Only Gujarat

International TOP STORIES

કોક તો ચીનને રોકો, હવે, ચીનાઓએ બનાવ્યો નકલી સૂર્ય, વર્ષના અંતમાં થઈ જશે તૈયાર

બેઈજિંગઃ વૈજ્ઞાનિકો સતત કહે છે કે સૂર્યપ્રકાશ ઓછો થઈ રહ્યો છે. ખુદ નાસાના પોતાના સંશોધન પણ સૂચવે છે કે આપણો સૂર્ય ગેલેક્સીના અન્ય તારાઓની તુલનામાં ઝડપથી નબળો પડી રહ્યો છે. આને કારણે, પૃથ્વી પર હીમયુગ જેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ચીન હવે કૃત્રિમ સૂર્ય પર વધુને વધુ કામ કરી રહ્યું છે અને તેનો દાવો છે કે તે વાસ્તવિક સૂર્ય કરતા લગભગ 13 ગણો વધુ પ્રકાશ અને ગરમી આપશે.

ચીનના વૈજ્ઞાનિકો કૃત્રિમ સૂર્ય તૈયાર કરવામાં સફળ થયા છે. આ એક એવું પરમાણુ ફ્યુઝન છે, જે વાસ્તવિક સૂર્ય કરતા 13 ગણી વધારે ઉર્જા આપશે. ઘણાં વર્ષોથી ચાલતું આ સંશોધન તાજેતરમાં જ પૂર્ણ થયું છે. Artificial Sunના આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક Duan Xuruએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ વર્ષે તેનો અમલ થઈ શકે છે. આ સમાચાર Sciencealertમાં છપાયા છે. આમ તો માત્ર ચીન જ નહીં, વિશ્વના તમામ દેશો સૂર્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ હતી કે ગરમ પ્લાઝ્માને એક જગ્યાએ રાખવો અને તેને ફ્યુઝન સુધી તે જ સ્થિતિમાં રાખવો.

ચીનમાં આ પ્રોજેક્ટ 2006થી ચાલી રહ્યો છે. કૃત્રિમ સૂર્યનું નામ HL-2M રાખવામાં આવ્યું છે, જે ચાઇના નેશનલ ન્યૂક્લિયર કોર્પોરેશન અને સાઉથ વેસ્ટર્ન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સના વૈજ્ઞાનિકોએ મળીને બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે કૃત્રિમ સૂર્ય બનાવવાનો આ પ્રયાસ ઘણા વર્ષોથી ચાલી રહ્યો હતો, જેથી સૌર ઉર્જા પ્રતિકૂળ હવામાનમાં પણ બનાવી શકાય અને તેનો ઉપયોગ કરી શકાય.

આ દિશામાં ઉપયોગ માટે, ચાઇનાના Leshan શહેરમાં રિએક્ટર તૈયાર કરવામાં આવ્યું હતું અને કામ શરૂ થયું. કૃત્રિમ સૂર્ય બનાવવા માટે હાઇડ્રોજન ગેસ 5 કરોડ ડિગ્રી સેલ્સિયસના તાપમાને ગરમ કરવામાં આવ્યું હતું, તે તાપમાન 102 સેકન્ડ સુધી સ્થિર રાખવામાં આવ્યુ હતું. વાસ્તવિક સૂર્યમાં, હિલીયમ અને હાઇડ્રોજન જેવા ગેસ ઉંચા તાપમાને ક્રિયા કરે છે. આ સમય દરમિયાન ઉર્જા 15 મિલિયન ડિગ્રી સેલ્સિયસ સુધી મુક્ત થાય છે. આ ઉંચી ઉર્જા તાપમાનનું નિર્માણ કરવામાં લાંબો પ્રયોગ ચાલ્યો.

સૂર્યની રચના કરતી વખતે પરમાણુંઓને પ્રયોગશાળામાં વિખૂટા પડ્યા હતા. પ્લાઝ્મા રેડિયેશન દ્વારા સૂર્યનું સરેરાશ તાપમાન ઉત્પન્ન થયું, તે પછી તે તાપમાનથી ફ્યુઝન એટલે સંલયનની પ્રતિક્રિયા પ્રાપ્ત કરાઈ હતી. પછી તે આધારે પરમાણુઓનું વિઘટન થયું, જેના કારણે તેઓએ મોટી માત્રામાં ઉર્જા ઉત્સર્જિત કરી. આ પ્રક્રિયા વારંવાર અને સમય વધારીને વારંવાર કરાઈ હતી. આ સમય દરમ્યાન એવું પણ બન્યું કે પરમાણુ ફ્યુઝન ચેમ્બરનો કોર આ તાપમાનની આગળ ટકી શક્યો નહીં.

ઘણા પ્રયત્નો પછી આખરે સફળતા મળી. આ સમય દરમિયાન, એવું જોવામાં આવ્યું હતું કે આ પ્રયોગમાં વાસ્તવિક સૂર્ય કરતાં નકલી સૂર્ય પર વધુ ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે. આ ઉર્જા 200 મિલિયન ડિગ્રી સેલ્સિયસ હતી, જે વાસ્તવિક સૂર્ય કરતા 13 ગણી વધારે છે. આ શોધ એ પ્રોજેક્ટનો એક ભાગ છે, જે હેઠળ ન્યૂક્લિયર ફ્યુઝનથી સ્વચ્છ ઉર્જા મેળવી શકાય છે. એવું માનવામાં આવે છે કે સૂર્યની નકલ કરીને મળવા જઈ રહેલી ઊર્જા એનર્જીનાં બીજા સ્ત્રોતો કરતાં વધારે સસ્તી અને પર્યાવરણ માટે ઓછી હાનિકારક છે.

જો આ પ્રયોગનો અમલ કરી શકાશે તો જીવાશ્મ ઇંધણ પરની નિર્ભરતા ઓછી થશે. એવું પણ માનવામાં આવે છે કે આ સૂર્યમાં ઉત્પન્ન કરવામાં આવેલી અણું ઉર્જાને વિશેષ ટેક્નોલોજીથી પર્યાવરણ માટે સુરક્ષિત ગ્રીન ઉર્જામાં બદલી શકાશે. જેથી ધરતી પર વધતા ઉર્જાનાં સંકટોને દૂર કરી શકાય.

You cannot copy content of this page