Only Gujarat

Bollywood

આ એક્ટર અમિતાભ બચ્ચનની ભાણી નાવ્યા નવેલી નંદા સાથે કરવા માગે છે લગ્ન

મુંબઈઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના પરિવારના દરેક સભ્યો હંમેશા ચર્ચામાં રહે છે. તો આજે બિગબીની ભાણી નવ્યા નવેલી નંદા તેની પોતાની લવ લાઇફને લીધે ચર્ચામાં આવી ગઈ છે.

છેલ્લાં થોડાં સમયથી તેનું નામ દિગ્ગજ એક્ટર જાવેદ જાફરીના દીકરા મિજાન જાફરી સાથે જોડવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, ‘બંને રિલેશનશિપમાં છે.’

નવ્યા સાથે રિલેશનશિપની ચર્ચા વચ્ચે મિજાને એક ઇન્ટરવ્યૂમાં આ વાત અંગે ખુલાસો કર્યો છે. મિજાનને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે, ‘હુક અપ અને લગ્ન કરવા માટે તમે સારા અલી ખાન, નવ્યા નવેલી નંદા અને અનન્યા પાંડેમાંથી કોને પસંદ કરશો?’

મિજાને આ સવાલના જવાબમાં કહ્યું કે, ‘હું લગ્ન નવ્યા સાથે કરવા માગી, હુક અપ સારા અલી ખાન અને અનન્યા પાંડે કરવા માગીશ.’

આ સાથે જ તેમણે નવ્યા સાથે નામ જોડાતા પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘બંને વચ્ચે કોઈ રિલેશનશિપ છે નહીં’

‘આમ તો બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ ડેટિંગ રિલેશનશિપ હોતી નથી, પણ દોસ્તીની પણ એક રિલેશનશિપ હોય છે, જો બંને સાથે સ્પૉટ થઈ રહ્યા છે. તો એનો અર્થ એવો નથી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.’

એક ફેશન શૉમાં મિજાનને જયા બચ્ચન હગ કરતા દેખાયા હતાં. એવામાં જયા બચ્ચન સાથે મિજાનનો ફોટો વાઇરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મિજાન અને નવ્યા ઘણીવાર સાથે સ્પૉટ થયાં છે, પણ ઘણીવાર કેમેરાને જોઈ તેઓ પોતાનો ચહેરો છુપાવી લે છે.

નવ્યા પોતાના આખા પરિવારની ખૂબ જ નજીક છે એવામાં તેમની દરેક વસ્તુ પરિવાર અને ફેન્સ માટે ખાસ સાબિત થાય છે.

You cannot copy content of this page