Only Gujarat

FEATURED Sports

હાર્દિક પંડ્યા તો પત્ની અને બાળકોથી છે દૂર પણ કૃણાલ પંડ્યા દુબઈમાં પત્ની સાથે કરી રહ્યો છે મોજ

દુબઈઃ આ વર્ષે આઈપીએલ દુબઈમાં યોજાઈ રહી છે. આ દરમિયાન ઘણા ક્રિકેટર્સ પોતાની પત્ની સાથે છે જ્યારે અમુક તેમની પત્નીથી દૂર છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સના પ્લેયર હાર્દિક પંડ્યા પોતાના 2.5 મહિનાના દીકરા અને પત્નીથી દૂર છે. જ્યારે તેનો મોટો ભાઈ અને મુંબઈની ટીમનો આક્રમક પ્લેયર કૃણાલ પંડ્યા પોતાની પત્ની સાથે છે અને મેચ બાદ નવરાશની પળોમાં તેની સાથે સારો એવો સમય પસાર કરે છે.

તાજેતરમાં જ કૃણાલે પત્ની પંખુડી સાથે ઈન્સ્ટા પર અમુક તસવીરો શેર કરી હતી. જેમાંથી એક તસવીરમાં તેઓ બીચ પર બેઠા છે તથા શાનદાર સાંજની મજા માણી રહ્યાં છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી.

તાજેતરમાં જ કૃણાલે પત્ની પંખુડી સાથે ઈન્સ્ટા પર અમુક તસવીરો શેર કરી હતી. જેમાંથી એક તસવીરમાં તેઓ બીચ પર બેઠા છે તથા શાનદાર સાંજની મજા માણી રહ્યાં છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી.

આ તસવીર પર તેમના સાથી ખેલાડી પોલાર્ડ, સુર્યકુમાર ઉપરાંત અન્ય ભારતીય ખેલાડીઓ જેમકે લોકેશ રાહુલ અને શિખર ધવને પણ રિએક્શન આપ્યા હતા. કૃણાલ પંડ્યાની પત્ની કોઈ સ્ટારથી ઓછી નથી. સોશિયલ મીડિયા પર તેની તસવીરો ઘણી વાઈરલ થતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર પંખુડીના 357K ફોલોઅર્સ છે.

ઉલ્લેખનીય છે કે, કૃણાલ પંડ્યાએ 2017માં ઈવેન્ટ અને સેલિબ્રિટી મેનેજર પંખુડી શર્મા સાથે લગ્ન કર્યા હતા. બંનેની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. કૃણાલને પંખુડી સાથે કામ કરવા માટે ફોન આવ્યો હતો અને સાથે પંખુડીની તસવીર પણ મળી હતી. આ તસવીર જોતા જ કૃણાલ પંખુડીના પ્રેમમાં પડ્યો હતો. જ્યારે પંખુડીને પણ કૃણાલ પ્રથમ નજરે જ ગમવા લાગ્યો હતો.

2 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2017માં તેમણે લગ્ન કરી લીધા. લગ્ન માટે કૃણાલે આઈપીએલ જીત્યા બાદ પંખુડીને પ્રપોઝ કર્યું હતું. કૃણાલે કહ્યું કે,‘ફાઈનલમાં મેન ઓફ ધ મેચ બન્યા બાદ મે પંખુડી સાથે લગ્નની વાત કરી હતી.’

કૃણાલના લગ્ન મુંબઈના જુહૂ સ્થિત જેડબ્લ્યૂ મેરિયટ હોટલમાં થયા હતા. તેમના લગ્નમાં સચિનથી લઈ અમિતાભ સુધીના જાણીતા સેલેબ્સ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સના ઓનર નીતા અંબાણી અને તેમનો દીકરો સામેલ થયા હતા. આ લગ્નમાં કૃણાલ બુલેટ પર આવ્યો હતો. હાર્દિક બુલેટ ચલાવી રહ્યો હતો અને કૃણાલ તેની સાથે સાઈડમાં કારમાં બેઠો હતો.

You cannot copy content of this page