Only Gujarat

National TOP STORIES

BJPના આ દિગ્ગજ નેતાના પુત્રએ કર્યાં Royal Wedding, કઈ-કઈ હસ્તીઓએ આપી હાજરી

નવી દિલ્હી: ભાજપના દિગ્ગજ નેતા પ્રભાત ઝાના પુત્રના લગ્ન કરવામાં આવ્યા હતાં. આ લગ્ન દિલ્હીમાં કરવામાં આવ્યા હતાં. લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી. રિસેપ્શન 2 ફેબ્રુઆરીએ ભોપાલના પીપુલ્સ મોલમાં રાખવામાં આવ્યું છે. આ માટે મહેમાનોને આમંત્રણ પણ મોકલી આપવામાં આવ્યું છે. મહેમાનોના સ્વાગત માટે જબરદસ્ત તૈયારીઓ કરી હતી. મીડિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

પ્રભાત ઝાના નાના પુત્ર અયત્ન ઝાના લગ્ન કોલકત્તાના રહેવાસી શુભ્રા ઝા સાથે થયા હતાં. નવદંપતિને આશિર્વાદ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતાં. નરેન્દ્ર મોદીના સ્વાગત માટે આ લગ્ન સમારોહમાં તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.


દુલ્હન અને ભાજપના પુત્રએ નરેન્દ્ર મોદીના આશિર્વાદ લીધા હતાં. કેન્દ્રીય ગૃમંત્રી અમિત શાહ પણ આ લગ્ન સમાહોરમાં સામેલ થયા હતાં. આ લગ્નનું ભવ્ય આયોજન કર્યું હતું.

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વવિજય સિંહ પણ પ્રભાત ઝાના પુત્રના લગ્નમાં પહોંચ્યા હતાં.


હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર નવદંપતિને આશિર્વાદ આપવા માટે આ લગ્નમાં પહોંચ્યા હતાં.

લગ્ન સમારોહમાં નવદંપતિની સાથે કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન રાજ્યમંત્રી ગિરિરાજ સિંહે પણ હાજરી આપી હતી.


કેન્દ્રીય રાજ્ય નાણાંમંત્રી અનુરાગ ઠાકોર લગ્ન સમારોહમાં પહોંચ્યા હતા જ્યાં નવદંપતિને આશિર્વાદ આપ્યાં હતાં.

લગ્ન પ્રસંગમાં મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જોવા મળ્યાં હતાં.


ચંદીગઢ ભાજપના સાંસદ કિરણ ખેર પણ નવદંપતિ સાથે જોવા મળ્યાં હતાં.

મધ્યપ્રદેશ ભાજપ પ્રભારી ડો. વિનય પણ નવદંપતિને આશિર્વાદ આપતાં નજરે પડ્યાં હતાં.


નવદપંત્તિની સાથે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા.

નવદંપતિની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય મહેમાનોએ ફોટો પડાવતાં નજરે પડ્યાં હતાં.


પ્રભાત ઝાના પુત્રના લગ્નની શુભેચ્છા આપતાં નરેન્દ્ર મોદી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page