Only Gujarat

FEATURED National

આર્થિક મંદીનો માર એવો લાગ્યો કે વેપારીએ જાતે જ 1.60 કરોડની વીમા પોલિસી માટે મરવાનું નાટક રચ્યું પરંતુ પોલીસ જ બની વિલન…!

દેવું ન ચૂકવી શકવાના કારણે ખોટા નાટકની કહાનીઓ તો તમે બહુ સાંભળી હશે. પરંતુ હરિયાણાના એક બિઝનેસમેન મરવાનું એવું તે નાટક કર્યું કે, તેને જાણીને પોલીસ પણ પરેશાન છે. જેને ઘરના લોકો મરેલો માની રહ્યા હતા તે છત્તીસગઢમાં જીવતો નિકળ્યો. ચાર દિવસ પહેલા હિસાર જિલ્લામાંથી 11 લાખની લૂંટ અને કારમાં વેપારીના જીવતા ભડથું થઈ જવાના સમાચાર આવ્યા હતા. જેને લઈને રાજ્ય સરકાર અને પોલીસ પર સવાલો ઉભા થવા લાગ્યા હતા. હવે આ મામલામાં મોટો ખુલાસો થયો છે.

આવી રીતે થયો પર્દાફાશ
જ્યારે આ ઘટનાએ હરિયાણામાં રાજકીય રંગ પકડ્યો અને વિપક્ષે સુરક્ષા મામલે સરકાર પર ગંભીર આરોપો લગાવ્યો તો પોલીસે યુવકની સાથે લૂંટફાટ અને હત્યાનો કેસ દાખલ કર્યો. હાંસીના એસપી લોકેન્દ્ર સિંહે જણાવ્યું કે આ મામલામાં તેમણે રામમેહરના ફોનની તપાસ કરી તો ખબર પડી કે ફોન એક્ટિવ હતો.

કૉલ ડિટેઈલ્સ કાઢી તો એક મહિલાને તેણે અનેક વાર ફોન કર્યા હતા, જે તેની પ્રેમિકા કહેવામાં આવી રહી છે. તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી તો મામલો સામે આવ્યો. યુવતીએ જણાવ્યું કે વેપારી મર્યો નથી, તે જીવતો છે અને છત્તીસગઢમાં છે.

આવી રીતે મેળવ્યો મૃતદેહ
હિસારના રેન્જ આઈજીએ જણાવ્યું કે, વીમાની રકમ મેળવવા અને લેણદારોથી છૂટકારો પામવા માટે લૂંટ અને હત્યાનું નાટક કર્યું. આશંકા છે કે આ માટે તેણે રોહતકથી દોઢ લાખ રૂપિયામાં કોરોનાના દર્દીનો મૃતદેહ ખરીદ્યો હતો. તેને સીટ પર બેસાડી કેમિકલ છાંટીને આગ લગાવી દીધી.

આ ભૂલ પડી ભારે
જ્યાં ઘટના ઘટી ત્યાં જઈને તપાસ કરાતા એક્સપર્ટે પહેલી જ નજરમાં કહ્યું કે, આ નાટક વધુ લાગી રહ્યું છે. કારણ કે લૂંટ જેવી સ્થિતિમાં કોઈ ગાડીને હેન્ડબ્રેક લગાવીને પાર્ક ન કરે અને રસ્તાના કિનારે તો ન જ ઉભી રાખે. સાથે જ જેના પર શબ મળ્યું એ સીટ પાછળ ઝુકેલી હતી. જેથી ખબર પડી કે ષડયંત્ર ક્યાંક રચવામાં આવ્યું અને અંજામ બીજે આપવામાં આવ્યો. કાર ને અંદર અને બહાર એક સાથે કેમિકલ નાખીને સળગાવવામાં આવી હતી, ન કે કારમાં આગ ફેલાઈ હતી.

મળતી જાણકારી પ્રમાણે, યુવકના પરિવારજનોએ રામમેહરને મૃત સમજીને તેની અસ્થિઓને ગંગામાં વિસર્જિત કરી દીધી. પરિવારજનોએ કહ્યું કે, તેમને ખબર નહોતી કે તેઓ લાલચમાં આવીને આવું કામ કરશે. પરિવારજનોનું કહેવું છે કે ખબર નહીં એ કોની અસ્થિઓ હતી, જેને તેમણે ગંગામાં વિસર્જિત કરી. હાલ તો આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને પૂછપરછ થઈ રહી છે.

You cannot copy content of this page