માત્ર આઠ ધોરણ પાસ વ્યક્તિ શરૂ કરી શકે છે પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી, તદ્દન સરળ છે રીત

નવી દિલ્હીઃ પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લેનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઇએ. આ સાથે અપ્લાય કરનાર વ્યક્તિ ઓછામાં ઓછુ 8 ધોરણ પાસ હોવી જોઇએ, પોસ્ટ ઓફિસ બે પ્રકારની ફ્રેન્ચાઇઝી આપે છે.જો આપ માત્ર 8 ધોરણ જ પાસ છો અને નોકરીની શોધ કરી રહ્યાં હો પરંતુ જોબ ક્યાંય ન મળતી હોય તો આપ આપનો બિઝનેસ શરૂ કરી શકો છો. આપ પોસ્ટ ઓફિસના માધ્યમથી આપનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. આ બિઝનેસને શરૂ કરવા માટે આપને વધુ રકમની જરૂર નહીં પડે.

આ સાથે જ આપ તેના માધ્યમથી સારી એવી કમાણી પણ કરી શકો છો. આપ પોસ્ટ વિભાગની પોસ્ટલ ફ્રેન્ચાઇઝી સ્કિમ દ્વારા સારા પૈસા કમાઇ શકો છો. પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી માટે આપે માત્ર 5000 હજાર રૂપિયાની મિનિમન સિક્યોરિટી ડિપોઝિટ ભરવાની રહેશે.

પોસ્ટ ઓફિસ બે પ્રકારની ફ્રેન્ચાઇઝી આપે છે. એક ફ્રેન્ચાઇઝી આઉટલેટ હોય છે. તો બીજી પોસ્ટલ ફ્રેન્ચાઇઝી હોય છે. ફ્રેન્ચાઇઝી આઉટલેટના દ્વારા દેશના જે વિસ્તારમાં પોસ્ટઓફિસ ન હોય ત્યાં આપે પોસ્ટ ઓફિસની સુવિધા પહોંચાડવાની હોય છે. તો પોસ્ટલ એજન્ટ ફ્રેન્ચાઇઝીમાં શહેર અને ગામડાના વિસ્તારમાં પોસ્ટલ સ્ટેમ્પ્સ અને સ્ટેશનરી ઘર-ઘર સુઘી પહોંચાડવાની હોય છે.

જો આપ ફ્રેન્ચાઇઝી લેવા ઇચ્છતા હો તો આપે ફોર્મ ભરીને સબમિટ કરાવવાનું રહેશે. ફ્રેન્ચાઇઝી લેનારનું સિલેક્શન સંબંધિત ડિવિજનલ હેડ દ્વારા કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી લીધા બાદ આપને કમિશન મુજબ પૈસા મળે છે.


આપ સ્ટેમ્પ, સ્ટેશનરી, સ્પીડ પોસ્ટ આર્ટિકલ્સ, મની ઓર્ડર, રજિસ્ટર્ડ આર્ટિકલ, મની ઓર્ડર ફોર્મના વેચાણથી સારી એવી કમાણી કરી શકો છો. પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝીમાં આપે નોકરીની જેમ શિફ્ટમાં કામ કરવાની જરૂર નથી રહેતી અને આ આપની કમાણીનું સારૂ માધ્યમ પણ બની શકે છે.

You cannot copy content of this page