Only Gujarat

FEATURED Sports

રાહુલ દ્રવિડની કેપ્ટનશિપમાં રમી ચૂકેલા જાણીતા ક્રિકેટરની ઘરમાંથી પંખા સાથે લટકતી મળી લાશ

રાહુલ દ્વવિડની કપ્તાનીમાં રમી ચૂકેલા પૂર્વ ક્રિકેટર એમ. સુરેશ કુમારનું નિધન થઇ ગયું છે. પોલીસને આશંકા છે કે, તેમણે આત્મહત્યા કરી છે. જો કે હાલ આ કેસની અલગ એન્ગલથી તપાસ થઇ રહી છે. પોલીસે જણાવ્યાં મુજબ એમ. સુરેશ કુમારનો મૃતદેહ તેમના બેડરૂમમાં હતો. શુક્રવાર સાંજે લગભગ 7.10 વાગ્યે એમ. સુરેશની પત્ની અને તેમનો દીકરો ઘરે પહોંચ્યા તો તેમણે બેડરૂમમાં તેમની લાશ લટકી રહી હતી.

એમ. સુરેશ કુમારે 2005માં ક્રિકેટથી સંન્યાસ લઇ લીધો હતો. સુરેશ કુમાર 1990-91માં ભારતની અન્ડર 19 ટીમમાં સામેલ હતા. આ સમયે અન્ડર-19 ટીમના કેપ્ટન રાહુલ દ્વવિડ હતા. રાહુલ દ્વવિડ તેમની બોલિંગથી ખૂબ જ પ્રભાવિત હતા. રાહુલે અનેક વખત સુરેશ કુમારની બોલિંગની પ્રશંસા કરી હતી.

વર્ષ 2019માં એમ. સુરેશનની વનડે ટીમ માટે પસંદગી થઇ હતી. જો કે તે્મને મેચ રમવાનો મોકો ન હતો મળ્યો.

એમ સુરેશ અન્ડર-19 ટીમમાં સામેલ થયા બાદ તેમણે ન્યુઝિલેન્ડ સામે મેચ રમ્યો હતો. આ સમયે ન્યુઝિલેન્ડની ટીમમાં સ્ટીફન ફ્લેમિંગ અને ડિયોન નૈશ જેવા સ્ટાર ખેલાડી હતા. એમ.સુરેશ કુમાર ઓલરાઉન્ડર હતા. તે રણજી ટ્રોફીમાં કેરળ માટે રમતા હતા.

અલપુઝામાં રહેનાર એમ. સુરેશ રેલવેમાં અધિકારી હતા. તેમણે 1992-93માં રણજી ટ્રોફથી ડેબ્યુ કર્યું હતું. તેમણે 2005-06 સુધીમાં 72 મેચ રમ્યા. આ મુકાબલામાં તેમણે 1,657 રન બનાવ્યાં અને 196 વિકેટ લીધી હતી.

જો કે એમ. સુરેશને ટીમ ઇન્ડિયા માટે રમવાનો મોકો ક્યારેય ન મળ્યો. એમ. સુરેશ કુમારે કેરળ માટે 52, જ્યારે રેલવે માટે 17 અને રણજી મેચ રમ્યા. તેમણે દિલીપ ટ્રોફીમાં સાઉથ ઝોન અને સેન્ટ્રલ ઝોન તરફથી ભાગ લીધો હતો.

જો કે એમ. સુરેશને ટીમ ઇન્ડિયા માટે રમવાનો મોકો ક્યારેય ન મળ્યો. એમ. સુરેશ કુમારે કેરળ માટે 52, જ્યારે રેલવે માટે 17 અને રણજી મેચ રમ્યા. તેમણે દિલીપ ટ્રોફીમાં સાઉથ ઝોન અને સેન્ટ્રલ ઝોન તરફથી ભાગ લીધો હતો.

You cannot copy content of this page