Only Gujarat

International TOP STORIES

ફરવાના શોખીનો માટે ખુશખબર! કોરોના બાદ આ દેશોમાંએ પર્યટકોને આકર્ષવા માટે આપી ઘણી છૂટછાટ

કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં ઘરે રહીને જો આપ કંટાળી ગયા હો અને કંઇ ફરવા જવાનો પ્લાન કરતા હો તો આપના માટે સારા સમાચાર છે. જી હાં, કેટલાક દેશોએ એવો નિર્ણય કર્યો છે. કે ટૂરિસ્ટનો અડધો ખર્ચ સરકાર ઉઠાવશે. લોકોડાઉનના કારણે આ દેશોનું પર્યટન રિવેન્યૂ સંપૂર્ણ રીતે ઠપ્પ છે. જેના કારણે આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ કારણથી અને અર્થતંત્રને ગતિ આપવા માટે આ સ્કિમ લાવવામાં આવી છે. આ દેશોનું માનવું છે કે, આ આકર્ષક સ્કિમથી પ્રવાસી ચોક્કસ આકર્ષાશે. તો ચાલો એ દેશોના નામ જાણી લઇએ જે મહામારીમાં પ્રવાસીઓનો અડધો ખર્ચ ઉઠાવવા તૈયાર છે.

1. જાપાન: જાપાન સરકારે પણ પર્યટકોને આકર્ષિત કરવા માટે અડધો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. અહીંની સરકાર પ્રવાસીઓના પ્લેનનો પણ અડધો ખર્ચ ઉઠાવશે. આ સાથે પ્રવાસીઓનો અન્ય ખર્ચ ઉઠાવવાનો પણ નિર્ણય લીધો છે. જાપાનની ટૂરિઝમ એજન્સીના પ્રવક્તા હિરોશી તબાટાએ જણાવ્યું કે, ટૂરિસ્ટને આકર્ષિત કરવા માટે જાપાન સ્કિમ લાવી રહી છે.  જોકે જાપાનના પર્યટન વિભાગે આ પર્યટકોનો ખર્ચ ઉઠાવવાની વાતને નકારી દીધી હતી.

જાપાન સરકારે 12.8 બિલિયન ડોલર એટલે કે 9 ખરબ ડોલરના પેકેજની જાહેરાત કરી છે. આ સાથે સરકાર પ્રવાસીઓના અન્ય ખર્ચ ઉઠાવવાનું પણ વિચારી રહી છે.

2. મેક્સિકો:  મૈક્સિકોમાં પણ ટૂરિસ્ટને રીઝવવા માટે આકર્ષક સ્કિમ છે. જી હાં અહીં સરકાર ટૂરિસ્ટને ફ્રી હોટલની સુવિધા આપશે. તેમજ કેટલીક હોટસમાં 2 નાઈટની સાથે 2 નાઇટ ફ્રીની સ્કિમ રાખી છે.

સરકારને આશા છે કે, આ સ્કિમથી ટૂરિસ્ટ આકર્ષાશે અને ટૂરિસ્ટ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. સાથે આ સ્કિમથી પ્રવાસીઓ આકર્ષાય તેવી આશા છે.

3. બુલ્ગારિયા: બિલ્ગારિયામાં ટૂરિસ્ટ માટે બીચ ખોલી દેવાયા છે. અહીં જવા માટે કોઇ ચાર્જ નથી રાખવામાં આવ્યો. તેમજ લોન્જર્સ અને અમ્બ્રેલાની સેવા પણ ફ્રીમાં આપવામાં આવી રહી છે.

ટૂરિસ્ટ માટે પહેલાથી ખુલી ગયેલા આ દેશો હજુંપણ અન્ય ઓફર્સ લાવીને પ્રવાસીઓને આકર્ષવાના પ્રયાસ કરી રહ્યાં છે.

You cannot copy content of this page