Only Gujarat

FEATURED International

હાઈવે પર અધિકારી કારમાં શારીરિક સંબંધ બનાવતા મળ્યો જોવા, વીડિયો થયો વાઈરલ

તેલ અવીવ: સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક અધિકારીનો મહિલા સાથે કારમાં શારીરિક સંબંધ માણવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઈઝરાયલના પાટનગર તેલ અવીવથી સામે આવ્યો છે. વીડિયો વાઈરલ થયા બાદ સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું કે, આ ઘટના દુખદ અને ચિંતાજનક છે. વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, લાલ ડ્રેસ પહરનાર એક મહિલા કારની પાછળની સીટ પર એક વ્યક્તિ સાથે છે. જ્યારે ડ્રાઈવીંગ સીટ પર પણ એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ યુએન દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું અને આ મામલે તપાસ ચાલી રહી હોવાની વાત કહી હતી. તેઓ વીડિયોમાં જોવા મળતા વ્યક્તિની ઓળખ કરવાની નજીક છે.

યુએને જણાવ્યું કે,‘ઈઝરાયલમાં શાંતિ સંગઠનના કર્મચારીઓ પર પણ શંકા વ્યક્ત કરવામા આવી રહી છે. વીડિયો તેલ અવીવનો એક મુખ્ય હાઈવેનો છે. ડ્રાઈવરનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય તે અગાઉ ગાડી આગળ નીકળી ગઈ હતી.’ ટ્રાફિક સિગ્નલ પર કાર રોકાયા બાદ કોઈએ આ વીડિયો બિલ્ડિંગની ઉપરથી લીધો હતો. યુએનના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડુઝારિકે કહ્યું કે,‘આ 18 સેકન્ડનો વીડિયો અવ્યવહારિક છે. અમે જે બાબત વિરુદ્ધ લડી રહ્યાં છીએ, તેની વિરુદ્દ જઈ સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓ દ્વારા આવા કામ કરવાના કિસ્સા સામે આવી રહ્યાં છે. અમને માહિતી મળી છે કે, આ કાર ‘યુનાઈટેડ નેશન્સ ટ્રૂસ સુપરવિઝન ઓર્ગેનાઈજેશન’ની છે. કારમાં સેક્સ 2 લોકોની સહમતિથી થયું કે તે માટે પૈસા આપવામાં આવ્યા હતા, તેની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.’

ડુજારિકે કહ્યું કે,‘આ વીડિયો સાથે જોડાયેલા ઘટના સ્થળની ઓળખ થઈ ચૂકી છે. વીડિયોમાં જોવા મળતું સ્થળ હાયારર્કોન હાઈવે છે. સામાન્ય રીતે આ સ્થળે ઘણી ભીડ જોવા મળે છે. તપાસમાં વહેલી તકે આરોપીઓને શોધી કઢાશે.’ યૌન શોષણ અને દુર્વ્યવહાર અંગે સંયુક્ત રાષ્ટ્ર સંઘની પોલિસી ઘણી કડક છે. જો સંબંધિત વ્યક્તિ નિયમોનો ભંગ કરવા મામલે દોષી સાબિત થાય તો તેની વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે. આ મામલે શાંતિ સંગઠન દોષી પર પ્રતિબંધ લગાવી શકે છે અને તેને સ્વદેશ પરત પણ મોકલી શકે છે. જોકે આ અધિકાર દોષીના દેશ પાસે રહે છે કે આરોપી વિરુદ્ધ શિસ્તભંગની અથવા કાયદાકીય કાર્યવાહી કરે. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર લાંબા સમયથી પોતાના શાંતિ સૈનિકો અને અન્ય કર્મચારીઓના દુર્વ્યવહારના આરોપોની તપાસ કરી રહ્યું છે. છેલ્લા અમુક વર્ષથી સતત આવા કિસ્સા સામે આવી રહ્યાં છે. જ્યારે યુએનના મહાસચિવ ગુટેરેસ પોતે યૌન શોષણના કેસમાં ફસનારા ટોચના અધિકારીઓ માટે ઝીરો ટૉલરેન્સની વાત કહી ચૂક્યા છે.

યૌન શોષણ મામલે કેવો છે યુએનનો ટ્રેક રેકોર્ડ?
‘હ્યુમન રાઈટ્સ વૉચ’ના કો-ડિરેક્ટર હીથર બારે કહ્યું કે, ઈઝરાયલથી વાઈરલ થનાર આ વીડિયો જોઈ તેમને જરાય નવાઈ નથી લાગી. તેમણે કહ્યું.‘આ સારી વાત છે કે યુએન આ કેસની તપાસ કરી રહ્યું છે. પરંતુ આ વીડિયો ઉપરાંત પણ ઘણી સમસ્યાઓ રહેલી છે. આ સમસ્યાઓ સંયુક્ત રાષ્ટ્રના ટોચના અધિકારીઓએ કરેલા દુર્વ્યવહાર અને યૌન શોષણના આરોપ સાથે જોડાયેલી છે. તેથી આવા કેસમાં વધુ નવાઈ લાગે તેવું નથી.’

એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2019માં યુએનના સ્ટાફ કર્મચારીઓના યૌન શોષણ અને દુર્વ્યવહાર સાથે જોડાયેલા 175 કેસ સામે આવ્યા હતા. જેમાંથી માત્ર 16 સામે આરોપ સાબિત થયા, જ્યારે 15 કેસને પાયાવિહોણા કહેવામાં આવ્યા છે. અન્ય તમામ કેસમાં હાલ તપાસ ચાલી રહી છે.

You cannot copy content of this page