Only Gujarat

Gujarat

વીડિયોમાં કોઈ પણ ગીતનો યુઝ કરતાં પહેલાં રાખજો ધ્યાન, એક ભૂલ પડી શકે છે ભારે

ફિલ્મી ગીતો તમને જેલની હવા પણ ખવડાવી શકે છે, વાત નવાઈ પમાડે તેવી છે, પણ હકીકત છે. વાત એમ બની કે પ્રિ-વેડિંગ ફોટો શૂટના એડિટિંગનું કામ કરતા એક આર્ટિસ્ટે મ્યુઝિક કંપનીના પરવાનગી વિના ફિલ્મી ગીતોનો ઉપયોગ કરીને વીડિયો બનાવ્યો. તેની વિરુદ્ધ મ્યુઝિક કંપનીએ કોપીરાઇટ ભંગ કરવાનો ગુનો નોંધાવ્યો. જેને લઈને પોલીસે ધરપકડ કરી છે.

જો તમે તમે લગ્ન પહેલા પ્રિ વેડિંગ ફોટોશૂટ કે વીડિયો બનાવવા માંગો છો, તો ચેતી જજો. કારણ કે પ્રિ-વેડિંગ કરનાર કાયદાની આંટીઘૂંટીમાં ફસાઈ શકે છે. આ ઘટના આમ તો સામાન્ય છે, પરંતુ લગ્ન પ્રસંગ આયોજન કરતા પહેલા સાવચેત રહેવું પણ એટલું જ જરૂરી છે. નહિ તો શૂટિંગની મજા વીડિયો તૈયાર કરનાર માટે જેલની સજા બની શકે છે.

આ ઘટનાની વિગત એવી છે કે, હાલ લોકોમાં લગ્ન પહેલા પ્રિ-વેડિંગ ફોટો શૂટનો ટ્રેન્ડ ખૂબ પ્રચલિત છે. આ વીડિયો બનાવવા પાછળ લાખો રૂપિયા ખર્ચ થાય છે. જ્યારે આખો વીડિયો તૈયાર થાય છે તે પહેલા એડિટીંગ દરમિયાન તેમાં હિંદી ફિલ્મના ગીતો પણ ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. તેથી વીડિયો સારો બને. પણ આ માટે જે તે કંપનીની પરવાનગી લેવી જરૂરી હોય છે. ફિલ્મ સોન્ગ કંપનીની મજૂરી વગર ઉપયોગ કરવામાં આવે તો તેની સામે પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે. નવરંગપુરા પોલીસે એવા જ એક વ્યક્તિની ધરપકડ કરી છે.

અમદાવાદના નવરંગપુરા પોલીસે આ વખતે એવા એક આરોપીની ધરપકડ કરી છે કે, જેની પર માત્ર કોપીરાઇટનો ભંગ કરવાનો આરોપ છે. તેની પર ચોરી, લૂંટ કે છેડતી જેવા કોઈ ગંભીર આરોપ લાગ્યા નથી. સીજી રોડ પર એક ઓફિસ રાખી લગ્નના વીડિયો એડિટ કરવાનું કામ કરતો તેજસ બારોટે કેટલાક પ્રિ-વેડિંગ વીડિયો તૈયાર કર્યા છે. જેમાં તેણે ટી-સિરીઝ કંપનીની જાણ બહાર વીડિયો અને ઓડિયો લગ્નના આલ્બમમાં મુક્યા હતા. જ્યારે લાયસન્સવાળા આ પ્રકારના વીડિયોને જો તમે તેના માલિકની પરવાનગી વગર ક્યાંય આલ્બમ કે વીડિયોમાં મૂકો છો તો તમારી ઉપર પણ કોપીરાઇટ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

આરોપી તેજસ બારોટ વિરુદ્ધ અંગેની ફરિયાદ સીઆઈડી ક્રાઈમના સીએફસી સેલમાં એન્ટી પાયરસી એજ્યુક્યુટીવે નોંધાવી હતી. આ ઘટના આમ તો સામાન્ય છે, પરંતુ લગ્ન પ્રસંગનું આયોજન કરતા પહેલા સાવચેત રહેવું પણ એટલું જ જરૂરી છે, નહીં આ પ્રકારનો વીડિયો બનાવનાર વિરુદ્ધ કાર્યવાહી થાય તો વીડિયોનું કામ પણ ઘોંચમાં પડી શકે છે.

 

You cannot copy content of this page