Only Gujarat

International

કૂતરાએ યુવતી સાથે જે કર્યું એ બધાની કલ્પના બહારની વાત હતી

તાઈવાન: આખી દુનિયા હાલ કોરોના વાઈરસના આતંકથી પરેશાન છે. દુનિયાના ઘણા દેશોમાં આ વાઈરસના દર્દીઓ જોવા મળી રહ્યા છે. ચીનમાં ઘણા એવા શહેર છે જ્યાં લોકો આ વાઈરસના આતંકથી ઘર છોડીને ભાગી રહ્યા છે. ચીનની બહાર રહેતા લોકો પણ હજી આ ખતરાને સરખો સમજી શક્યા નથી. દરમિયાન ફેસબૂક પર તાઈવાનની એક યુવતીએ પોતાની સાથે બનેલી ઘટના શેર કરી છે. આ યુવતીને કોરોના વાઈરસની જાણકારી નહોતી. તે ચીનના વુહાન શહેર જવાની તૈયારીમાં હતી. પણ પછી કૂતરાએ જે કર્યું, તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

ફેસબૂક પર શેર કરવામાં આવેલી પોસ્ટ મુજબ આ યુવતી તાઈવાનથી ચીનના વુહાન સિટિ જવાની હતી. કોરોના વાઈરસની શરૂઆત ચીનના વુહાનમાં થઈ હતી. જ્યાં સ્થિતિ ખૂબ ખરાબ છે.

યુવતીને આની જાણકારી નહોતી, પણ તેના કૂતરાને આનો અંદેશો આવી ગયો હતો. તેના ગોલ્ડન રિટ્રીવર કૂતરાએ ટ્રિપ પહેલાં જ તેની માલકણ યુવતીનો પાસપોર્ટ ફાડી નાખ્યો હતો.

પોતાનો ફાટેલો પાસપોર્ટ જોઈને યુવતીને ખૂબ ગુસ્સો આવ્યો હતો. તેનો કૂતરો ફાટેલા પાસપોર્ટ પાસે બેઠો હતો. યુવતીને ખબર જ ના પડી કે આગળ હવે તે શું કરે.

ફાટેલા પાસપોર્ટના કારણે તેને પોતાની ચીનની ટ્રીપ કેન્સલ કરવી પડી હતી. આના થોડાક દિવસ બાદ યુવતીને ખબર પડી કે તે જ્યાં જવાની હતી તે જગ્યાએ ખતરનાક વાઈરસનો પ્રકોપ છે. ત્યાર પછી યુવતીએ આ આખો મામલો ફેસબૂક પર શેર કર્યો હતો.

ફેસબૂક પર ફોટો શેર થયા બાદ ઘણા લોકોએ કહ્યું કે કૂતરાના કારણે યુવતી આજે સુરક્ષિત છે. ઘણા લોકોએ કમેન્ટ કરી કે કદાચ કૂતરાને પોતાની માલકણ પર આવનારા ખતરાની જાણકારી મળી ગઈ હતી.

 

You cannot copy content of this page