Only Gujarat

International

મક્કમ મનના માનવી કંઈ પણ કરી શકે! એક અંધ ને બીજી અપંગ, છતાં પણ બંને ચઢે છે પર્વતો

કોલોરાડોઃ કહેવાય છે કે જો ટીમ વર્ક હોય તો તમામ મુસીબતો સહજતાથી પાર કરી શકાય છે. અમેરિકાના કોલોરાડોના મેલની નેક્ટ તથા ટ્રેવર હને આ વાત સાબિત કરી હતી. મૈલની ચાલી નથી શકતી અને ટ્રવેર જોઈ શકતો નથી. આમ છતાંય બંને કોલોરાડોનો પર્વત ચઢી ગયા હતાં. હવે, બંને 14000 ફૂટ ઊંચો પર્વત ચઢવાની યોજના બનાવી રહ્યાં છે.

શું કહ્યું મૈલનીએ?
મૈલનીએ કહ્યું હતું, ‘તેની (ટ્રેવર) પાસે પગ છે અને મારી પાસે આંખ. આ અમારી ડ્રિમ ટીમ છે.’ છેલ્લાં થોડાં સમયથી બંને કોલોરાડોના પર્વત પર ફર્યાં હતાં. આ યાત્રામાં ટ્રેવરે મૈલનીને એક ખુરશીની મદદથી તેને પીઠ પર બેસાડી છે. મૈલનીએ કહ્યું હતું, ‘અમારી વચ્ચે ગજબનું તાલમેલ છે. હું ટ્રેવરને સીન ડિસ્ક્રાઈબ કરું છે અને તે આગળ વધે છે. હું જીવનભર વ્હીલચેરમાં રહી હતી. આ રીતે પર્વત પર આવીને મને ઘણું જ સારું લાગ્યું છે. આ મારા જીવનનો સૌથી સારો અનુભવ છે.’

ગ્લૂકોમાને કારણે ટ્રેવરની આંખો જતી રહીઃ
મૈલનીને નાનપણથી જ કરોડરજ્જુ વિકસીત ના થતાં તે ચાલી શકી નહીં અને વ્હીલચેરની મદદ લેવી પડી હતી. તો ટ્રેવરની આંખો ગ્લૂકોમાને કારણે જતી રહી હતી. હવે, બંને સાથે ટ્રેકિંગ કરે છે. તેઓ કહે છે કે તેઓ બે છે, તેમની બે આંખો તથા બે પગ છે. તેમની મુલાકાત એડોપ્ટિવ એક્સરસાઈઝ ક્લાસિસમાં થઈ હતી. ત્યારબાદ બંનેએ સાથે ટ્રેકિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

You cannot copy content of this page