Only Gujarat

National

મહિલા નેતાએ ચરિત્રહીન લોકો અંગેની પોસ્ટ શેર કરી, પોતે જ સેક્સ રેકેટમાં સામેલ હોવાની પોલ ખુલી

જયપુરઃ રાજસ્થાન કોંગ્રેસ અને ભાજપની પૂર્વ મહિલા પદાધિકારીઓ પર ચોંકાવનારા આરોપ લાગ્યા છે. અમુક સગીરાઓએ આરોપ લગાવ્યો હતો કે, તેઓ સેક્સ રેકેટ ચલાવી રહી છે. આ બંને નેતાઓમાંથી ભાજપની મહિલા નેતાની ધરપકડ થઈ ચૂકી છે.

આરોપ છે કે ભાજપની સવાઈ માધોપુરની પૂર્વ જીલ્લા અધ્યક્ષ સુનીતા વર્મા ઉર્ફ સંપત્તિ બાઈ અને કોંગ્રેસની સેવાદળ મહિલા કોંગ્રેસ પ્રકોષ્ઠની પૂર્વ જીલ્લા અધ્યક્ષ પૂજા અને પૂનમ ચૌધરી મળીને સેક્સ રેકેટ ચલાવી રહ્યાં હતા. જેમાં માસુમ સગીરાઓને ફસાવીને તેમને દેહવ્યાપારમાં ધકેલવામા આવતી હતી.

સવાઈ માધોપુર જીલ્લાની એક સગીરાએ આ મામલે ખુલાસો કર્યો તો તેમાં જીલ્લા કલેક્ટર કચેરીમાં કામ કરતા શિવરામ મીણા, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં કામ કરનાર સંદીપ શર્મા, ઈલેક્ટ્રીશિયન રાજુ અને સુનીતાનો સાથી હીરાલાલ સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસી નેતા પૂનમ ચૌધરી ફરાર છે જ્યારે ભાજપની નેતા સુનીતા વર્માની ધરપકડ કરવામા આવી છે.

સગીરાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ભાજપ અને કોંગ્રેસની જીલ્લા સ્તરની બંને મહિલા નેતાઓ બીજા મોટા નેતાઓની સાથે મળીને સેક્સ રેકેટ ચલાવી રહી હતી તથા યુવતીઓને બીજા જીલ્લાઓમાં મોકલવામાં આવતી હતી.

ભાજપની પૂર્વ જીલ્લા અધ્યક્ષ સુનીતા વર્માએ તો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી અમુક દિવસ અગાઉ જ એક પોસ્ટ શેર કરી હતી, જેમા તેણે લખ્યું હતું કે,‘રાજકરણમાં મોટી સંખ્યામાં ચરિત્રહીન લોકો છે અને હું તેમના નામ અને કામ બંને જાણું છું, સમય આવવા પર આ લોકોના નામો જાહેર કરીશ.’

હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

You cannot copy content of this page