Only Gujarat

International

24 કેરેટ ‘સોના’થી બનેલા આલિશાન મહેલમાં ત્રીજી પત્ની સાથે રહે છે ટ્રમ્પ

ન્યૂયોર્કઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સપ્તાહમાં પોતાની પત્ની સાથે ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ અને આગ્રાની પણ મુલાકાત લેશે. ભારતમાં તેમના આગમને લઇને તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પ અમેરિકામાં જે ઘરમાં રહે છે તે ઘરને જોઇને ખ્યાલ આવી જશે કે ટ્રમ્પ કેટલા શોખીન છે. સોના અને હીરાથી જડિત તેમના ઘરમાં તમામ વસ્તુઓ બેસ્ટ છે. રાષ્ટ્રપતિ બન્યા અગાઉ ટ્રમ્પ આ જ ઘરમાં પોતાની પત્ની અને બાળકો સાથે રહેતા હતા. ફોર્બ્સના 2019ના અહેવાલ મુજબ ટ્રમ્પની સંપત્તિ 22200 કરોડ રૂપિયા (3.1 બિલિયન ડૉલર)છે

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પનું પેન્ટ હાઉસ દુનિયાભરમા પોતાની સજાવટના કારણે ઓળખાય છે. તેની કિંમત 10 કરોડ રૂપિયા છે.

આ આલિશાન મહેલની દિવાલો પર માર્બલમાં સોના અને હિરાનું નકશીકામ છે.

સાથે બંગલામાં રાખવામાં આવેલા તમામ શો પીસ ખૂબ કિંમતી છે અને દુનિયાના અલગ અલગ દેશમાંથી મંગાવવામાં આવ્યું છે.

ટ્રમ્પના રૂમમાં ખૂબ સુંદર ઝૂમર પણ લગાવવામાં આવ્યુ છે.

ટ્રમ્પના આ મહેલની છતો પર કલાકારીનો અલગ નમૂનો જોવા મળે છે.

આ મહેલમાં એક રૂમ મેલેનિયાની ઓફિસ છે. જેમાં રાખવામાં આવેલી તમામ ચીજો ઇમ્પોર્ટેડ છે. ટ્રમ્પે પોતાની વાઇફની પસંદ-નાપસંદનું ખાસ ધ્યાન રાખ્યું છે.

આ મહેલના એક ખૂણામાં ટ્રમ્પ અને મેલેનિયાની સાથે તેના દીકરા બેરોનની અનેક તસવીરો લગાવાયેલી છે.

આ મહેલના એક ખૂણામાં ટ્રમ્પ અને મેલેનિયાની સાથે તેના દીકરા બેરોનની અનેક તસવીરો લગાવાયેલી છે.

આ પેન્ટહાઉસને ડિઝાઈન કરનાર એન્જેલો ડોંઘિઅને ટ્રમ્પની પસંદ-નાપસંદનું ખાસ ધ્યાન રાખ્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page