Only Gujarat

National

પહેલાં પતિ સાથે માણી બિયરની મજા, પછી થઈ પ્રેમીની એન્ટ્રી અને સામે જ…

ઉધમસિંહ નગર, ઉત્તરાખંડ: પતિથી નાખુશ મહિલાને અન્ય પુરુષ સાથે પ્રેમ થઈ ગયો. જે પછી તેણે પોતાના પતિને હટાવવા માટે ખતરનાક યોજના બનાવી. તેણે એક રાતે પતિને કહ્યું કે- તેને બીયર પીવાની ઈચ્છા થઈ રહી છે. પતિએ આ અંગે કોઈ વાંધો નહોતો. બંનેએ સાથે મળી બીયરની મજા માણી. પરંતુ મહિલાના પતિને નહોતી ખબર કે પત્નીએ બીયરમાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી.

બીયર પી પતિ બેભાન થઈ ગયો, તક મળતા મહિલાનો પ્રેમી ઘરમાં ઘુસી આવ્યો. તેણે પોતાના સાથીઓની મદદથી મહિલાના પતિને ગોળી મારી. જે પછી મહિલાએ બુમો પાડી એવો દેખાડો કર્યો કે ઘરમાં ઘુસેલા બદમાશોએ તેના પતિની હત્યા કરી. જોકે મહિલાનું જુઠ્ઠાણું વધુ ટકી શક્યું નહીં, તેણે આ કાવતરું રચ્યું હતું. ઘટના શુક્રવાર રાતે ઘટી હતી, મર્ડર મિસ્ટ્રી સોલ્વ થતા જ પોલીસે તેનો ખુલાસો કર્યો હતો.

પ્રેમીએ દેશી તમંચાથી ગોળી મારી
ટ્રાઝિટ કેમ્પના પીઆઈ વિદ્યાદત્ત જોશીએ જણાવ્યું કે, મૃતક સમીર વિશ્વાર અરવિંદ નગર વોર્ડમાં નંબર -3 ટ્રાન્ઝિટ કેમ્પમાં રહેતો હતો. તેની ઘરમાં સુતા સમયે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ મામલે સમીરની પત્ની અને તેના પ્રેમી વિશ્વજીત રાય ઉપરાંત મહેશ સરકાર અને શિવ અધિકારી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

મૃતકની પત્ની અને વિશ્વજીત વચ્ચે ઘણા સમયથી આડાસંબંધો હતા. તેની જાણ સમીરના પરિવારજનોને થઈ ગઈ હતી. તેમણે પંચાયત બોલાવી આ વાત ઉકેલવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમા સફળતા ના મળી. સમીર પણ ઘણીવાર પત્નીને સમજાવી ચૂક્યો હતો.

પ્રેમીને છોડવા નહોતી માગતી મહિલા…
મૃતક સમીરની પત્ની પોતાના પ્રેમીને છોડવા માગતી નહોતી. તેથી તેણે પતિની હત્યા કરવાની યોજના બનાવી. તેની બીયરમાં ઊંઘની ગોળી મેળવી દીધી. સમીરે બેભાન થતા જ વિશ્વજીત, મહેશ અને શિવને અંદર બોલાવી લીધા. બંને સમીરની હત્યા કર્યા બાદ ભાગી ગયા.

You cannot copy content of this page