Only Gujarat

Bollywood FEATURED

ક્યારેય જોઈ છે આ બોલિવૂડ એક્ટ્રેસિસની ભાભી? રૂપરૂપનો અંબાર, સુંદરતા એવી કે જોતા જ રહી જશો!

મુંબઈઃ ઐશ્વર્યા રાય, અનુષ્કા શર્મા અને સની લિયોનીનું નામ ગ્લેમર વર્લ્ડમાં જેટલું ફેમસ તેમની એક્ટિંગના કારણે છે તેટલું જ તેમની સુંદરતા માટે પણ છે. પરંતુ ઘણી એક્ટ્રેસિસ એવી છે, જેમની ગ્લેમર મામલે ફિલ્ડ કરતા ઘરમાં રહેલા સભ્ય ટક્કર આપતા જોવા મળે છે. આ ત્રણેય એક્ટ્રેસિસની ભાભીઓ સુંદરતા અને ફિટનેસ મામલે જરાય ઓછી ઉતરે તેમ નથી, એવામાં સ્વભાવિક છે કે તેમની સુંદરતા પર એક્ટ્રેસિસના ફેન્સ પણ ફિદા થાય. જાણો બોલિવૂડ એક્ટ્રેસિસની ગ્લેમરસ ભાભીઓ વિશે.

સની લિયોનીની ભાભી છે સુપર હોટઃ સની લિયોનીના ભાઈનું નામ સંદીપસિંહ વોહરા છે, તેનું નિકનેમ સની હતું, જેને કરણજીત કૌરે પોતાના બિઝનેસ નેમ તરીકે ઉપયોગમાં લીધું છે. સની લિયોનીના સંબંધો પોતાની ભાભી સાથે ઘણાં જ સારા છે. કોરોનાકાળમાં સનીએ તેની સાથે વર્કઆઉટ કરતી તસવીરો શેર કરી હતી. સની લિયોનીની ભાભીનું નામ કરિશ્મા વોહરા છે. તે પણ સની જેટલી જ ફિટ, ગ્લેમરસ અને સારી એવી ફેન ફોલોઈંગ ધરાવે છે. જોકે સની લિયોનીને ગ્લેમર બાબતે પાછળ છોડવી મુશ્કેલ છે પરંતુ કરિશ્મા ટક્કર તો આપે જ છે. સની અને કરિશ્મા એકબીજાના ફની વીડિયો શેર કરતા રહે છે. આ ઉપરાંત તેઓ ઘણીવાર ફેમિલી ટૂરનો પ્લાન બનાવે છે. તેઓ સાથે જ ફરવા જાય છે.

કરિશ્મા વોહરા બની તે પહેલા કરિશ્મા નાયડૂ તરીકે સનીની ભાભી જાણીતી હતી. તે ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલી છે અને ફેશન સ્ટાઈલિસ્ટ તથા વોર્ડરોબ કન્સલ્ટન્ટ તરીકે જાણીતી છે. સનીના ભાઈ સાથે લગ્ન કર્યા બાદ તે સની લિયોનીની સ્ટાઈલિસ્ટ તરીકે પણ કામ કરી રહી છે. સનીનો ભાઈ સંદીપ કેલીફોર્નિયાના એક પબમાં શૅફ તરીકે કામ કરે છે. સની ફેન્સ વચ્ચે પણ તેની ભાભી કરિશ્માની ચર્ચા થતી રહે છે કારણ કે, કરિશ્મા પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ અને પ્રાઈવેટ તસવીરો શેર કરતી રહે છે.

ઐશ્વર્યાની ભાભી છે ઈન્સ્ટા ક્વિનઃ સામાન્ય રીતે ઐશ્વર્યા રાયના ભાઈ આદિત્યની ઘણી ચર્ચા થતી હોય છે. જોકે હવે આદિત્ય તો જાણે ગુમ થઈ ગયો હોય એમ તેની પત્ની જ હંમેશા લાઈમલાઈટમાં રહે છે. તે ફિટનેસ અને ગ્લેમર મામલે ઐશ્વર્યાને પાછળ રાખતી જોવા મળે છે. તેનું નામ શ્રીમા રૉય છે. શ્રીમા પોતાનો ફેશન અને લાઈફસ્ટાઈલ બ્લોગ ચલાવે છે. શ્રીમા પોતે પણ એક મૉડલ રહી ચૂકી છે અને 2009માં મિસિઝ ઈન્ડિયા ગ્લોબની વિજેતા રહી ચૂકી છે.

આદિત્ય અને શ્રીમા એક પાર્ટી દરમિયાન મળ્યા હતા. તેઓ એક બીજાને સમજવા 1 વર્ષ રિલેશનશિપમાં રહ્યાં પછી 15 વર્ષ અગાઉ તેમણે લગ્ન કરી લીધા હતા. તેમણે લગ્ન બાદ મુંબઈમાં જ સ્થાઈ થવાની યોજના બનાવી હતી. શ્રીમા 2 બાળકોની માતા હોવા છતાં પોતાની ફિટનેસને જાળવી રાખે છે. તે ઈન્સ્ટા પર પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. આ ઉપરાંત બાળકો અને પતિ સાથેની તસવીરો પણ શેર કરે છે. તે ઘણીવાર ફેન્સ સાથે પણ ચર્ચા કરે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણીવાર ઐશ્વર્યાના પરિવારની અનસીન તસવીરો જોવા મળે છે. શ્રીમાના બાળકો માટે ઐશ્વર્યા કોઈ સેલિબ્રિટી નહીં પરંતુ ‘ગુલુ બુઆ’ છે.

અનુષ્કા કરતા વિરાટની ભાભી વધુ ચર્ચામાં: વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા બોલિવૂડ એક્ટ્રેસ હોવાના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ સુંદરતા મામલે જો કોઈ તેને ઘરમાં ટક્કર આપતું હોય તો તે છે વિરાટ કોહલીની ભાભી. વિરાટના ફેન્સના મતે કોહલીની ભાભી ચેતના ગ્લેમર મામલે અનુષ્કા કરતા જરાય પાછળ નથી. ચેતના કોહલીના મોટા ભાઈ વિકાસની પત્ની છે. વિકાસ એક બિઝનેસ મેન છે અને તે પેજ-થ્રી પાર્ટીઝમાં ચેતના સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ચેતનાની ઘણી તસવીરો સામે આવતી રહે છે. તેમનો એક દીકરો આર્યવીર છે. જેની તસવીર વિરાટ પણ શેર કરતો રહે છે.

વિરાટના પરિવારમાં અન્ય 2 સભ્યોમાં તેની માતા અને બહેન ભાવના સામેલ છે ભાવના ટીચર છે અને તેના દિલ્હીના બિઝનેસમેન સાથે લગ્ન થયા હતા. પરંતુ લોકો વચ્ચે ચેતનાની ચર્ચા વઝુ થાય છે. જોકે તે સની લિયોની અને ઐશ્વર્યા રાયની ભાભીઓની જેમ સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ નથી, પરંતુ એનો અર્થ એ નથી કે તે સુંદરતા મામલે કોઈથી પાછળ છે.

You cannot copy content of this page