Only Gujarat

International

કોરોનાએ મચાવ્યો કહેર, અહીં મર્યા પછી લાશને દફનાવવા માટે સરખી જગ્યા પણ નથી નસીબ

કોરોનાનો કહેર આખી દુનિયામાં સતત વધી રહ્યો છે. દુનિયાના કેટલાક દેશોમાં એટલા વધુ મોત થઈ રહ્યા છે કે લાશો દફનાવવાની જગ્યા નથી મળી રહી. આ કારણે શબોને સામૂહિક રીતે દફનાવવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા ઈરાનથી એ ખબર આવી હતી કે ત્યાં કોરોનાનો શિકાર થઈ ચુકેલા હજારો લોકોને સામૂહિક કબરમાં દફનાવવામાં આવી છે. જે બાદ અમેરિકાના ન્યૂયૉર્કમાં પણ કોરોનાથી મોટી સંખ્યામાં થયેલા મોત બાદ શબને સામૂહિક કબરમાં દફનાવવામાં આવ્યા. તેમની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. અમેરિકામાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે બ્રાઝીલથી પણ એવા અહેવાલો આવી રહ્યા છે કે કોરોનાથી મોનો શિકાર થયેલા લોકોને દફનાવવા માટે કબરમાં જગ્યા ઓછી પડી રહી છે.

બ્રાઝીલમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 2700 લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યાંના એક શહેર માનૌસથી રોજ 100 લોકોના મરવાના અહેવાલો આવી રહ્યા છે. ત્યાંના મેયર આર્થર વર્જિલિયો નીટોનું કહેવું છે કે અચાનક કોરોનાથી થતી મોતનો આંકડો વધી ગયો છે. તેમનું કહેવું છે કે શહેરના કબ્રસ્તાનમાં એટલી જગ્યા જ નથી બચી કે તમામ મૃતકો અલગ-અલગ દફનાવવામાં આવે.

અંતિમ સંસ્કાર કરનારા લોકોની પણ કમી છે. બ્રાઝીલમાં કોરોનાના સંક્રમણના અત્યાર સુધીમાં 43 હજાર 79 મામલાઓ સામે આવી ચુક્યા છે. ત્યાં જ, 2700 લોકોના મોત થઈ ચુક્યા છે. મંગળવારે કોરોનાના નવા સંક્રમણના 2336 મામલાઓ સામે આવ્યા છે. હાલત રોજ-રોજ ખરાબ થઈ રહ્યા છે, તેમ છતાં લૉકડાઉન, ક્વોરન્ટાઈન અને સોશિયલ ડિસ્ટન્સનો વિરોધ કરી રહ્યા છે. તસવીરોમાં જુઓ કોરોનાથી થઈ ગઈ છે કેવી સ્થિતિ.

આ બ્રાઝિલના માનૌસ શહેરનું સ્મશાન છે. અહીં કોરોનાથી રોજ મરતા લોકોના આંકડો 100ને પાર ગયો છે. અહીં એટલી જગ્યા નથી કે શબને અલગ-અલગ દફનાવવામાં આવે. આ બ્રાઝીલના એક શહેરની ગીચ વસતી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું સરળ નથી હોતું. આવી જગ્યાઓ પર કોરોના વાયરસનો ચેપ જલ્દીથી ફેલાય છે અને ખૂબ જ તબાહી મચાવે છે.

બ્રાઝીલની રાજધાની બ્રાસીલિયાની એક હોસ્પિટલમાં કોરોના પીડિતોનો ઈલાજ ચાલી રહ્યો છે. આ દેશમાં હૉસ્પિટલોની વ્યવસ્થા સારી ન હોવાના કારણે લોકોને ખૂબ જ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ક્વોરન્ટાઈન કરવાનો પણ અહીં લોકો વિરોધ કરી રહ્યા છે. બ્રાઝીલની રાજધાની બ્રાસીલીયાની એક ઝુંપડપટ્ટી. જે દુનિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટીઓમાંથી એક છે. આવી જગ્યા પર કોરોનાના ચેપને ફેલાતો રોકવો સરળ નથી.

બ્રાઝીલના શહેર માનૌસમાં સામૂહિક રીતે કોરોનાના શિકાર લોકોના શબને દફનાવવામાં આવી રહ્યા છે. અહીં કોરોના ખૂબ જ તેજીથી આગળ વધી રહ્યો છે. સામૂહિક રૂપથી શબને દફનાવવામાં સુરક્ષાનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. હેલ્થ વર્કર પોતાના નિરીક્ષણ નીચે શબને દફનાવવાની વ્યવસ્થા કરે છે.

બ્રાઝીલના એક શહેરમાં કોરોનાના દર્દીઓનો ઈલાજ હૉસ્પિટલની બહાર ટેન્ટ લગાવીને કરવામાં આવી રહ્યો છે, કારણ કે અંદર જગ્યા ઓછી પડી રહી છે. દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. બ્રાઝીલના શહેર માનૌસમાં શબને સામૂહિક રીતે ગફનાવ્યા બાદ ત્યા બેઠેલા હેલ્થ વર્કર નજરે પડી રહ્યા છે.

માનૌસના એક કબ્રસ્તાનમાં શબને દફનાવવા માટે કર્મચારી કબર ખોદવામાં લાગ્યા છે. આ શહેરમાં જ્યાં રોજ 100થી વધુ મોત રોજ થાય છે ત્યાં કબ્રસ્તાનમાં જગ્યાની કમી થવી કોઈ મોટી વાત નથી.

You cannot copy content of this page