Only Gujarat

International

ચીનમાં વાઈરસથી બચવા માટે લોકો અપનાવી રહ્યા છે આવા રસ્તાઓ, ખોફનાક દ્રશ્યો

બેઈજિંગ: ચીનમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં 170 લોકોના મોત થઈ ચૂક્યા છે. આખા ચીનમાં ખોફનો માહોલ છે. અસરગ્રસ્ત વિસ્તારો ખાલી થઈ ગયા છે. ચીનના અન્ય ભાગમાં પણ લોકો આખો દિવસ ઘરમાં પૂરાઈ રહે છે. પણ અમુક લોકોએ નાછૂટકે ઘરની બહાર નીકળવું પડે છે. આવા લોકોએ કોરોના વાઈરસથી બચવા પોતાની રીતે ઉપાયો શોધી લીધા છે. જેની હચમચાવી મૂકતી તસવીરો સામે આવે છે.

ચીનમાં બહાર આવેલી આ તસવીરોમાં રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, મોલ વગેરે જાહેર સ્થળો પર લોકો માથા પર પ્લાસ્ટિકની કોથળી કે પ્લાસ્ટિકની મોટી બોટલ (કન્ટેનર) પહેરેલા દેખાય છે. જ્યારે અમુક લોકો હેલ્મેટનો સાહરો લઈ રહ્યા છે. લોકો કોરોના વાઈરસથી બચવા માટે પોતોની રીતે ઉપાયો શોધી રહ્યા છે.

બીજી તરફ ચીનમાં માસ્કની અછત સર્જાઈ છે. વાઈરસથી બચાવતા માસ્કની માંગ વધવાની સામે પુરવઠો નહીં હોવાથી માસ્કની અછત સર્જાઈ છે, જેના કારણે પણ લોકો પોતાની રીતે માસ્ક જેવી વસ્તુ બનાવી રહ્યા છે.

ચીનની સરકાર પણ લોકોને કોરોના વાઈરસથી બચવા માટે હેલ્થ અડવાઇઝરી બહાર પાડી રહી છે. હેલ્થ એક્સપર્ટના કહેવા મુજબ જ્યાં સુધી આની વેક્સીન તૈયાર ન થાય અથવા અસર ઓછી ન થાય ત્યાં સુધી એલર્ટ રહેવું જોઈએ. ઘરની બહાર અને અંદર સમયાંતરે સાબુથી હાથ ધોવો. ખાવા-પીવાનું અને વાસણ બીજા સાથે શેર ન કરો.

સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલી તસવીરોમાં એરપોર્ટ પર એક માતા પોતાના બાળક સાથે પ્લાસ્ટિકની કોથળી પહેરેલી જોવા મળે છે. આ તસવીર હચમચાવી મૂકે તેવી છે.

એટલું જ નહીં ફ્લાઈટમાં પણ અમુક યાત્રિકો હેલ્મેટ સાથે મુસાફરી કરી રહ્યા છે. કોરોના ડરથી લોકો હેલ્મેટ પહેરવાનું મુનાસીબ માને છે.

લોકો પ્લાસ્ટિકની મોટી કોથળી શરીરના અડધા ભાગ સુધી બાંધી દે છે જેથી વાઈરસની અસર શરીર પર ન વર્તાઈ, જ્યારે અમુક લોકો પાણીની મોટી બોટેલ (કન્ટેનર)ને પાછળના ભાગેથી કાપીને માથા પર પહેરીને ફરે છે.

કોરોના વાઈરસનો પહેલો મામલો ડિસેમ્બરમાં ચીનના વુહાનમાં સામે આવ્યો હતો. ત્યાર પછી અત્યાર સુધીમાં અંદાજે 16 દેશોમાં કોરોના વાઈરસના કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે.

સાઉથહેમ્પટન યુનિવર્સિટીના સ્ટડી મુજબ સંક્રમણનો સૌથી મોટી ખતરો થાઈલેન્ડમાં છે. લીસ્ટમાં જાપાન અને હોંગકોંગ ત્રીજા નંબર છે. ઓસ્ટ્રેલિયા 10માં, બ્રિટન 17માં પર છે. આ લિસ્ટમાં ભારતનો નંબર 23મો છે.

દુનિયાના અંદાજે 16 દેશોમાં કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. બુધવાર સવાર સુધીમાં થાઈલેન્ડમાં 14, હોંગકોંગમાં 10, તાઈવાનેમાં 8, જાપાનમાં, સિંગાપોર, મકાઉ અને મલેશિયામાં 7-7, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં 5-5 મામલા નોંધાઈ ચૂક્યા છે.

સોશ્યલ મીડિયા પર આવા લોકોની તસવીરો વાઈરલ થઈ છે. તેમનું કહેવું છે કે આમાં શરમ શું? જીવ કિંમત છે.

You cannot copy content of this page