Only Gujarat

Religion

મોત બાદ પરિવારજનોનું રુદન સાંભળીને બેચન બની જાય છે આત્મા, બધાને કંઈક કહેવા માંગે છે પણ…

આ દુનિયામાં જે આવ્યું છે. તેને એક દિવસ આ દુનિયા છોડીને જવાનું છે. આ નક્કર હકીકત છે. જીવન બાદ મરણ અનિવાર્ય સત્ય છે. આપણા બધાની રિર્ટન ટિકિટ તો કન્ફર્મ જ છે. મૃત્યુ બાદ આત્મા શરીરનો સાથે છોડી દે છે પરંતુ શું આપને એ વાતની જાણ છે કે મનુષ્યના મૃત્ય બાદ કેટલીક વાતો છે, જે મોત બાદ એક કલાક સુધી થતી રહી છે. શરીરમાં આત્મા જ ઉર્જાવાન છે. જેના થકી જીવન ચાલતું રહે છે. જો કે મૃત્યુ બાદ આત્મા કેટલાક એવા અનુભવમાંથી પસાર થાય છે. જે ખૂબ જ દુ:ખદાયી હોય છે.

1. અચેત અવસ્થા
શું આપ જાણો છો કે, મનુષ્યના મૃત્યુ બાદ તેની આત્મા એક કલાક સુધી અચેતન અવસ્થામાં પડી રહે છે. આ બધું જ સાંભળવમાં ખૂબ જ વિચિત્ર લાગે છે પરંતુ આ કડવું સત્ય છે. આત્માને એવો અનુભવ થાય છે કે જાણે તે કઠિન પરિશ્રમ બાદ થાકી ગઈ હોય. મનુષ્ય ઊંડી નિદ્રામાં હોય છે. જો કે થોડી ઘડીમાં તે અચેતથી સચેત થઇ જાય છે અને ઉઠીને ઉભી થઇ જાય છે.

2. સમાન વ્યવહાર
શું આપ એ વાતને જાણો છો કે, મનુષ્યના મૃત્યુ બાદ તેમની આત્મા એવો જ વ્યવહાર કરે છે. જેવો જીવિત વ્યક્તિ સાથે કરે છે.

3. બેચની અને ગભરામણનો અનુભવ
મૃત્યુ સાથે જોડાયેલી એક બીજી વિચિત્ર વાત એ છે કે, મરનારની આત્મા એકદમ બેચન થઇ જાય છે. આ સમયે તે તેમના સગા સંબંધીઓને પણ બૂમો પાડીને સાદ દે છે પરંતુ કોઇ તેનો અવાજ સાંભળી શકતું નથી અને મહેસૂસ કરી શકતું નથી. આત્મા એટલી પરેશાન હોય છે કે બધાને કંઇકને કંઇક કહેવા માંગતી હોય છે પરંતુ તેનો અવાજ તેમના સુધી જ સીમિત થઇને રહી જાય છે. કારણે કે તે ભૌતિક નહીં અભૌતિક હોય છે. માત્ર ભૌતિક જ ચીજને મહેસૂસ કરી શકે છે. આ ખૂબ રસપ્રદ વાત છે. જો કે આપણને આ વિષયને લઇને ખૂબ જ ઓછી જાણકારી હોય છે કારણે આપણું જીવન એટલી તેજ રફતારથી જઇ રહ્યું હોય છે કે, આ તમામ વાતો માટે જીવન દરમિયાન સમય નથી મળતો.

4. સંચારનો પ્રયાસ
આત્મા અમર છે, જેથી તે મૃત્યુ બાદ પણ ફરી સંચાર કરે છે અને આસપાસના લોકો સાથે સંપર્ક કરવાની કોશિશ કરે છે, જો કે અન્ય લોકો તેને મહેસૂસ નથી કરતી શકતા અને તેનો અવાજ પણ નથી સાંભળી શકતા.

5. પ્રવેશનો પ્રયાસ
મૃત્યુ બાદ આત્માની એ કોશિષ હોય છે કે તે ફરી એજ શરીરમાં પ્રવેશ કરે. જે શરીરથી તે બહાર આવી છે. જો કે આવું માત્ર મહેસૂસ થાય છે. હકીકતમાં આવું બનતું હોતું નથી. ધીરે ધીરે મનુષ્યની આત્મા પણ એ વાતનો સ્વીકાર કરી લે છે કે, હવે જવાનો સમય થઇ ગયો છે. મોહના બંધન ધીરે ધીરે તૂટવા લાગે છે અને તે વિદાય થવા માટે તૈયાર થઇ જાય છે.

6. આત્મા દુ:ખી હોય છે
જ્યારે મૃત્યુ બાદ આત્મા શરીર પાસે એક કલાક રહે છે ત્યારે તે તેમના સગા સંબંધીઓને રડતાં, વિલાપ કરતા જોઇને વધુ દુ:ખી અને વિહવળ બની જાય છે અને તે ખુદ પણ રડે છે. પરંતુ તે લાચાર હોય છે અને કંઇ પણ કરવા માટે અસમર્થ હોય છે.આ સમયે યમ આવીને કહે છે કે, ચલો હવે અહીંથી જવાનો સમય આવી ગયો.યમ કર્મનુસાર આત્માને લઇને યમમાર્ગ પર નીકળી જાય છે.

7. કર્મના આધારે નક્કી થાય છે નવું જીવન
શું આપ પુન:જીવનમાં વિશ્વાસ રાખો છો? મૃત્યુ બાદ ફરી આત્માને નવા શરીરમાં પ્રવેશ મળે છે. જો કે આ બધું જ મનુષ્યના કર્મના આધારે નક્કી થાય છે. પાપ અને પુણ્યના હિસાબે નવુ જીવન મળે છે. મૃત્યુ બાદ મૃત્યુ લોક પાર કરીને આત્માને એવી જગ્યા પર રાખવામાં આવે છે. જ્યાં માત્ર અંધારૂ હોય છે. અહીં તેના આજીવન કરેલા કર્મનો હિસાબ થાય છે. કર્માનું નિર્ધારણ થાય છે.

You cannot copy content of this page