Only Gujarat

National TOP STORIES

ચીન-ભારતમાં કઈ બાબતમાં કોણ શક્તિશાળી? કયા દેશ પાસે કેટલી આર્મી?

ભારત અને ચીન વચ્ચે એલએસી પર સતત તણાવ વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક ચાલું છે. કોરોનાના કારણે દુનિયાભરમાં ઘેરાયેલું ચીન હચમચી ગયું છે. મીડિયા રિપોર્ટ મુજબ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સેનાના આદેશ આપ્યો છે. તે ટ્રેનિંગ વધારે અને યુદ્ધ માટે તૈયાર રહે તો બીજી બાજુ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, તે તેમના સ્ટેન્ડ પરથી પીછેહટ નહીં કરે અને સીમાવર્તી વિસ્તારમાં રોડ બનાવવાનું કામ ચાલું રાખશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ચીન અને ભારત વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બની શકે છે. ભારતની તુલનામાં ચીન એટલો શક્તિશાળી દેશ નથી. તેથી વર્તમાન પરિસ્થિતિમાં ભારતની શક્તિને ઓછી આંકવી ભૂલ ભરેલું હશે. આવો જાણીએ ક્યા દેશની આર્મી કેટલી શક્તિશાળી છે.

ભારતીય સેના વધુ શક્તિશાળી
સૈનિકોની વાત કરીએ તો ચીન ભારતથી આગળ છે. ચીનમાં 22.6 લાખ સૈનિક છે. તો ભારતમાં 13.9 લાખ સૈનિક છે પંરતુ રિઝર્વ સૈનિકોની વાત કરીએ તો ચીનની પાસે માત્ર 14.52 લાખ સૈનિક છે. જ્યારે ભારતની પાસે તેનાથી ડબલ એટલે કે ,28.44 લાખ છે.

ગ્લોબલ ફાયર પાવર વેબસાઇટ મુજબ ભારતની પાસે કુલ 42.07 લાખ સૈનિક છે, જ્યારે ચીનની પાસે 37.12 લાખ સૈનિક છે. થલ સેનાના ટેન્કસની વાત કરીએ તો ચીન આ મામલે ભારતની આગળ છે. ચીનની પાસે 6457 યુદ્ધ ટે્કસ છે. જ્યારે ભારતીય સેના પાસે 442 ટેન્ક્ છે. જો કાગલ પર ના આંકડાં છોડી દઇએ તો ભારતની પાસે ચીનની તુલનામાં બહુ મોટા ટેન્ક બોર્ડર પર તૈનાત છે. ભારત પાસે બખ્તર બંધ યુદ્ધ વાહન 6704 છે. તો ચીનની પાસે 4788 યુદ્ધ વાહન છે.સ તોપખાનાના મુદ્દે પણ ભારત ચીનની આગળ છે. ચીનની પાસે 6246 તોપખાના છે તો ભારત પાસે 7414 તોપખાના છે.

એરફોર્સ કોની કેટલી શક્તિશાળી?
ચીનની પાસે સૈનિકોને લાવવા લઇ જવા માટે 1271 વિમાન છે. જ્યારે ભારતની પાસે એવા 676 વિમાન છે. તો ચીનની પાસે 1385 યુદ્ધ વિમાન છે. ભારતની પાસે એવા વિમાનની સંખ્યા 809 છે.

ભારતની સહાયતા પ્રણાલી ઉત્તમ
ચીનની તુલનામાં ભારત પાસે ઓછા ફાઇટર પ્લેન છે પરંતુ વાયુસેનાની સહાયતા પ્રણાલી ચીન કરતા વધુ ઉત્તમ છે.

નૌકાદળ કેટલું શક્તિશાળી?
ભારતીય નૌ સેના પાસે ત્રણ વોરશિપ છે. જ્યારે ચીનની પાસે એક છે. ભારતની પાસે 15 સબમરી છે. જ્યારે ચીનની પાસે 68 છે. ભારતમાં 14 ફ્રૈગેટ છે. જ્યારે ચીનમાં 51 છે. ચીનની પાસે 31 યોદ્ધ પોત છે. જ્યારે ભારતની પાસે માત્ર 6 છે. પરંતુ યુદ્ધની સ્થિતિમાં તે ચીનને મદદરૂપ થાય તેટલા શક્તિશાળી નથી. ચીનના યુદ્ધ પૌત સરળતાથી ભારતીય મહાસાગરમાં ફસાઈ શકે છે. આ સ્થિતિમાં ચીન કરતાં ભારતીય નૌકાદળ વધુ શક્તિશાળી છે.

ચીનની મર્યાદા શું છે?
ચીનને પૂર્વી સમુદ્ર સીમા પર વધુ જોખમ છે. આ કારણથી તે ભારત વિરૂદ્ધ તેના સંશાધનોનો ઉપયોગ નથી કરી શકતું. જ્યારે ભારતની સમુદ્ર સીમા સંપૂર્ણ સુરક્ષિત છે. ભારતની સીમા 13,888 કિલોમીટરની છે. જ્યારે ચીનની સીમા રેખા 22457 કિલોમીટર સુઘી ફેલાયેલી છે. ચીનની સીમા 14 દેશો સાથે જોડાયેલું છે. તેમાં મોટા ભાગના દેશો સાથે વિવાદ ચાલી રહ્યું છે.

ભારત માટે બાંગ્લાદેશ, મ્યાંમાર, ભૂટાન અને નેપાળની સીમા અનુકૂળ નથી. જોકે ચીન માટે ન માત્ર હિમાલયમાં પરંતુ દક્ષિણ ચીન સાગર અને પૂર્વ ચીનમાં પણ ઘણો સંઘર્ષ છે.

બંને દેશોએ ઉઠાવવું પડશે નુકશાન
ગ્લોબલ ફાયર પાવર વેબસાઇટ દુનિયાના 100થી વધુ દેશની શક્તિઓ પર નજર રાખે છે. વેબસાઇટ મુજબ ભારત અને ચીનની સૈન્ય શક્તિ દુનિયામાં 3 અને 4 સ્થાને છે. જાણકારોનું માનવું છે કે, ચીન ઇચ્છે તો પણ ભારત પર હુમલો કરવાનો નિર્ણય નહીં લઇ શકે, જો ચીન યુદ્ધ માટે કોઇ પગલા લેશે તો ભારતની જેમ ચીનને પણ ભારે નુકસાન ભોગવવું પડશે.

You cannot copy content of this page