Only Gujarat

FEATURED International

UAEમાં આ ભારતીયનું કિસ્મત પલટાયું, ફોન આવ્યો તો પહેલાં મજાક લાગી પછી….

કહેવાય છેકે, કિસ્મત બદલાય તો એક ઝટકામાં જ બધુ જ બદલાઈ જાય છે. આવું જ કંઈક એક ભારતીય સાથે થયું છે, જે યુઇએમાં નોકરી કરી રહ્યો હતો. જો કે, જ્યારે કોલ આવ્યો કે તેણે લોટરી જીતી લીધી છે, ત્યારે તેને લાગ્યું કે કોઈ તેની સાથે મજાક કરી રહ્યું છે.

અહેવાલ મુજબ, સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીમાં 35 વર્ષીય ભારતીય વ્યક્તિને એક કરોડ દિરહામ એટલે કે 19.90 કરોડ રૂપિયાની જેકપોટ લાગ્યો છે.

ખલીજ ટાઇમ્સના અહેવાલ મુજબ, મૂળ પંજાબનો રહેવાસી ગુરપ્રીત સિંઘ શારજાહમાં આઈટી મેનેજર તરીકે નોકરી કરે છે. 12 ઓગસ્ટે તેણે લોટરીની ટિકિટ ખરીદી હતી.

આ લકી ટિકિટનો નંબર 067757 હતો. આયોજકોએ 3 સપ્ટેમ્બરના રોજ સિંહને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તેણે લોટરી જીતી લીધી છે, તો તેને લાગ્યું કે કોઈ તેની સાથે મજાક કરી રહ્યું છે.

સિંઘ બે વર્ષથી વધુ સમયથી ‘બિગ ટિકિટ’ રેફલ લોટરીમાં ભાગ લઈ રહ્યો છે, પરંતુ તેનું ધ્યાન સોશિયલ મીડિયા પરના લકી ડ્રો પર ખૂબ ઓછું હતું. તેઓ જાણતા ન હતા કે આ રોગચાળામાં તેમનો સમય બદલાશે.

ગુરપ્રીતસિંહે કહ્યું હતું કે જેકપોટના પૈસામાંથી તે આરબ અમીરાતમાં એક ઘર ખરીદશે અને તેના માતાપિતાને પંજાબથી અહીં લાવશે જેથી તેઓ તેની સાથે રહી શકે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page