Only Gujarat

Bollywood TOP STORIES

ગુજરાતી વહુની દીકરી થઈ ગઈ છે 20 વર્ષની પણ માતાની આ એક વાતને કારણે આજે પણ અનુભવે છે શરમ

મુંબઈ: જૂહી ચાવલા વિશે તો લોકો ઘણું જાણતા હશે, પણ તેમના પરિવાર અંગે ખાસ તો તેમના પતિ અને બાળકો વિશે લોકોને ઓછી માહિતી છે. જૂહી ચાવલા ભલે ફિલ્મોથી દૂર હોય, છતાં તે લાઇમ લાઇટમાં રહે છે. ખાસ તો જૂહી ચાવલા આઇપીએલ વખતે વધુ ચર્ચામાં હોય છે. હાલમાં જ આઈપીએલ માટે ખેલાડીઓનાં ઓક્શનમાં જૂહી ચાવલાની દીકરી જાનવી જોવા મળી હતી. જાનવી 20 વર્ષની છે, પણ અત્યારથી તેમના પિતાનું બિઝનેસ સંભાળવાનું શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે જૂહી ચાવલાના પતિ જય મહેતા મલ્ટીનેશનલ કંપની મહેતા ગ્રુપના માલિક છે. તેમણે સિમેન્ટની બે કંપનીઓ પણ છે. શાહરુખ ખાન સાથે તે આઇપીએલ ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સના કો-ઓનર પણ છે.

આમ તો, જૂહી ચાવલાની દીકરી જાહ્નવી પહેલા પણ આઇપીએલ ઓક્શનમાં જઈ ચૂકી છે. કેકેઆર એ પણ ઓક્શન પહેલા પોતાના ઓફિશીયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહ્નવીનો ફોટો શેર કરતા કહ્યું હતું કે, આઇપીએલના ઇતિહાસના સૌથી યુવા લીડર પાછા આવી ગયા છે. અમારી જાનવી ટીમને સોશિયલ મીડિયા પર જોશે અને ઓક્શન પાછળ શું થઈ રહ્યું છે તેની માહિતી આપશો.

જૂહી ચાવલા ની દીકરી જાહ્નવીએ પોતાની સ્ટડી મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ થી કરી છે. જૂહી મુજબ, જાહ્નવીને ફિલ્મી દુનિયામાં બિલકુલ રસ નથી અને તે પોતાની સ્ટડી પર ફોકસ કરી રહી છે. અત્યારે જાહ્નવી લંડનથી પોતાની સ્ટડી કરી રહી છે.

52 વર્ષની જૂહી ચાવલાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની અને જય મહેતાની લવ સ્ટોરી પર વાત કરતાં કહ્યું હતું કે, અમારી પહેલી મુલાકાત મારા બોલિવૂડમાં આવ્યા પહેલા થઈ હતી. જો કે ફિલ્મોમાં આવ્યા પછી મારી તેમની સાથે વાત થતી નહોતી, પણ થોડા વર્ષો પછી ફ્રેન્ડ દ્વારા રાખવામાં આવેલી એક ડીનર પાર્ટીમાં અમે ફરી મળ્યા હતા. આ પછી અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ. જે બાદ હું જ્યાં જતી ત્યાં મને જય દેખાતા હતા.

શૂટિંગ દરમિયાન જ જૂહી અને જય મહેતાની ઘણી વખત મુલાકાત થઇ હતી. જોકે બંને એકબીજા પ્રત્યે ખાસ રુચિ રાખતા ન હતા, પણ જ્યારે જૂહી ને જાણ થઈ કે જયની વાઇફનું પ્લેન દુર્ઘટનામાં મોત થયું છે ત્યારે તેમનો વ્યવહાર બદલાઈ ગયો હતો.

ધીમે ધીમે બન્ને નજીક આવવા લાગ્યા અને જ્યારે લગ્ન વિશે વિચાર્યું ત્યારે થોડા સમય પછી જૂહીની માનુ એક્સિડન્ટમાં મોત થયું હતું. જૂહીને આ દુઃખમાંથી બહાર કાઢવામાં જયે ખૂબ જ મદદ કરી હતી. અંતે જૂહીએ વર્ષ 1995માં જય મહેતા સાથે લગ્ન કરી લીધા હતા. બંનેને બે બાળકો દીકરી જાહ્નવી અને દીકરો અર્જુન છે.

એક ઇન્ટરવ્યૂમાં જોઈએ જણાવ્યું હતું કે, તેમના બાળકો જાહ્નવી અને અર્જુનને તેમની ફિલ્મ જોઈ શરમ અનુભવે છે. તેમણે જણાવ્યું કે, કરિયરના શરૂઆતી દિવસોમાં તેમનું જે કામ હતું તે બાળકોને પસંદ નથી. પોતાના કરિયરમાં જૂહીએ ઘણા પ્રકારના રોલ પ્લે કર્યા છે. તેમણે તે ફિલ્મોમાં કામ કર્યું જે બાળકો માટે બની હોય.

જૂહી મુજબ, તેમને બાળકોને પોતાની કેટલીક ફિલ્મ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ, તેમણે ફિલ્મ જોવા માટે ના પાડી દીધી હતી. એકવાર તેમને દીકરાએ કહ્યું કે, તેમની રોમેન્ટિક ફિલ્મો વિચિત્ર લાગે છે અને તે ફિલ્મો જોશે નહીં. જૂહીએ કહ્યું કે, ખરેખર તેમને મારી ફિલ્મો જોઈ શરમ અનુભવાય છે,ખાસ તો મારા ઘરના શરૂઆતના દિવસો વાળી‌.

મારા પતિએ તો એકવાર જ્યારે હમ હે રાહી પ્યાર કે જોવા માટે અર્જુનને કહ્યું તો તેણે કહ્યું કે શું તે ફિલ્મમાં રોમાન્સ છે? જેના જવાબમાં મેં કહ્યું, હા તે એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. તેણે કહ્યું કે, હું તમારી ફિલ્મ જોવા માંગતો નથી. સ્પેશ્યલી જેમાં રોમાન્સ હોય. મારા માટે આ ખૂબ જ વિચિત્ર છે, એટલે હું તમારી કોઈ પણ ફિલ્મ જોઇશ નહીં.

ઉલ્લેખનીય છે કે જૂહી ચાવલાએ ફિલ્મ સલ્તનતથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 1986માં રિલીઝ થઈ હતી. જૂઈને પોપ્યુલર ફિલ્મ કયામત સે કયામત તક મળી હતી. આ ફિલ્મમાં તે આમિર ખાન સાથે જોવા મળી હતી. જૂહીએ ‘ઇશ્ક’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘સ્વર્ગ’, ‘રામ જાને’, ‘કયામત સે કયામત તક’, ‘ચાંદની’, ‘બેનામ બાદશાહ’, ‘રાધા કા સંગમ’, ‘આઈના’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page