Only Gujarat

Bollywood

શાહરૂખ ખાન એક સમયે અભિેનત્રી કાજોલને કરતો હતો નફરત

મુંબઈઃ કાજોલ અને શાહરૂખની જોડી સિલ્વર સ્ક્રીન પર સૌથી રોમેન્ટિક અને પોપ્યુલર જોડીમાંથી એક માનવામાં આવે છે. બંનેએ સાથે ‘બાજીગર’થી લઈ ‘દિલવાલે’ સુધી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત કાજોલે શાહરૂખ ખાનની અનેક ફિલ્મોમાં ગેસ્ટ અપેરિઅન્સ પણ આપ્યો છે. કાજોલ અને શાહરૂખ ભલે એકબીજા સાથે ક્લોઝ બોન્ડિંગ શેર કરતાં હોય, પણ એક સમય એવો હતો જ્યારે શાહરૂખ કાજોલને નફરત કરતો હતો.

શાહરૂખ ખાને એક ઇન્ટર્વ્યૂમાં ફિલ્મ ‘બાજીગર’ દરમિયાન કાજોલ સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો હતો. શાહરૂખે જણાવ્યા મુજબ, ‘જ્યારે હું કાજોલ સાથે આ ફિલ્મમાં કામ કરી રહ્યો ત્યારે આમિર ખાને મને તેના વિશે પૂછ્યું હતું. જોકે, આમિરને પણ કાજોલ સાથે કામ કરવું હતું. જેના પર મેં કહ્યું કે, તે ખૂબ જ ખરાબ છે, કામ પર કોઈ ફોક્સ નથી, તમે તેની સાથે કામ કરી શકશો નહીં.’

શાહરૂખના જણાવ્યા મુજબ, ‘આ પછી જ્યારે મેં સાંજે અચાનક ભીડ જોઈ તો આમિર ખાનને ક્લિયર કરવા માટે ફોન કર્યો. મેં આમિરને કહ્યું કે, હું નથી જાણતો કે આ શું છે, પણ સ્ક્રીન પર તે બિલકુલ કોઈ મેજિકથી ઓછુ નથી.’

શાહરૂખ ખાને એકવાર કહ્યું હતું કે, ‘તે ઇચ્છે છે કે તેમની દીકરી સુહાના ખાન એક્ટિંગ કાજોલ જોડેથી શીખે. જોકે, કાજોલ ટેક્નિકલ નથી, પણ તે પ્રામાણિક એક્ટ્રસ છે અને આ તેનામાં સૌથી સારી ક્વોલિટી છે.

શાહરૂખે જણાવ્યા મુજબ, ‘મારી દીકરી એક્ટ્રસ બનવા માગે છે તે મારી ઇચ્છા છે કે તે કાજોલ પાસે એક્ટિંગ શીખે. મને આશા છે કે, કાજોલ પાસેથી વધુ શીખુ. હું જણાવી શકતો નથી પણ સ્ક્રીન પર કાજોલ કંઈક અલગ જ હોય છે.

ફિલ્મ ‘દિલવાલે’ના શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાને કહ્યું હતું કે, ‘હવે તે દરેક ફિલ્મમાં કાજોલને મિસ કરે છે. દિલવાલે માટે કાજોલે પણ 150 દિવસ આપ્યા. કાજોલને આ દરમિયાન બાળકોથી દૂર રહેવું પડ્યું અને હું જાણું છું કે એક મા માટે આ મોટું બલિદાન છે.’

કાજોલ અને શાહરૂખ સાથે ‘બાજીગર’, ‘કરણ-અર્જુન’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેગેં’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’, ‘માય નેમ ઈઝ ખાન’ અને ‘દિલવાલે’ જેવી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

કાજોલના વર્કફ્રન્ટની વાત કરીએ તો કાજોલ જલ્દી જ ફિલ્મ ‘ત્રિભંગા’માં જોવા મળશે. તો શાહરૂખ ખાન પાસે અત્યારે કોઈ અપકમિંગ પ્રોજેક્ટ નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page