Only Gujarat

Bollywood FEATURED

રેખા ફિલ્મમાં નથી કરતી કામ, તો કરોડોની છે માલકિન, આ રીતે દર વર્ષે કરે છે તગડી કમાણી

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી રેખા 66 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 10 ઑક્ટોબર, 1954ના દિવસે ચેન્નઈમાં થયો હતો. રેખાનું આખું નામ ભાનુરેખા ગણેશન છે. અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરનાર રેખા અનેક વર્ષોથી એક પણ ફિલ્મમાં નજર નથી આવી. એટલું જ નહીં તેની પાસે લાંબા સમયથી કોઈ પણ ફિલ્મની ઑફર નથી આવી. તેમ છતાં તે કરોડોની પ્રૉપર્ટીની માલિક છે. તેની પાસે કારનું સારું એવું કલેક્શન છે. વાત તેની લાઈફ સ્ટાઈલની કરીએ તો, તે રોયલ સ્ટાઈલમાં જીવવાનું પસંદ કરે છે.

રેખા ઈવેન્ટ્સમાં મોંઘી જ્વેલરી અને ભારે સાડીમાં નજર આવે છે. તેની પાસે ઘણું મોટું જ્વેલરી અને સાડીઓનું કલેક્શન છે.

ઈન્ટરનેટ પરથી મળતા આંકડા પ્રમાણે રેખા 30 કરોડથી વધુ પ્રોપર્ટીની માલિક છે.

તેની પાસે બીએમડબલ્યૂ, હોન્ડા સિટી, ઑડી એ 3થી લઈને એક્સયૂવી જેવી મોંઘી લક્ઝરી ગાડીઓ છે.

રેખાનો બાંદ્રામાં આલીશાન બંગ્લો છે. એના સિવાય પણ તેની પાસે અનેક બંગલા છે.

રેખા ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ તેની આવકમાં કોઈ ખોટ નથી. જે જાહેરાત સિવાય અનેક એન્ડોર્સમેન્ટના માધ્યમથી કમાણી કરી રહી છે.

રેખા ટાઈટ સિક્યોરિટીમાં રહે છે. ખબરોનું માનીએ તો તેના ઘરના દરવાજામાં કોઈ સામાન્ય લૉક નથી પરંતુ હાઈટેક લૉક છે. જે મશીનોથી જ ખુલે છે, એટલે કોઈ તેને સરળતાથી નથી ખોલી શકતું.

આ સિવાય તેના ઘરની અંદર અને બહાર અનેક બોડીગાર્ડ્સ તહેનાત રહે છે, જે આવતા-જતા મહેમાનોને લઈને તેના ઘરની સામેથી પસાર થતા લોકો પર નજર રાખે છે.

રેખાની લાઈફમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેની પાસે પૈસા નહોતા અને તેને કોઈ ફિલ્મોમાં લેવા નહોતું માંગતું. જેનાથી પરેશાન થઈને મજબૂરીમાં તેણે બી અને સી ગ્રેડની ફિલ્મોમાં પણ કામ કર્યું. તેના શ્યામ રંગના કારણે તેને કોઈ ફિલ્મોમાં નહોતું લેવા માંગતું. લોકો તેને બદસૂરત પણ કહેતા હતા.

જણાવી દઈએ કે રેખાએ તેલુગુ ફિલ્મ રેંગુલા રત્નમથી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે પોતાના કરિયરમાં 180થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. રેખા આજે પણ માંગમાં સિંદૂર ભરે છે અને પરિણીત મહિલા જેવી લાઈફ જીવે છે. જો કે, તેની પાછળનો રાઝ કોઈ નથી જાણતું.

રેખાએ બોલીવુડમાં 1970માં આવેલી ફિલ્મ સાવનભાદોથી શરૂઆત કરી હતી. જે બાદ તેણે દો અનજાને, ગોરા ઔર કાલા, કાહની કિસ્મત કી, નાગિન, રામ બલરામ, ખૂન પસીના સહિતની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

You cannot copy content of this page