Only Gujarat

Bollywood FEATURED

જન્મદિવસના દિવસે સુશાંત સિંહ રાજપૂત આ રીતે કરતો હતો દિવસની શરૂઆત

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતનું થોડાં દિવસ પહેલાં નિધન થયું છે, પણ સુશાંતની યાદો હંમેશા સાથે રહેશે. સુશાંતના અનેક થ્રોબેક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. એવામાં એક વીડિયો સુશાંત સિંહ રાજપુતના જન્મદિવસનો છે. સુશાંત સિંહ રાજપુતે તેમનો જન્મદિવસ ખાસ રીતે ઉજવ્યો હતો.

સુશાંત સિંહ રાજપુતનો જન્મ 21 જાન્યુઆરી, 1986માં પટનામાં થયો હતો. સુશાંત તેમના પરિવારમાં ચાર બહેનો પછી સૌથી નાના હતા. એટલા માટે તે દરેકના લાડકા પણ હતા. સુશાંત ખૂબ જ ધાર્મિક હતા. તેનું ઉદાહરણ વાઇરલ વીડિયોમાં પણ જોવા મળી રહ્યું છે. સુશાંત તેમના જન્મદિવસની શરૂઆત ભગવાનનું નામ લઈને કરતાં હતાં.

સુશાંતે આ વખતે તેમનો જન્મદિવસ પૂજા કરીને ઉજવ્યો હતો. સુશાંતની બહેને આ વીડિયો તેમના જન્મદિવસે શેર કર્યો હતો. આ વીડિયોમાં સુશાંત તેમના ઘરે પૂજા કરી રહ્યા છે અને તેમના ઘરે આરતી ચાલી રહી છે. જેમાં સુશાંતની બહેન અને તેમના પરિવારના સભ્યો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત વીડિયોમાં ભગવાનનો ફોટો પણ જોવા મળી રહ્યો છે. ભગવાન સાથે સુશાંતની માનો પણ ફોટો જોવાં મળી રહ્યો છે.

આ વીડિયોમાં સુશાંત ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે અને પરિવાર પણ રાજી-ખુશી આરતી કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સુશાંતની બહેને તેમને જન્મદિવસ વિશ કરી શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક્ટર સુશાંત સિંહ રાજપુતે રવિવાર 14 જૂને તેમના મુંબઈના બાંદ્રા સ્થિત ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

સુશાંત સિંહ રાજપુતે કેમ આત્મહત્યા કરી તેની માહિતી કોઈને પણ નથી. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપુત છેલ્લા કેટલાક મહિનાથી ડિપ્રેશનમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેને લીધે સુશાંતે આત્મહત્યા કરી છે. જોકે, આ મામલે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. મુંબ પોલીસે સુશાંતના નજીકના મિત્રો અને પરિવારનું નિવેદન લીધું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page