટર સુરેશ જાધવે કહ્યું કે, જેવી જ વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂર્ણ થશે તાત્કાલિક વેક્સિન બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.

11 ઓગસ્ટના રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો હતો કે તેમણે વિશ્વની પ્રથમ કોરોના વાઈરસ વેક્સિન Sputnik V લૉન્ચ કરી દીધી છે. રશિયાની આ વેક્સિન ઈમ્યુનિટી વધારવામાં સફળ સાબિત થઈ છે. રશિયાના ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડના સીઈઓએ જણાવ્યું કે, આ વેક્સિનનું મોટા પ્રમાણમાં ઉત્પાદન ભારત સાથે ભાગીદારી કરીને કરવાની ઈચ્છા છે. જોકે તેની કિંમત અંગે કોઈ ખુલાસો થયો છે. તાજેતરમાં રશિયા તરફથી બીજી વેક્સિન તૈયાર કર્યાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. આ વેક્સિનને કારણે Sputnik Vના કારણે થનારી કોઈપણ સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી.

 

You cannot copy content of this page