Only Gujarat

FEATURED Religion

માર્ચમાં થશે સૌથી મોટું ગ્રહ પરિવર્તન, આ સાત રાશિના જાતકોના જીવનમાં આવશે મોટા ફેરફાર

અમદાવાદઃ નવ ગ્રહમાંથી ગુરુ આકારમાં સૌથી મોટો ગ્રહ છે. જ્યોતિષમાં આ ગ્રહને જ્ઞાન, સત્કર્મ તથા ગુરુ વગેરેનો કારક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ગુરુ દેવ-દેવતાઓના ગુરુ પણ છે. દેવગુરુ 30 માર્ચ 2020ના રોજ પોતાની નીચ રાશિ મકરમાં ગોચર કરશે. પછી 30 જૂને વક્રી થઈને બીજીવાર ધન રાશિમાં આવશે. ત્યારબાદ 20 નવેમ્બરના રોજ ગુરુ ફરીથી મકર રાશિમાં સંચરણ કરશે. ગુરુના ગોચરનો પ્રભાવ 12 રાશિઓ પર શુભાશુભ રીતે પડશે. ગુરુનું ગોચર તમારી ચંદ્ર રાશિ પર કેવો પ્રભાવ પાડશે, તે અંગે જાણીએ.

મેષઃ આ વર્ષે તમારે માત્ર ધર્મ કે અધ્યાત્મના ક્ષેત્રમાં જ નહીં પરંતુ કાર્યક્ષેત્રમાં પણ સફળતા મળશે. વર્ષની શરૂઆતમાં તમને કોઈ તીર્થ સ્થળ પર જવાની તક મળશે. ઓફિસમાં બોસ તમારા કાર્યથી ખુશ થશે.

વૃષભઃ આ વર્ષની શરૂઆતમાં તમને કોઈ રહસ્ય જાણવાની તીવ્ર ઈચ્છા રહેશે પરંતુ તબિયતને લઈ તમે થોડા હેરાન થશો. સાસરીયા તરફથી કિંમતી ગિફ્ટ મળી શકે છે.

મિથુનઃ ગુરુના શુભ પ્રભાવથી તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. વેપારમાં પાર્ટનરશિપથી લાભ મળશે. જો તમે સંશોધન કાર્ય સાથે જોડાશો તો તમને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. જોકે, આ વર્ષે વાહન સાવધાનીથી ચલાવવું.

કર્કઃ આ વર્ષે તમારા લગ્નજીવનમાં શાંતિ રહેશે. વર્ષની શરૂઆતમાં પેટ સંબંધિત બીમારીઓ આવી શકે છે. આથી તબિયતનું પૂરતું ધ્યાન રાખવું. તમારા શત્રુઓની ચાલથી બચીને રહેવું, તેઓ તમને નુકસાન પહોંચાડવાનો ભરપૂર પ્રયાસ કરી શકે છે.

સિંહઃ શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા જાતકોને સફળતા મળશે. તમે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ પણ જઈ શકો છો. આ વર્ષે તમને તબિયતને લઈ મુશ્કેલી આવી શકે છે. આ સમસ્યા પેટ, ઓબેસિટી તથા સોજા સાથે જોડાયેલી હોઈ શકે છે.

કન્યાઃ તમારા સુખ-સંસાધનોમાં વધારો થશે. તમારી માતાની તબિયત સારી રહેશે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ જોવા મળશે. ઉચ્ચ શિક્ષણમાં મોટી સફળતા મળશે. વર્ષમાં તમે નવું વાહન કે પ્રોપર્ટી ખરીદશો.

તુલાઃ ના ગમતા પ્રવાસે જવું પડશે. ભાઈ કે બહેન સાથે કોઈ વાતને લઈ ઝઘડો થશે. જેમ જેમ વર્ષ પસાર થતું જશે, તેમ તેમ પરિસ્થિતિ અનુકૂળ થતી જશે. તમારા સુખોમાં વૃદ્ધિ થશે.

વૃશ્ચિકઃ આ વર્ષે તમને વિભિન્ન સ્ત્રોતોથી ધન મળશે. તમારી વાણીમાં મિઠાસ આવશે. તમે તમારો ગુસ્સો કાબૂ કરવામાં સફળ થશો. આ વર્ષે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમે બિન્દાસ રીતે પોતાની વાત મૂકશો.

ધનઃ વર્ષની શરૂઆતમાં ગુરુ તમારી રાશિમાં છે. આ સમય દરમિયાન જ્ઞાનમાં વધારો થશે. તમે નૈતિક મૂલ્યોને સર્વોપરી માનશો. આર્થિક જીવનમાં સફળતા મળશે. તમારી પાસે આવકના એકથી વધુ સ્ત્રોત હશે.

મકરઃ ખર્ચમાં વધારો થશે. તમારી પાસે ધન આવશે પરંતુ તે ઘરમાં ટકશે નહીં. આર્થિક નિર્ણયો લેતા સમયે ધ્યાન રાખો નહીંતર ધન હાનિ થશે. ગુરુનું ગોચર તમારા સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન લાવશે.

કુંભઃ તમને આર્થિક રીતે લાભ થશે. તમે બચત કરવામાં સફળ થશો. મોટા ભાઈ-બહેનો પ્રત્યે પ્રેમ વધશે. જરૂર પડશે તો તમને મદદ પણ કરશે.

મીનઃ તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. જો તમે શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા છો તો તમને વધુ ફાયદો થશે. કામમાં પ્રમોશન મળવાથી મન પ્રસન્ન રહેશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page