Only Gujarat

National

બાળકને સાપે ડંખ દેતા થઈ ગયો બેભાન, જીવ બચાવવાના બદલે ચાલતો રહ્યો ખેલ

ભરતપુર, રાજસ્થાન: સાપે ડંખ માર્યા બાદ 8 વર્ષના બાળકનો સમયસર ઈલાજ કરાવવાના બદલે તાંત્રિકની મદદ લેવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અંધવિશ્વાસની આ ઘટના ચિકસાના વિસ્તારના બરાખુર ગામના બાળક સાથે જોડાયેલી છે. સાપે ડંખ માર્યા બાદ પરિવારજનોએ બાળકનો તાંત્રિક પાસે ઈલાજ કરાવ્યો. જ્યારે બાળકનું મોત થઈ ગયું, ત્યારે તેને લઈને જિલ્લા હૉસ્પિટલ પહોંચ્યા. અહીં પણ બાળકને જીવતો કરવા માટે તંત્ર-મંત્રનો ખેલ ચાલતો રહ્યો. પરિવારજનો ભરતપુરથી લગભગ 30 કિમી દૂર રુપવાસમાં રહેતા તાંત્રિકને ફોન લગાવ્યો. તાંત્રિકે કહ્યું કે પરિજન મોબાઈનું સ્પીકર બાળકના કાન પર રાખે. તે મોબાઈલના માધ્યમથી મંત્ર ફૂંકશે. જેનાથી તે જીવતો થઈ જશે. લગભગ એક કલાક સુધી અંધવિશ્વાસનો આ ખેલ ચાલતો રહ્યો. આગળ વાંચો આ ઘટના વિશે…

કદાચ બચી શક્યો હતો જીવ…
બાળકને મોબાઈલ પર મંત્રથી જીવતો કરવાનો આ ચોંકાવનારો ખેલ આરબીએમ હૉસ્પિટલમાં જોવા મળ્યા. જે બાદ પણ પરિવારજનો ન માન્યા. જ્યારે બાળકના શ્વાસ પાછા ન આવ્યા ત્યારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અલવર જિલ્લાના કઠૂમરના સેખપુરા ગામમાં રહેતા વિશ્રામ સિંહની પત્ની લક્ષ્મીનું પિયર ચિકસાનાના બારાખુરમાં છે. તેનો દીકરો આયુષ છેલ્લા 2 વર્ષથી ત્યાં જ રહીને અભ્યાસ કરતો હતો. રવિવારે સવારે તે નાની સાથે ખેતર ગયો હતો. રમતા સમયે સાપે તેને ડંખ માર્યો. જે બાદ પરિવારજનો તેને એક શખ્સ પાસે લઈ ગયા. જે સાપના ડંખની દવા કરવાનો દાવો કરે છે. આગળ વાંચો આ જ ઘટના વિશે..

હૉસ્પિટલ બાદ ફરી તાંત્રિક પાસે લઈ ગયા…
હૉસ્પિટલમાં તાંત્રિક વિધિઓ બાદ પણ જ્યારે બાળકનો જીવ પાછો ન આવ્યો તો તાંત્રિકે કહ્યું કે બાળકને તેની પાસે લઈ આવો. પરિવારજનો હૉસ્પિટલથી બાળકને તાંત્રિક પાસે લઈ ગયા. ડૉક્ટરના કહેવા પ્રમાણે જો બાળકોને સમયસર હૉસ્પિટલ લાવવામાં આવ્યો હોત તો તેનો જીવ બચી શકતો હતો. આગળ વાંચો…દીકરાની ઈચ્છામાં તાંત્રિક પાસે પહોંચી મહિલા….તેને ઠોકી દીધી ખીલીઓ….

ભરતપુરમાં જ દીકરાની આશામાં તાંત્રિક(જે તસવીરમાં દેખાય છે)ની પાસે જનારી એક મહિલાને દર્દનાક મોત મળ્યું. તાંત્રિકે ઈલાજના બહાને મહિલાના શરીરમાં જગ્યાએ જગ્યાએ ખીલા ઠોકી દીધા. જેનાથી મહિલાની તબિયત ખરાબ થઈ ગઈ. તેને હૉસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તેનું મોત થઈ ગયું. અંધવિશ્વાસનો આ મામલો ભરતપુરના અસ્તાવન ગામનો છે. મૃતકની બે દીકરીઓ છે. તેને દીકરો જોઈતો હતો. તાંત્રિકે દાવો કર્યો હતો. કે તેના શરીરમાં ખરાબ આત્મા છે એટલે તેને બહાર કાઢવી પડશે. તાંત્રિકના ખૌફનાક ઈલાજના કારણે પૂનમ નામની આ મહિલાની તબિયત બગડી ગઈ હતી. હવે પિયરના લોકોએ સાસરિયાઓની સામે હત્યાનો કેસ દાખલ કરાવ્યો છે.

પૂનમના હાથ પગ અને માથા સહિત શરીરના અનેક ભાગોમાં ખીલા ઠોકવાના, ઈજાના અને દાઝ્યાના નિશાન મળ્યા. જો કે તાંત્રિક તર્ક આપી રહ્યો હતો કે તે માત્ર ભૂત-પ્રેતનો ઈલાજ કરે છે. મહિલાનું મોત સીડીઓ પર પડવાના કારણે થયું હતું.

You cannot copy content of this page