Only Gujarat

Bollywood FEATURED

90નાં દશકમાં બોલ્ડ એક્ટ્રસમાં થતી હતી આ અભિનેત્રીની ગણતરી પણ…..

મુંબઈઃ ‘ઓયે ઓયે…’ સોન્ગ ફેમસ એક્ટ્રસ સોનમ 90નાં દશકમાં એક બોલ્ડ એક્ટ્રસ તરીકે જાણીતી હતી. સોનમનું સાચુ નામ બખ્તાવર ખાન છે. સોનમે માત્ર 14 વર્ષની ઉંમરમાં ફિલ્મ ‘વિજય’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. સોનમે તેમના ફિલ્મી કરિયરમાં માત્ર 25 ફિલ્મોમાં કામ કર્યું હતું. ફિલ્મના પ્રોડ્યુસર સોનમને તેમની ફિલ્મમાં લેવા માટે તેમના ઘરે આંટા મારતા હતા. તે એવો સમય હતો કે, જ્યારે એક્ટ્રસ બિકિની પહેરવમાં અચકાતી હતી. કોઈ એક્ટ્રસે જો ફિલ્મમાં બિકિની પહેરે તો તે સમાચારની હેડલાઇન બનતી હતી.

સોનમ એક્ટર રજા મુરાદની સંબંધી છે તે ઓછાં લોકો જાણે છે. સોનમે 1988માં આવેલી ફિલ્મ ‘વિજય’થી તેમના કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મ ચાલી ગઈ અને સોનમ પણ હીટ થઈ ગઈ. આ ફિલ્મમાં સોનમે જબરદસ્ત કિસિંગ સીન આપ્યો અને તેમની ગણતરી બોલ્ડ એક્ટ્રસમાં થવા લાગી હતી. સોનમ તે સમયની નસીબદાર એક્ટ્રસ હતી, જેમની પહેલી જ ફિલ્મે બોલિવૂડમાં ધૂમ મચાવી દીઘી હતી.

સોનમને ‘વિજય’ અને ‘ત્રિદેવ’ જેવી ફિલ્માએ રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. એટલું જ નહીં ત્રિદેવના ‘ઓયે ઓયે…’ ગીત પછી તેમને આ જ નામે બોલાવવામાં આવતી હતી. ત્રિદેવના રિલીઝના 1 વર્ષ પછી એક ફિલ્મ ‘મિટ્ટી ઓર સોના’ આવી હતી. આ ફિલ્મમાં સોનમની સાથે ચંકી પાંડેને કોઈએ નોટિસ પણ કર્યો નહોતા. આ ફિલ્મમાં સોનમે ભરપૂર બોલ્ડ સીન આપ્યા હતાં.

આ ફિલ્મમાં અનેક જગ્યાએ બોલ્ડ સીન્સ આપતાં પણ જોવા મળી હતી. જેવી આ ફિલ્મ રિલીઝ થઈ બોક્સ ઓફિસ પર ધૂમ મચી ગઈ હતી. તે સમયે આવા બોલ્ડ સીન્સ આપવા ખૂબ જ મોટી વાત માનવામાં આવતી હતી. આ ફિલ્મ વિશે કહેવામાં આવતું હતું કે, ‘લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહી ફિલ્મની ટિકિટ ખરીદતા હતા.’ 19 વર્ષની ઉંમરમાં સોનમે તેમનાથી 17 વર્ષ મોટા ડાયરેક્ટર રાજીવ રાય સાથે લગ્ન કર્યા હતાં.

‘આખિરી અદાલત’ અને ‘ત્રિદેવ’ જેવી ફિલ્મમાં જોવા મળેલી સોનમે લગ્ન પછી ફિલ્મમાં કામ કરવાનું છોડી દીધું હતું. અંડરવર્લ્ડમાંથી સતત મારી નાખવાની ધમકી મળવાને લીધે સોનમ અને તેમના પતિએ ભારત છોડી દીધુ અને વિદેશ જઈ વસી ગયા હતા.

લગ્ન પછી સોનમ-રાજીવ લગભગ 10 વર્ષ સાથે રહ્યા, પછી અલગ થવાનો નિર્ણય લીધો. આ પછી બંને 15 વર્ષ અલગ રહ્યા અને વર્ષ 2016મા છૂટાછેડા લઈ લીધા. સોનમની ઓળખ એવી એક્ટ્રસ તરીકે હતી કે જે તેમની સફળતાન શિખર પર રિટાયર થઈ ગઈ હતી અને તેમણે ક્યારેય સેડબેક અથવા ડાઉનફૉલનો સામનો તે રીતે કરવો પડ્યો નહોતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page