Only Gujarat

International TOP STORIES

ચાઈનીઝ પ્રેસિડન્ટ શી જિનપિંગના પત્નીનું WHO સાથે શું છે કનેક્શન? જાણીને નવાઈ લાગશે

બેઈજિંગ: કોરોનાને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પર ઘણા દેશે સવાલ ઉઠાવ્યા છે, જ્યારે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, WHOએ પોતાની વેબસાઈટ પર ગુડવિલ એમ્બેસેડર પેંગ લિયુઆન અંગે જે માહિતી આપવામાં આવી છે, તેમાં ક્યાંય એ વાતનો ઉલ્લેખ નથી કરાયો કે તેઓ ચાઈનીઝ પ્રેસિડન્ટ શી જિનપિંગના પત્ની છે.

WHOએ પોતાની વેબસાઈટ પર ગુડવિલ એમ્બેસેડરની યાદીમાં 9 લોકોનું નામ સામેલ છે, જ્યારે પેંગની પસંદગી આ પદ માટે કરવામાં આવી હતી ત્યારે તત્કાલિક WHO પ્રમુખ માગરિટ ચાને કહ્યું હતું કે- પેંગ વિશ્વનો જાણીતો અવાજ અને એક સારી વ્યક્તિ છે. પ્રથમવાર પેંગની પસંદગી 2011માં કરવામાં આવી હતી તે પછી નવા WHO પ્રમુખ એડહેનમ ધેબ્રિયેસુસે તેમની ફરી નિમણૂંક કરી.

ડેલી મેઈલમાં પબ્લિશ થયેલી રિપોર્ટ અનુસાર, બ્રિટનના સાંસદ અને વિદેશનીતિ માટેની કમિટીના ચેરમેન ટૉમ ટી.એ કહ્યું કે- એવું લાગે છે કે ગુડવિલની વ્યાખ્યા બદલી દેવામાં આવી છે. WHOએ એવા લોકોની પસંદગી કરવી જોઈએ જેઓ લોકોના અધિકારો માટે કામ કરતા હોય ના કે એવા લોકોની પસંદગી થાય જેમના પર શંકા કરવામાં આવતી હોય. ઉલ્લેખનીય છે કે, 1987માં પેંગના લગ્ન જિનપિંગ સાથે થયા હતા. ત્યારે જિનપિંગ ચીનના ઝિઆમેનના ડેપ્યૂટી મેયર હતા અને તેમણે પ્રથમ પત્નીથી છૂટાછેડા લીધા હતા.

પેંગ અંગે WHOની વેબસાઈટ પર લખવામાં આવ્યું છે કે,‘સંગઠનના ડિરેક્ટર જનરલ (તત્કાલિન) માર્ગરેટ ચાન પ્રસદ્ધિ ચાઈનીઝ સિંગર અને એક્ટ્રેસ પેંગ લિયુઆનની ટીબી તથા HIV/AIDS માટે WHOના ગુડવિલ એમ્બેસડર તરીકે નિમણૂંક કરી છે. પેંગ પીપલ્સ લિબરેશન આર્મીના જનરલ પૉલિટિકલ ડિપાર્ટમેન્ટના ચાઈનીઝ ગીત અને ડાન્સ ગ્રૂપની પ્રમુખ છે.

સિવિલ સર્વિસમાં પ્રથમ અને મિલિટ્રીમાં તેમને મેજર જનરલનો રેન્ક મળેલ છે. પેંગ હેલ્થ, ટીબી અને એચઆઈવી નિયંત્રણની તરફેણ કરે છે. 2006માં પેંગ ચીનમાં HIV/AIDS થી બચાવ માટે મિનિસ્ટર ઓફ હેલ્થ એમ્બેસેડર બનાવવામાં આવી હતી અને 2007માં ટીબી કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનની નેશનલ એમ્બેસેડર પણ બની હતી.’

અમેરિકા સહિત ઘણા દેશ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે WHOએ દ્વારા વિશ્વને કોરોના અંગે સમયસર ચેતવણી આપવામાં નહોતી આવી અને આવું ચીનના કારણે થયું. અમેરિકા અને જર્મનીની ગુપ્તચર સંસ્થાઓ દ્વારા એવો રિપોર્ટ જાહેર કરી હતી કે, ચીનના રાષ્ટ્રપતિએ WHO પ્રમુખને કોરોના સંબંધિત માહિતી શેર કરતા અટકાવ્યા હતા. પરંતુ WHOએ આવી રિપોર્ટોને ફગાવી દીધી હતી. હવે પેંગના WHOના કનેક્શનના કારણે સંગઠન પર ફરી સવાલો ઉઠી શકે છે.

You cannot copy content of this page