Only Gujarat

FEATURED International

દીકરીની ઉંમરની પ્રેમિકા સાથે રશિયન રાષ્ટ્રપતિના સંબંધો, જાણો કોણ છે પુતિનની ગર્લફ્રેન્ડ?

મોસ્કોઃ અમુક દિવસ અગાઉ રશિયાથી આવેલા એક સમાચારે સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી હતી. જેમાં એવું કહેવામા આવ્યું કે, રાષ્ટ્રપતિ પુતિન સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર પોતાના પદ પરથી જાન્યુઆરીમાં રાજીનામું આપી શકે છે. આ માટે દીકરી અને ગર્લફ્રેન્ડ પુતિનને દબાણ કરી રહી છે. આ સમાચાર સામે આવ્યા બાદથી લોકોમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ગર્લફ્રેન્ડ અંગે જાણવાની ઉત્કંઠા વધી છે. પુતિન 68 વર્ષના છે અને તેમની પ્રેમિકા 37 વર્ષની છે. એટલે કે બંને વચ્ચે ઉંમરમાં 31 વર્ષનો તફાવત છે.

એક અહેવાલ અનુસાર, વ્લાદિમીર પુતિનની ગબંધ ના થઈ. તેમનું એક સંતાન હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. જોકે કબાઈવાએ 2013માં આ વાતને ખોટી ગણાવી હતી. તેણે 2015માં સ્વિત્ઝર્લેન્ડમાં એક દીકરીને અને 2019માં મોસ્કોમાં જોડિયા બાળકોનેર્લફ્રેન્ડનું નામ અલીના કબાઈવા છે. અલિના એક જીમ્નાસ્ટ છે. ઉઝબેકિસ્તાનમાં જન્મેલી 37 વર્ષીય અલીના એક જીમ્નાસ્ટ ઉપરાંત તે રાજકરણી, મૉડલ અને એક્ટ્રેસ પણ છે. અલીનાને માસ્ટર ઓફ સ્પોર્ટ્સથી પણ સન્માનિત કરવામા આવી હતી. અલીના સંગીતની તાલે જીમ્નાસ્ટ કરનાર રશિયાની પ્રથમ મહિલા છે, જેણે 2 વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે. આ ઉપરાંત તેણે 14 વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ અને 25 યુરોપિયન ચેમ્પિયનશિપ મેડલ પણ પોતાના નામે કર્યા છે.

કબાઈવા 2007થી2014 સુધી યુનાઈટેડ રશિયા પાર્ટીની ઉમેદવાર તરીકે સ્ટેટ ડ્યૂમાની સભ્ય રહી ચૂકી છે. સપ્ટેમ્બરમાં તે નેશનલ મીડિયા ગ્રૂપની અધ્યક્ષ પણ રહી ચૂકી છે. સ્પોર્ટ્સ સાથે તેનો જુનો સંબંધ છે. તેના પિતા એક પ્રોફેશનલ ફૂટબોલ પ્લેયર હતા. આ કારણે તે બીજા દેશોની મુસાફરી કરતા હતા. અલીના અગાઉ ઈસ્લામ ધર્મ પાળતી હતી પરંતુ તે પછી તેણે ધર્મ-પરિવર્તન કરી ઈસાઈ ધર્મ અપનાવ્યો હતો.

પુતિનના સંપર્કમાં આવતા પહેલા અલીના 2004માં એક પોલીસકર્મી ડેવિડ મુસલેની સાથે રિલેશનશિપમાં હતી પરંતુ તેઓ 2005માં અલગ થઈ ગયા. જે પછી 2008માં અલીના રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સંપર્કમાં આવ્યા. રશિયન અખબારે સૌપ્રથમ આ અંગે માહિતી પબ્લિશ કરી હતી. જોકે તે સમયે પુતિને તેનો ઈન્કાર કર્યો હતો. આ ઘટના બાદ તે અખબાર પણ બંધ થઈ ગયું, પરંતુ પુતિન-અલીનાના સંબંધોની ચર્ચા  જન્મ આપ્યો હતો.

એક જીમ્નાસ્ટ તરીકે કબાઈવાએ માત્ર 3 વર્ષની વયે જ આગળ વધવાની શરૂઆત કરી દીધી હતી. જે પછી તે મોસ્કો આવી ગઈ જ્યાં તેની માતા રશિયન હેડ કોચ હતા. 1996માં પ્રથમવાર તે ઈન્ટરનેશનલ ગેમ્સમાં જોવા મળી. જેના 2 વર્ષ પછી 1998માં તે માત્ર 15 વર્ષની વયે પોર્ટુગલ ખાતે યુરોપિયન ચેમ્પિયનશિપ જીતવામાં સફળ રહી હતી. તે સમયે અલીના પોતાની ટીમની સૌથી નાની ખેલાડી હતી. 1999માં પણ તેણે પોતાનો દબદબો જાળવી રાખતા ફરીવાર ચેમ્પિયનશિપ પર કબ્જો કર્યો હતો.

આ સફળતાઓ બાદ અલીના સતત આગળ વધતી રહી. જોકે વર્ષ 2000માં સિડની ઓલિમ્પિકમાં તે બીજા સ્થાને રહી પરંતુ 2001માં તેણે ગોલ્ડ જીત્યો હતો. તેણે ઘણા વર્લ્ડ ટાઈટલ પોતાના નામે કર્યા. ઓક્ટોબર 2004માં તેણે પોતાની નિવૃત્તીની જાહેરાત કરી હતી. જોકે તે પછી પણ તે અમુકવાર ફ્રેન્ડલી મેચમાં જોવા મળી હતી. તે 6 વખત રશિયન નેશનલ ઓલ અરાઉન્ડ ચેમ્પિયનનો ટાઈટલ જીતી ચૂકી છે.

You cannot copy content of this page